________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એવું સુખ સાચા ઉપાયથી પ્રાપ્ત થાય છે. આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ હોવા છતાં તેની વર્તમાન દશામાં બંધ-મોક્ષ શી રીતે છે તે જણાવનાર છ પદથી સિદ્ધ આત્મપદ જણાવ્યું છે. તેનો ઉપાય કરતાં સાધ્યની સિદ્ધિ થાય છે.
જેને રોગ થયો હોય તે તેના ચિકિત્સક કુશળ વૈદ્યની પાસે જાય છે, પણ આ જ વૈદ્ય પ્રમાણિક છે એમ નિર્ણય પોતાને કરવાનો હોય છે. વૈદ્યની પરીક્ષા કરીને શ્રદ્ધા કરે છે, પણ ધર્મમાં કાંઈ પરીક્ષા કરતો નથી તે કેવી મૂર્ખાઈ !
કસ્તુરી જેને જોઈએ છે તે જીવ શાકભાજીના બજારમાં જાય, અને તેને સોંઘી વસ્તુથી કોઈ લાભ બતાવે અથવા ગાંજો કે દારૂનો અમલ બતાવે તો તેથી તેને કસ્તુરી ન મળે. પોતાને પરીક્ષા નથી એટલે અનાદિની જે ભૂલવાળી ઊંધી માન્યતા છે, તેને અનુકૂળ કરાવનારા મળે છે, તેમાં શંકા વિના આંધળો વિશ્વાસ કરે છે, પણ ખબર નથી કે હું જ મારી ભૂલથી ગાંડો થયો છું. પોતે પોતાની ઊંધી માન્યતામાં આનંદ માને છે, કસ્તુરીનો ગુણ ક્યાં અને દારૂનો ગુણ ક્યાં? મોહભાવમાં રક્ત-ઘેનમાં પડેલો મનુષ્ય, માતા, બેન, દીકરીનો વિવેક (ઓળખ) પણ ભૂલે, એમ અજ્ઞાની જીવ સાચી વસ્તુ ભૂલીને પુણ્ય અને રાગની રુચિ વડે જડભાવનો કર્તા થાય છે, તેને પરાણે કોણ સમજાવે?
વૈદ્યની ઓળખાણ કરનાર બધી દુકાનો છોડીને, જે વૈદ્ય પ્રમાણિક છે તેની જ દુકાને જઈને ઊભો રહે છે અને તેની સલાહ લે છે. એમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે સમજણની જરૂર છે તે માટે સદ્ગની ઓળખાણ (પ્રતીતિ ) અને તેમના આશ્રયની જરૂર પડે છે. આમાં પરાધીનતા નથી, પણ પાત્રતા, સ્વાધીનતા છે. સમજણ કરવી તે પોતાના જ્ઞાનની સમજણ છે; તેમાં એમ ન કહ્યું કે અમુક વેશ, અમુક વ્રત, ચારિત્ર, ક્રિયા ન કર્યા તેથી ન સમજ્યો. પોતાના સ્વરૂપની સમજણ જેમ છે તેમ ન કરીએ એ માટે કહ્યું કે
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ;
પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ.” એમાં એક વાત એ કહી કે સદ્ગુરુનો આશ્રય કરવો, કારણ કે આત્મા આત્માથી જણાય. જેની પાસે લક્ષ્મી છે તે ધનવાનને ઓળખીને તેની સેવા કરે, તો ધનની પ્રાપ્તિ થાય. એ દષ્ટાંતે જે સત્પરુષ પાસે આત્મલક્ષ્મી છે તેના આશ્રયથી જ અજ્ઞાનનો નાશ થઈ આત્મજ્ઞાન પ્રગટે. અહીં એમ કહેવું છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કોણ કરાવી શકે અને કોણ પ્રાપ્ત કરી શકે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com