________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
(૩) જીવનું લક્ષણ જડ કહીએ તો અસંભવ દોષ આવે, કારણ કે જીવનો ચેતનપર્યાય જડ થાય નહિ.
એ રીતે શ્રીમદે વિશેષપણે શ્રીગુરુનાં લક્ષણ અત્રે એ કહ્યાં છે કે જે મોક્ષમાર્ગના પ્રકાશક હોય, માર્ગના સાચા ઉપદેશક હોય. મુખ્યપણે ઉપદેશકની ભૂમિકા ૧૩ મું ગુણસ્થાનક છે, એટલે કે સાક્ષાત્ તીર્થકર આદિ કેવળી સર્વજ્ઞ ભગવાન છે. તે જ સર્વગુણસંપન્ન આપ્ત પુરુષ છે, તેમનામાં સંપૂર્ણ સત્પરુષના લક્ષણો છે તેથી નીચેની ભૂમિકા એટલે કે વચ્ચેના ૭ મા ગુણસ્થાનકથી ૧૨ મા સુધી વંધવંદકભાવ કે વિકલ્પ પણ નથી; ત એકપણું એટલે જ્ઞાતા, શેય, જ્ઞાનરૂપ નિજસ્વરૂપનું એકત્વ વર્તે છે, માટે ત્યાં ઉપદેશકપણું નથી, પણ તેની નીચેની ભૂમિકામાં છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિ યથાર્થ મોક્ષમાર્ગ ઉપદેશક હોઈ શકે. તેઓ પૂર્વાપર અવિરોધપણે સર્વજ્ઞના ન્યાયને ગુરુપરંપરાથી જાણે છે, તેથી ઉપદેશ આપી શકે છે. અન્ય જીવોને ધર્મ પામવામાં નિમિત્ત છે અને તેમને પ્રધાનપણે માર્ગ ઉપદેશકપણું છે
પરમ સતગુરુ શ્રી સર્વજ્ઞ તીર્થંકરદેવ ૧૩ મે ગુણસ્થાનકે વર્તે છે. તેઓ સંપૂર્ણ વીતરાગ અને કેવળજ્ઞાનસંપન્ન પરમાત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપસ્થિત છે. તેવા શ્રી તીર્થકર આદિ વિષે પરમ સદ્ગપણું ઘટે છે. તથાપિ છઠ્ઠી ગુણસ્થાનકે વર્તતા મુનિ સંપૂર્ણ વીતરાગતા અને કેવલપદ-મોક્ષદશાના ઉપદેશક છે અને તે દશા અર્થે જેમની પ્રવર્તના (પુરુષાર્થ) છે. વળી જે પરમ સદ્ગુરુ તીર્થકર આદિ આપ્ત પુરુષના આશય-પરંપરાથી તે દશા પામવાની રીતો જાણે છે તેને પરમશ્રુતપદ ઘટે છે. વળી ઉપર તીર્થકરાદિ કહેવાનું કારણ એ છે કે કોઈ સામાન્ય કેવળી ભગવાનને પણ ઉપદેશકપણાનો યોગ હોય છે. આજ તો ઘણા જીવોને સર્વજ્ઞના ત્રિકાળગોચર જ્ઞાનની શ્રદ્ધામાં પણ ઘણા ગોટા હોય છે. તેને આત્માનું અંદરનું સામર્થ્ય શું હશે તેનો નિર્ણય પણ કરવો નથી. પોતાના સ્વભાવમાં જાણે કાંઈ માલ જ ન હોય અને પરવસ્તુ વડે અથવા પરને જાણવાથી જ્ઞાનની કિંમત હોય ને! એમ લોકો વ્યવહારમાં ખૂબ તણાઈ ગયા છે. એક સમયમાં ત્રણ કાળને જાણે, લોકાલોકને જાણે, એમાં જ કેવળજ્ઞાનનો મહિમા હોય, આત્માનું ઐશ્વર્ય હોય એમ વ્યવહારમાં ખૂબ તણાઈ ગયા છે. તેમને સમજવા માટે નિશ્ચયથી અર્થ કહ્યો છે કે :
કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.
(ભાવમુક્તિ છે.) નિશ્ચયને ઓળખ્યા વિના વ્યવહાર હોય નહિ, નિશ્ચયને ઓળખ્યા વિના વ્યવહાર-ઉપચાર શું તે સમજી શકાય નહિ. સ્વપ૨પ્રકાશક જ્ઞાન, નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાનનું એક સમયનું અનંત અને સહજ એવું બેહદ સામર્થ્ય છે કે લોકાલોક સહેજે જણાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com