________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૩
તેના જવાબમાં એમ કહ્યું કે :- જે કોઈ યથાર્થ અવિરોધી જ્ઞાની હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે. તેની પાસેથી (ગુરુઆજ્ઞાથી ) જીવ આત્મતત્ત્વ એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય જેમ છે તેમ જાણી, પોતાનો આનંદ (જે શક્તિરૂપે છે તેમાંથી ) પોતાના બળ (પુરુષાર્થ ) થી પ્રગટાવે છે. મોક્ષમાર્ગનો ઉપદેશક કોણ હોઈ શકે, તે વિષે આગળ કહેવાયું છે. અત્રે એમ કહેવું છે કે ચોથું ગુણસ્થાનક એટલે આત્મજ્ઞાનદશા વિના તો ઉપદેશકપણું ઘટે જ નહિ. આત્માની અવિરોધ શ્રદ્ધા જ્ઞાન વિના કોઈ ધર્મોપદેશક થઈને જગતને આત્માનો ઉપદેશ આપે તો પોતે જ પોતાનું અહિત ક૨ના૨ છે અને અન્ય આત્માને અહિત થવામાં નિમિત્ત થાય છે
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ શું, સાધકપણું શું, જ્ઞાનદશામાં નિર્દોષતા શું તેના ભાન વિના આત્મધર્મના ઉપદેશની પ્રરૂપણા કરવી તે પ્રત્યક્ષ કુગુરુપણું છે. ઘણા જીવો આત્માના નામે કંઈ કંઈ ખોટી શ્રદ્ધામાં સંતોષ માની બેઠા હોય છે મનના જોગની સમતાથી આત્મધર્મ માની બેઠા હોય છે. સાધારણ મનની સ્થિરતા થઈ કે પોતાને માર્ગની પ્રાપ્તિ થઈ છે, એમ માની બેસે અને ઉન્માર્ગમાંઅજ્ઞાનમાં રોકાઈ રહે છે. કંઈ બહારના સ્ત્રી-કુટુંબ આદિ પરિગ્રહનો ત્યાગ કર્યો, બ્રહ્મચર્ય પાળ્યું, ત્યાગ, વૈરાગ્ય ઉત્કૃષ્ટ રાખ્યો અથવા પોતાની માન્યતા મુજબ ત્યાગ, વૈરાગ્ય, બ્રહ્મચર્યની ઉત્કૃષ્ટતા રાખે છતાં આત્મજ્ઞાનની દિશા, સાચા માર્ગના અંશનું પણ ભાન હોઈ શકે નહિ. પોતાના સ્વચ્છંદે જ્ઞાનીપણું માની બેઠો હોય, તે વર્તમાનમાં કોઈ પ્રત્યક્ષ જ્ઞાની હોય છતાં તેને ઓળખી ન શકે, અને ઊંડાણમાં ઉપેક્ષાબુદ્ધિ રાખે, તે અજાણતાં પણ પોતાના આત્માની અનંતી આશાતના કરી રહ્યો હોય છે, કારણ કે તે નિશ્ચયથી સદ્ગુરુ-દેવ-ધર્મનો અનાદર ક૨ના૨ છે. જ્ઞાની સદ્ગુરુની જેને ઓળખાણ નથી તેને પોતાનું અધિકપણું ભાસે છે. અનેક પ્રકારના સ્વચ્છંદને સ્થિરતા માને છે, પણ શુદ્ધ આત્માની સ્થિરતારૂપ સમ્યક્ વિરતિરૂપ પચ્ચખાણ કોને કહેવાય તેની સદ્ગુરુના આશ્રય વિના ગમ પડે નહિ.
જેણે પહેલું અને પછી (શરૂઆત અને પૂર્ણ) જાણ્યું નથી તે મધ્યમ ક્યાંથી જાણશે ? બાધકપણું, સાધકપણું અને સિદ્ધપણું–એમ સાધક-બાધકપણું અને આત્માની પૂર્ણ પવિત્રદશા જે સિદ્ધપણું તેની જેને ખબર નથી તેને એકેય ભૂમિકાનું ભાન નથી. પૂર્ણ સ્વરૂપ શું છે, તેને કેમ પહોંચી શકાય, તે પૂર્ણ સ્વરૂપ સ્વતંત્ર અને કેવું છે, કેવડું છે, તેનાં શ્રદ્ધા, જ્ઞાન, વિવેક વિના તે અંધ જશે ક્યાં? વળી જે પોતાની કલ્પના વડે માર્ગ નક્કી કરે છે, તે સાચાં નિમિત્તનો સત્પુરુષનો, અનંતજ્ઞાનીનો ઉપેક્ષક છે, તેનો અનાદર કરે છે.
વળી શાસ્ત્રમાં કહેલાં વ્રત, તપ, સમિતિ આદિની ક્રિયા કરતો હોય પણ જો નિમિત્તની,
બહારની, શુભરાગની તથા દેહની ક્રિયાનો કર્તા થતો હોય તો તે જડ જેવો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com