________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
[ ૮૫ સાવધાનીમાં વર્તે તે સંયતિ છે. સંયતિ શુદ્ધ આત્મસ્વરૂપની સ્થિરતામાં, સહજ દશામાં વર્તે છે. બહારની વૃત્તિ શુભ જોગની થઈ આવે તેમાં આહાર, ઉપદેશ આદિની વૃત્તિ થાય છે, છતાં અંતરસ્થિરતામાં બાધ નથી. એવા મુનિ આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ સાધકદશાએ વર્તે છે, માટે તેમને આત્મજ્ઞાન અને સમદર્શિતા વર્તે છે. જેથી એ ઉપદેશક હોઈ શકે.
છઠે ગુણસ્થાનકેથી કોઈ પડી જાય તે પણ ઉપદેશકને લાયક નથી, એમ પણ કહ્યું કારણ કે ઊંધી દષ્ટિ થયે તત્ત્વનું ભાન રહે નહિ, સાધક મુનિ છઠે –સાતમે ગુણસ્થાનકે વર્તે છે, હજી છઠે ગુણસ્થાનકે પૂર્ણપણે સમદર્શિતા નથી. સર્વોત્કૃષ્ટ વીતરાગદશા, કૈવલ્યસંપન્ન સર્વજ્ઞ ભગવાનપણું ૧૩ મે ગુણસ્થાનકે હોય છે. તે સંયોગી કેવળી જિનેશ્વર કહેવાય છે, તેમને વાણીયોગ વર્તે છે. વળી તેમને પરમ સદગુરુદેવ કહ્યા છે; એટલે આત્માની ઉત્કૃષ્ટ શક્તિનો પૂર્ણપણે વિકાસ થયો છે, એવા જીવનમુક્ત છે. પૂર્ણ વીતરાગ થયા છે. વળી અર્વત છે, જેમણે જાતે પુરુષાર્થથી સમસ્ત રાગવૈષનો નાશ કર્યો છે. વળી તીર્થકર નામકર્મની પુણ્યપ્રકૃતિ છે એટલે તેના નિમિત્તથી જગતના અનેક લાયક જીવો આત્મધર્મને પામે છે. પોતે ભેદજ્ઞાનથી પામે તો જ બીજાને નિમિત્ત કહેવાય.
વાણીધર્મ પરમગુરુ કહ્યા છે, કારણ કે ધર્મના ઉપદેશક છે. વળી તેઓને વિષે સંપૂર્ણ સમદર્શિતા અર્થાત્ ઈચ્છારહિતપણું વર્તે છે, તે તેમની વીતરાગચારિત્રદશા છે. તે અપાયાગમાતિશય સૂચવ્યો છે એટલે અનર્થરૂપ રાગ-દ્વેષનો નાશ કર્યો છે. વળી સંપૂર્ણપણે ઈચ્છારહિત હોવાથી વિચરવા આદિની ક્રિયા, વચનકાયયોગની ક્રિયા પૂર્વ પ્રારબ્ધ વેદી લેવા પૂરતી જ છે, દેહાયુષ્ય પૂરતી જ છે. માટે “વિચરે ઉદય પ્રયોગ” કહ્યું છે. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ છે અને એકાંત આત્મહિતની બોધક છે. દેવ-ગુરુ-ધર્મ વીતરાગ છે, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ સર્વજ્ઞ પદ છે તે પૂર્ણતાને સાધનાર સાધકપણાની ઓળખ વિના વ્યવહારધર્મની પણ સત્ય શ્રદ્ધા નથી. સર્વજ્ઞ ભગવાન તીર્થકરની વાણીમાં અપૂર્વ અતિશયપણું છે. એકાંત આત્માર્થબોધક છે. (એકાંત એટલે એકલું આત્મહિત થાય, સંસારનો અભાવ થાય) તે ભગવાનનો વચનઅતિશય છે આમાં વીતરાગનો મહિમા બતાવવો છે. શ્રીગુરુનું એક લક્ષણ “પરમશ્રુત કહ્યું
કેવળજ્ઞાનીને શ્રુતજ્ઞાન નથી છતાં અહીં ઉપચારથી પરમશ્રુતપણું કહ્યું છે. તેઓની વાણીને પરમશ્રત એટલા માટે કહી કે સાંભળનાર લાયક જીવને ભાવશ્રુતજ્ઞાનદશા થવાનું નિમિત્ત થાય છે.
ભગવાનની વાણી કેવી છે? કોઈ પણ નય, અપેક્ષા ન દુભાય એવી અવિરોધ ન્યાયગર્ભિત તે વાણી છે. એ વાણીને જિનાગમ-શાસ્ત્ર કહે છે.
એ જોજનમાં ધર્મસભા હોય છે. તેમાં કદી અનંત જીવો ધર્મ સાંભળવા આવે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com