________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે. આત્મા પરનો અકર્તા અને સ્વનો જ્ઞાતા શું છે, કેમ છે, કેવડો છે તેના ભાન વિના તે ચોક્કસપણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય અને અબ્રહ્મ સેવી રહ્યો છે, કદી પુણ્ય બાંધે છે તો તેની સાથે મિથ્યાત્વમોહ અને અનંતાનુબંધી કષાયનો બંધ કરે જ છે.
પરંતુ લેવું, મૂકવું, મન, વાણી, દેહાદિની ક્રિયા પોતાની નથી છતાં તેનો તે ધણી અને કર્તા થાય છે. ધર્માત્માના હાથે જેવી ધર્મપ્રભાવના થાય, વિનય વિવેક થાય તેવું અજ્ઞાની ધનવાન હોય છતાં તેને હાથે ન થાય, અજ્ઞાની જે કાંઈ કરે તે અજ્ઞાનની પુષ્ટિ માટે છે, તેથી તે પાપાનુબંધી પુણ્ય બાંધે છે. આત્માનું ભાન જેને વર્તે છે તેનું નિમિત્ત આત્માર્થીને હિતકર થઈ શકે છે. અહીં આત્મજ્ઞાનને લક્ષીને વાત છે. ચોથા-પાંચમાં ગુણસ્થાનકે આત્મજ્ઞાનદશા છે, છતાં આત્માની સ્વરૂપસ્થિતિ અંશે અંશે વર્તે છે, પાંચમે ગુણસ્થાનકે અધિક વિરતિ છે, તથાપિ સર્વવિરતિ જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. હવે આત્મજ્ઞાન, સમદર્શિતા વિષે કહે છે. સ્વરૂપસ્થિતિ, શુદ્ધ આત્મજ્ઞાન સ્થિતિ અને સમદર્શિતા આદિ જે લક્ષણો બતાવ્યાં, તે સાધક ભૂમિકામાં કહેવાય છે.
અહીં જે છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિ સર્વવિરતિ કહ્યા તેમનું બાહ્ય-અત્યંતર વિરતિપણું, સ્વરૂપનું સાધન અંતરસ્વરૂપથી છે અને અનંતજ્ઞાની સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ જાણીને તે માર્ગે વર્તે છે. બાહ્ય ક્રિયાથી મનની સ્થિરતા કરવાનું તેમને લક્ષ હોતું નથી. લોકો માત્ર બહારથી દેખે છે, પણ જ્ઞાની તો અંતરંગ જ્ઞાનની રમણતા, સર્વજ્ઞસ્વરૂપની શ્રદ્ધા અને ઉપર કહ્યા તે સર્વજ્ઞના જ્ઞાનની જાતનો અતીન્દ્રિય આનંદ અનુભવે છે. લોકો કહે છે કે આપણે પણ સ્થિરતા કરી શકીએ, પણ આત્માની ઓળખાણ વિના મનની સ્થિરતા વડે ધ્યાન કરે તેવી સ્થિરતા નથી, આત્માને ગુણ નથી. આ લીંબડાનો થાંભલો સ્થિર દેખાય છે તેને કોઈ વિકલ્પ કે વિકાર જણાતો નથી.
કોઈ પોતાને સત્યવાદી માને, બ્રહ્મચારી માને, ચારિત્રવાન માને પણ તેથી આત્માને શું? કોઈ કહે કે હું ઇન્દ્રાણીથી ન ડગ્યો; પણ જેમ લાખ ઇન્દ્રાણી કૂદે છતાં આ લાકડું હલતું નથી, તેમ આત્માની જાત શું, નિર્દોષ જ્ઞાનદશા શું, સમ્યગ્દર્શન શું; એ અંતરદન વિના મનના જોગની સમતામાં, હઠયોગમાં રોકાએલા અજ્ઞાની જીવો ગમે તેવી સમતા માને, સમભાવ, વૈરાગ્ય રાખે, બ્રહ્મચર્ય, સત્ય, નીતિ પાળે, છતાં તે જડભાવમાં જડ જેવો બેઠો છે. અનંતકાળ એવું કરે ને પુણ્ય બાંધે તોપણ આત્માને લાભ ન થાય. હા, પાપાનુબંધી પુણ્ય બાંધે, ત્યાંથી દેવ થાય, ત્યાંથી ઢોર થાય, ત્યાંથી બગલો થઈ માછલાં ખાય અને નિગોદમાં જાય. અહીં પવિત્ર વીતરાગદશાસાધક સંયતિ ધર્મસ્થિતને મુખ્યપણે ઉપદેશકપણું કહ્યું છે. સં=સમ્યક પ્રકારે અને યતિ યત્ના, જયણા; સંયતિ પવિત્ર જ્ઞાનની જયણા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com