________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મા પૂર્ણ પવિત્ર, અવિનાશી, કૃતકૃત્ય છે એવા નિઃસંદેહ અભિપ્રાય સહિત, રાગ હું નહિ એવા જ્ઞાનબળવડે મલિનતા ટાળીને પુરુષાર્થ લાવે અને અંતરમાં એવા ભાન સહિત આત્મલક્ષ થયું તો તે અનંત સંસાર ટાળીને એકાદ ભવે મોક્ષ થવાનું પ્રત્યક્ષ દેખે છે. તેનો ક્ષણે અને પળે મોક્ષ થતો જાય છે.
જેમ ગાડા રસ્તે ભાવનગર જવા નીકળ્યા તેમાં રસ્તામાં બળદ થાકયા અને રાત પડી, વચ્ચે ધર્મશાળામાં રાત રોકાવું પડયું તે રોકાવા માટે નહિ પણ અધિક બળ મેળવવા (થાક ઉતારવા) માટે અને તાજા થઈને જલદી ભાવનગર પહોંચવા માટે છે; તેમ આત્મજ્ઞાનમાં રમણ કરતાં કરતાં જરા થાક લાગ્યો તેમાં વચ્ચે એકાદ સ્વર્ગનો ભવ થઈ જાય, તેથી કાંઈ મોક્ષમાર્ગની બહાર નથી.
આ કાળે, આ ક્ષેત્રે મોક્ષ નથી, આપણું ધાર્યું નહિ થાય, એવા પુરુષાર્થહીન વાક્યો કેટલાક જીવો કહે છે. અને કહે કે અમે તો અલ્પજ્ઞ પ્રાણી છીએ, ઢાંક્યા કર્મની અમને શું ખબર પડે? કેવળી ભગવાનનું શું કહેવું છે, તેની અમને ખબર ન પડે, પણ અમે તો રાગ-દ્વેષ ઓછો કરવા, વ્રત, તપ આદિ દેહની ક્રિયા, બાહ્ય ચારિત્ર કરીએ અને પુણ્ય વડે મોક્ષ થાય એટલું જાણીએ, કંઈ કરશું તો પામશું. આત્માની વાત આપણને સમજાય નહિ એવું કહેનાર અને માનનાર નિઃસંદેહ ધર્મ કદી પામી શકે નહિ.
જ્ઞાનનું યથાર્થપણું પોતામાં છે, પોતે પોતાને ન સમજી શકે ત્યારે કોણ સમજી શકે? નિર્ભય નિઃશંક એવો ચૈતન્યભગવાન જાગતો છે તેથી મૂંઝવણ ન થાય, હું સ્વાધીન છું કે કેમ તે શંકા ન રહે. પુણ્ય, પાપ, રાગ, દ્વેષ અને અંતરંગ કષાય એ શું છે, આત્માનું આકષાયપણું તેનાથી જુદું છે કે નહિ એ આદિ બધી મૂંઝવણ વર્તમાનમાં જ ટાળી શકાય છે; શુદ્ધતા પ્રગટે છે. જેને હૃદયના ઊંડાણમાંથી ભાન વર્તે છે, તે આત્માનું ઐશ્વર્ય મેળવી શકે છે. મતિ અને શ્રુતજ્ઞાન વડે સમ્યજ્ઞાની જીવ, કેવળજ્ઞાની જે ભાવો જાણે છે તે જાતના ભાવનો પોતા વડે પોતાનો નિર્ણય કરી શકે છે અને તેમાં ભૂલ ન પડે, તેને કેવળી ભગવાનને પૂછવા જવું પડતું નથી. કેવળી ભગવાન સર્વભાવ પ્રત્યક્ષ જાણે છે અને મતિ-શ્રુતજ્ઞાની અંશે પ્રત્યક્ષ, પરોક્ષ બેઉ પ્રકારે જાણે છે, કારણ કે પોતાને ક્રમપૂર્વક ઉપયોગ છે; પણ તેના ભાવમાં, સમજણમાં, નિર્ણયમાં ભૂલ ન પડે. લોકોને સંસારનો નિર્ણય કરવો હોય તો નિઃસંદેહ નિર્ણય કરે છે, પણ આત્માના સ્વભાવનો નિર્ણય કરતા નથી છતાં માને કે અમે ધર્મી છીએ. આત્માના પવિત્ર સર્વજ્ઞસ્વભાવમાં શંકા કરે અને સાચું સમજવાની રુચિ ન કરે, તે કદી નિઃસંદેહ થતો નથી. શ્રીમદ્ કહે છે કે :
“ જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત.'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com