________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પરને જાણવું એ વ્યવહાર છે, કેમ કે પરમાં તન્મય થઈને જાણતો નથી.
અહીં ઉપદેશકપણું મુખ્યપણે છેકે ગુણસ્થાનકે કહ્યું છે, કારણ કે આત્માના પૂર્ણ સ્વભાવને શીધ્ર પ્રગટ કરનાર તો નગ્ન મુનિ-નિગ્રંથ પદ છે, આત્મગુણના ઘાતક દર્શનમોહ સહિત ત્રણ કષાયનો જેને અભાવ છે એવા ધર્માત્મા જ્ઞાનીને સર્વવિરતિપણું છે. મુનિદશામાં સ્વસમ્મુખતારૂપ પુરુષાર્થનું જોર વધારીને વીતરાગભાવ એટલી હદે પહોંચ્યો હોય છે કે પરિગ્રહ એક દેહમાત્ર જ હોય છે, તેથી દેહને વસ્ત્રથી ઢાંકવા જેટલો પણ રાગ મુનિને હોતો નથી. તેઓ જ જૈન મુનિ છે.
આયુષ્ય પૂર્ણ થયા વિના દેહ છૂટતો નથી, પણ રાગનો મુખ્ય ભાગ ટળી જતાં રાગનું નિમિત્ત-વસ્ત્રનો તાણાવાણો સાધુ પાસે હોય નહિ એવો ત્રિકાળ સનાતન નિગ્રંથમાર્ગ હોય છે. વર્તમાન પંચમહાવિદેહ ક્ષેત્રમાં એવા સંતમુનિ ધર્માત્માના સમૂઠ જૂથના જૂથ છે. વર્તમાન પંચમહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞદેવ તીર્થંકર ભગવાન શ્રી સીમંધર પ્રભુ બિરાજે છે; ત્યાં ત્રિકાળ એક જ નિગ્રંથ મુનિમાર્ગ છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને વર્તે એવા મુનિ સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યદશાના ઉપાસક છે; તે દશા અર્થે તેમનો પુરુષાર્થ છે. વીતરાગદશાને સંપૂર્ણપણે જોકે પામ્યા નથી, તથાપિ તે સંપૂર્ણ વિતરાગદશા પામવાના છે. શ્રી તીર્થંકરાદિ (સાતિશય કેવળી ભગવાન જેમને વાણીયોગ ઉપદેશકપણું ઉદયમાન હોય તે પણ) આસ પુરુષ છે. તેમને આહાર, નિદ્રા આદિ અઢાર દોષ નથી; એવા પરમ પુરુષની સાચી ઓળખથી જેણે આત્મધર્મ જાણ્યો છે, પ્રતીતિ કરી છે, આત્મામય અનુભવદશા વર્તે છે અને એ માર્ગની ઉપાસનાએ જેમની તે સાધકદશા ઉત્તરોત્તર અધિક અધિક પ્રગટ થતી જાય છે, એવા મુનિ છઠે ગુણસ્થાનકે અને ઘડીમાં સાતમે ગુણસ્થાનકે તીવ્ર જ્ઞાનદશાની એકાગ્રતામાં, સહજજ્ઞાનની રમણતામાં ઝૂલે છે. હું પૂર્ણ સિદ્ધ ભગવાન જેવો જ છું-એવી અંતરમાં તેમને પ્રતીતિ હોય છે. શુદ્ધ આત્માની જાતને જાણે છે અને સ્વરૂપસ્થિતદશાની ઉપાસનાથી જેમની તે પવિત્ર દશા ક્રમે ક્રમે વિશેષપણે સાધ્ય થતી જાય છે, એવા છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિ, આચાર્ય, ઉપાધ્યાય વગેરે આત્મધર્મના ઉપદેશક હોય છે. તેમના નિમિત્તથી-તે સદ્ગુરુના આશ્રયથી જિનેશ્વર તીર્થકર તથા કેવળીજિન પરમગુરુની તથા તેમના શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. ગુરૂગમે પોતાને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન જેમના નિમિત્તથી થાય છે, તે સગુરુને વિષે પણ મોક્ષમાર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે; કેમકે તેઓ વિરતિ મુનિ છે. અને નીચેના પાંચમા-ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરીને ન ઘટે. પ્રસંગોપાત ઉપદેશ આપે પણ ત્યાં ગૃહસ્થપણું હોવાથી બાહ્ય અવિરતિનો પ્રસંગ છે તેથી ત્યાં નિગ્રંથમાર્ગ ઉપદેશવો, તેમાં લોકોને અપ્રતીતિ રહેવાનો સંભવ છે. અહીં અનેકાંતપણું ન છોડયું, કારણ કે જેમ છે તેમ કહેવું છે. ચોથા પાંચમા ગુણસ્થાનવર્તી ધર્મોપદેશ ન દઈ શકે એમ નથી કહ્યું પણ બાહ્ય વ્યવહારમાં, લોકમાં વિરોધ ન થાય તે માટે વિવેક કહ્યો છે. પણ જેને આત્મધર્મની પ્રતીતિ હોય, માત્ર શબ્દજ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com