________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] હોય કે વેશધારીપણું હોય તેવા ઉપદેશક બીજાને પરમાર્થલાભનું નિમિત્ત ન થાય. જ્યાં આત્માનુભવદશા, ચોથું ગુણસ્થાનક, સમ્યગ્દર્શન પણ નથી, ત્યાં સાચી સમજણ પણ નથી, સમ્ય વિરતિપણું નથી; છતાં ધર્મીપણું માનવું, ધર્મનો ઉપદેશ આપવો તે પ્રગટ કુગુરુપણું છે; તે મહામિથ્યાત્વ છે.
કોઈ માને કે શ્રીમદે નિંદા કરી છે, પણ તેમણે નિંદા નથી કરી પણ સાચા માર્ગની પ્રભાવના કરી છે. સાચું કહેવું તે નિંદા ન કહેવાય પણ સત્ય માર્ગની દઢતા અને પ્રભાવનાનું જોર છે. સમ્યગ્દષ્ટિ ખોટી દષ્ટિવાળાનો બરાબર નિષેધ કરે તે જ તેની ખરી પ્રમાણિકતા છે. વ્યક્તિનો નિષેધ નથી પણ ખોટી માન્યતાનો નિષેધ છે. ધર્માત્મા ખોટાનો નિષેધ કરે છે, છતાં તેને સમ્યક સમભાવ વર્તે છે. આગળ આવશે કે :
“મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટયો ન મહો,
તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ.” આત્મજ્ઞાન થયા વિના જ્ઞાનની વાતો કરવી અને બીજાને મનાવવું કે અમે ધર્મી છીએ, અમે ચારિત્રવાળા છીએ તે ઉપદેશકપણું ઊંધું છે.
વળી શ્રીમદ્ એક પત્રમાં લખે છે કે -જે ગુણ પોતાના વિષે નથી તે ગુણ પોતાના વિષે છે એમ જે માને છે-મનાવે છે તે જીવ ક્ષણમાત્રમાં ભાવવૃદ્ધિ કરે છે; પોતે પોતાને ઠગે છે. જે જીવ પોતાનો સ્વછંદ ન છોડે અને કહે કે હું જાણું છું, અને ઊંધી દૃષ્ટિ, ઊંધી માન્યતામાં મિથ્થા સંતોષ માનીને બેસી જાય, તેને કોઈ પણ કાળે સાચું સમજવાનો વખત આવતો નથી. રખડવામાંથી બહાર નીકળવાનો આરો નથી. તે ભલે ગમે તેવી લૌકિક નીતિ પાળતો હોય, પાંચ મહાવ્રત પાળતો હોય અને હજારો શાસ્ત્રોનો મોટો જાણકાર હોય પણ ભૂલ ક્યાં થાય છે તે ન પકડી શકે
ત્યાં લગી તેનું રખડવું ઊભું છે. માટે શ્રીમદ સત્સમાગમ, સદ્ગુરુની સાચી ઓળખાણ અને એનો આશ્રય કરવા કહ્યું છે. પોતાના ડહાપણથી અનાદિકાળમાં બધુંએ અનંતવાર કરી ચૂક્યો છે, છતાં સન્માર્ગ સમજ્યો નહિ. પણ જો સાચો માર્ગ સમજવા માગે, સાચો પ્રેમ લાવે, ખોટો અભિપ્રાય છોડીને પોતાનું યથાર્થપણું સમજવા માગે તો તે સહજ છે.
[ તા. ૧-૧૦-૩૯] આ આત્મસિદ્ધિશાસ્ત્ર છે, તે આત્મસ્વરૂપની સાચા સુખની પ્રાપ્તિ કેમ થાય તે વિષે કહે છે આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપ સમજાય તો સુખની પ્રાપ્તિ થાય. આવ્યું ન જાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com