________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તો પણ સમાઈ જાય એવો પુણ્યનો અતિશય છે, અને એવો ઉત્કૃષ્ટ પરમ પ્રભાવક વાણીયોગ છે કે અનંતા જીવો તૈયાર થઈને જો આવે તો બધા જીવો આત્માનો અપૂર્વ ધર્મ પામી જાય, કારણ કે તેમનામાં પૂર્ણ પવિત્ર બેહદ જ્ઞાનશક્તિ પ્રગટ વર્તે છે. પૂર્વે ભાવના ભાવી હતી કે સર્વ જીવોને ધર્મ પમાડું, હું વૃદ્ધિને પામું એટલે મારો આત્મા શીધ્ર પૂર્ણતાને (શુદ્ધ દશાને) પામો. એમાં બેહદપણું, અમર્યાદિતપણું ઈચ્છયું હતું, એટલે સર્વ જીવો ધર્મ પામી શકે એવો અભુત વાણીયોગ હોય છે તેમનો પરમૠતયોગ અનેક લાયક જીવોને પરમ હિતકારી છે. એવું પરમશ્રુત જેમના વિશે વર્તે છે, તે પૂજવા યોગ્ય હોઈ તેમનો પૂજા-અતિશય જણાવ્યો છે અને આ શ્રી જિન અરિહંત તીર્થકર પરમ સદ્ગુરુને પણ ઓળખનારા પ્રત્યક્ષ વિદ્યમાન ( હયાત) સર્વવિરતિ સદ્ગ છે, એટલે એ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે વર્તતા સદ્ગુરુના લક્ષે એ ગુણો અને આત્મધર્મ-ઉપદેશકપણું મુખ્યતાથી આ ૧૦ મી ગાથામાં જણાવ્યું છે
સમદર્શિતા એ ચારિત્રગુણ–વીતરાગતાનું વર્ણન કર્યું છે.
આત્મા મન, વાણી, દેહ આદિનો સ્વામી નથી, કર્તા નથી અને રાગ-દ્વેષ રહિત નિર્મળ છે; એ અભિપ્રાય સહિત રાગ-દ્વેષના યોગથી રહિત શુદ્ધ વીતરાગપણે એ જ સમદર્શીપણું છે.
સમદર્શીપણું એવું ન હોય કે સત્ય-અસત્ય, સાર-અસાર, હિત-અહિત સરખા છે એમ જાણે. માંસ અને રોટલાની અવસ્થાને જેમ છે તેમ વિવેકથી જાણે; સ્ત્રી, પુરુષ, માતા, બેન જેમ છે તેમ તે દશારૂપે જાણે પણ અન્યથા ન માને; ખોટી માન્યતાવાળાને ખોટા માને (જાણે ), એવા બળવાન વિવેકવાન સમદર્શી ધર્માત્મા હોય છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ”—એટલે બધા આત્મા દ્રવ્યસ્વભાવે શુદ્ધ છે એમ માને પણ અવસ્થાએ શુદ્ધ છે એમ ન માને. કોઈ જીવ રાગી દ્રષી અને મૂર્ખ હોય તેને જ્ઞાની સિદ્ધ ભગવાન જેવો ન જાણે. ક્રોધ માન વગેરે કષાય જેમ હોય તેમ, તેના અવગુણની અવસ્થાને જાણે, પણ કોઈનો તિરસ્કાર ન કરે. ખોટાને ખોટું કહેવું તેમાં ષ નથી, પણ જેમ છે તેમ માનવું તેમાં જ સમદર્શિતા એટલે સમભાવ છે; પણ રાગ-દ્વેષ, માન-અપમાન સરખા માનવા તે સમભાવ નથી.
બાળક નાની ઉંમરનો હોય તે ગાળ દે અથવા લાત મારે છતાં તેની ઉપર દ્વેષ ન આવે. જાણે કે તે બાળક છે, તેણે રમતાં રમતાં લાત મારી છે, પણ મારવા ખાતર (ખરાબ આશયથી) મારી નથી.
–એમ સંસારમાં ડાહ્યા માણસો પણ વિવેકથી જાણે છે, તો જે આત્મજ્ઞાની છે તે સાચો વિવેક કેમ ન કરે? અવગુણીને અવગુણી જાણે, જેવા ભાવે તે વસ્તુ છે અને તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com