________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
[ ૬૯ જેવી ન થઈ હોય તો, પાંખમાં એટલે જ્ઞાન અને સ્થિરતામાં ઊડવાની શક્તિ ખરી પણ વ્યક્ત કરે નહિ ત્યાં સુધી માર્ગના સ્વરૂપને માની શકે નહિ, ને સ્વાધીન પુરુષાર્થ ન ઉપાડી શકે.
શ્રુતજ્ઞાનનું વિશેષપણું અને પુણ્યવાન યોગનું અતિશય મહિમાવંતપણે જેને વિષે છે એવા સદ્ગુરુનાં લક્ષણો અહીં કહ્યાં છે.
અત્રે આશંકા - વર્તમાન કાળમાં પૂર્ણપણે સ્વરૂપસ્થિત એટલે કે પૂર્ણ પવિત્રદશાવાળા સદ્ગુરુનો યોગ નથી.
તેનું સમાધાન :- આ ભરતક્ષેત્રે વર્તમાન કાળમાં કદાચિત્ એમ કહેવું હોય તો તે સંભવે છે કે પૂર્ણ કેવળજ્ઞાનદશા ન હોય, પણ છઠ્ઠી-સાતમા ગુણસ્થાનવર્તી ધર્માત્માનો અભાવ નથી કહ્યો. છઠ્ઠા ગુણસ્થાનકની ભૂમિકાએ વર્તતા એવા અને તે પાંચ લક્ષણોવાળા પુરુષ આ કાળે, આ ક્ષેત્રે હોઈ શકે છે-તેને ઓળખનાર સુપાત્ર જીવ જોઈએ.
પ્રશ્ન :- આ ક્ષેત્રે, આ કાળમાં સર્વજ્ઞ પાકે ? (થાય?)
ઉત્તર :- પંચ મહાવિદેહ ક્ષેત્રના છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને કોઈ દેવ ત્યાંથી ઊંચકીને આ ભરતક્ષેત્રે મૂકી જાય, અને આ ક્ષેત્રે ક્ષણકશ્રેણી માંડીને ૧૩ મું ગુણસ્થાન પામે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આકાશ માર્ગે તે વિચરે તે સામાન્ય કેવળી કહેવાય. એવું કોઈ કાળે બને છે, છતાં અનંતવાર એવું પણ બની ગયું છે. શાસ્ત્રમાં જેને સંહરણ કહે છે તે અપવાદ છોડીને પંચમ આરાના આ ક્ષેત્રે જન્મેલા જીવને આ કાળે કેવળજ્ઞાન ન થાય પણ આત્મજ્ઞાન ન હોય એમ નથી કહ્યું.
[તા. ૨૯-૯-૩૯]
અનંતકાળનો અજાણ્યો માર્ગ સસંગ અને સદ્ગુરુની સેવા વિના મળવો દુર્લભ છે. એ માટે જે સદ્ગમાં આત્મજ્ઞાન, અપૂર્વ વાણી વગેરે લક્ષણો છે એવા સપુરુષ લાયક જીવોને ઉપકારી થાય.
અહીં શિષ્ય શંકા કરી છે કે :- શાસ્ત્રમાં કહ્યું છે કે વર્તમાનમાં સ્વરૂપસ્થિત દશા, કેવળજ્ઞાનદશા નથી, એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ આ કાળમાં નથી, માટે પુરુષ ન હોઈ શકે તેનું સમાધાન :- વર્તમાનમાં પૂર્ણ મોક્ષ ન હોય તેથી એમ અર્થ નથી કે આ કાળે એકાવતારીપણું ન હોય, વર્તમાનમાં પણ સાધકસ્વભાવે પવિત્ર દશામાં વર્તતા સદ્ગુરુ હોઈ શકે છે. લોકો સવળો પુરુષાર્થ કરતા નથી અને કહે કે કાળલબ્ધિ પાકશે ત્યારે પુરુષાર્થ જાગશે, જ્ઞાનીએ દીઠું હશે તેમ થશે, એમ પુરુષાર્થહીન વાક્યો બોલનારને એમ પણ કહેવાય કે આ કાળમાં પણ મોક્ષ છે, મિથ્યાત્વથી મુકાયો તેને વર્તમાનમાં જ પરમાર્થે મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com