________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મજ્ઞાન વિના શુભ પરિણામ, ત્યાગ-વૈરાગ્ય બધું યે ભારરૂપ ઉપાધિ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ, નિર્મળ છે; પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, તથા બંધન રહિત છે, અતીન્દ્રિય છે, અવિનાશી છેએવા લક્ષે નિર્દોષદૃષ્ટિ વડે અવિરોધ જ્ઞાનની જાગૃતિ દ્વારા રાગ, દ્વેષ, અજ્ઞાનના ભાવો ટાળીને (છેદીને ), આત્માનો અનુભવ કરે તો અકષાયપણું, અસંયોગીપણું, નિર્મળપણું, સાક્ષીપણું પ્રગટ પુરુષાર્થ સહિત વર્તે.
શુભાશુભ ક્રિયા અને શુભનો રાગ અંશે પણ મારો નથી અને આદરણીય નથી એવો પુરુષાર્થ અને નિઃસંદેહ નિર્ણય જીવ જ્યારે કરે તેને આગળ ભૂમિકા દેખાય છે. પુણ્યપરિણામ હું કરું છું, રાગ, દ્વેષ હું કરું છું, એ મારા સ્વભાવમાંથી નીકળે છે. એમ માનવું તે મિથ્યાત્વ છે. આ ભ્રાંતિનું કારણ એ છે કે, અંતરંગમાં તેને દર્શનમોહકર્મનો દરેક ક્ષણે ઉદય છે, અને તે નિમિત્તમાં જોડાવાથી તેને ભ્રાંતિ ઊપજે છે. શુભાશુભ ભાવ અને રાગ-દ્વેષની વૃત્તિ થવામાં પુદ્ગળનાં અનંત જડ પરમાણુઓનું-શુભાશુભકર્મનું નિમિત્ત છે, પરભાવરૂપ પુણ્ય-પાપ-રાગાદિની વૃત્તિને છેદવાનો પુરુષાર્થ સ્વસમ્મુખ થવામાં છે. સર્વ પરભાવોથી રહિત હું છું એવા જ્ઞાનબળ વડે પરભાવના નાશનો નિર્ણય કરી, આત્મભાન પામી શકાય છે, સર્વજ્ઞ વીતરાગના અવિરોધ ન્યાય વડે જેમ તત્ત્વ છે તેમ જાણીને આત્મભાન પામી શકાય છે. મનની વિચારણા, કલ્પના કે ધારણાથી નહિ પણ અતીન્દ્રિય જ્ઞાન વડે નિઃશંક સ્વભાવને પમાય છે.
કોઈ માને કે અમારા પરિણામ બહુ પવિત્ર છે, અમે નિષ્પાપી છીએ, પણ તેથી શું? એવા શુભ-સરલ પરિણામ તેના થઈ જાય કે જેથી બહારથી ઘણો ઉત્કૃષ્ટ-વૈરાગ્ય દેખાય, મંદ કષાય દેખાય, છતાં તેને દેહદૃષ્ટિ હોવાથી તે રાગમાં અટકે છે તેથી ભવકટી ન થાય, પાપાનુબંધી પુણ્ય બાંધી સંસારમાં રખડે; કારણ કે જે ભાવે સંસાર ફળે તે ભાવે સંસારનો (ભવનો ) અભાવ કેમ થાય? જ્યાં સુધી અંતરમાં ભૂલ ન સમજાય ત્યાં સુધી અભિપ્રાયની ભૂલ સમજાય નહિ, ટળે નહિ.
આત્મા ત્રિકાળ જ્ઞાયક, શુદ્ધ, અવિનાશી છે, પુણ્ય-પાપ રહિત છે, મન, વાણી, દેહની ક્રિયા રહિત છે; એમાં રાગાદિ અશાન્તિનો અંશ માત્ર પણ નથી. એવા સ્વસમ્મુખ નિઃશંકભાવ જ્ઞાનબળવડે પ્રગટ કરે તે અંતરવીર્યના સામર્થ્યથી ભવના અભાવનો અપૂર્વ ભાવ છે, તે જેને પ્રગટે છે તેનો સાચો પુરુષાર્થ છે. નિત્યના આશ્રયે જ્ઞાનભાવે નિર્દોષપણે ટકી રહેવાનો જે પુરુષાર્થ કરે અને અકષાયપણાને લક્ષે કષાયની મંદતા અને વૈરાગ્યતા વધારતાં ઉચ્ચ ભૂમિકા તરફ ચડે તે અંતરસ્થિરતામાં આગળ વધે છે.
આત્મા આનંદસ્વરૂપ, પુણ્ય-પાપ, રાગ-દ્વેષ રહિત છે, એવું ભાન તો આ કાળમાં પણ થાય છે. તેને ચોથું ગુણસ્થાનક હોય છે. આત્માનું ભાન થયા પછી કષાયની વિશેષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com