________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુણ્ય પૂજ્ય નથી પણ ગુણ પૂજ્ય છે, છતાં વાણીને ઉપકારી કહી છે. આત્માનું અનંત સામર્થ્ય સમજાવનાર સદ્ગના વાણીયોગ પાછળ રહેલ ભાવ તે લાયક જીવોને ઉપકારી થાય છે. તે માટે અત્રે વચન અતિશયવાળા સદ્ગનું વર્ણન કર્યું છે. વાણી દ્વારા ગુણનું ભાન થાય છે, તેથી તે ઉપકારમાં નિમિત્ત ઉપર ઉપચાર થાય છે. લાયક જીવો સ્વ-પરના ભેદવિજ્ઞાનથી જેમ છે તેમ વસ્તુસ્વરૂપને સમજે છે.
ધર્મદેશના (વાણી) કાને પડવી તે પુણ્યનો યોગ છે. માત્ર તેનાથી લાભ નથી પણ અંતરંગમાં વિચાર કરીને ભાવ સમજવાનો પ્રયત્ન કરે તો તેનાથી લાભ છે.
સંસારમાં રળવા (કમાવા) માટેની અથવા ખાવા-પીવાની ઈચ્છા કરતો હોય, તેને બદલે શ્રવણની જિજ્ઞાસા થઈ તો તેમાં નવું પુણ્ય-બંધાય છે, પણ ધર્મ ન થાય. પણ પોતાથી જ પોતાનો ઉપકાર થઈ શકે છે-એમ સમજે, નિર્ણય કરે અને સદ્ગઉપદેશની યથાર્થ વાણી દ્વારા પોતાના ગુણનું ગ્રહણ કરે એટલે કે પ્રસન્નચિત્તથી આત્માની વાત અંતરમાં બેસી જાય અને ધારણા વિના સહેજે અંતરમાં પ્રતીતિની હા આવી જાય તો અપૂર્વ વાણીનો લાભ તે સમજનાર મુમુક્ષુને થાય.
વળી પરમકૃત લક્ષણ પાંચમું કહ્યું તેમાં પર્શનો (સાંખ્ય, યોગ, બૌદ્ધ, મીમાંસક, ચાર્વાક અને જૈનદર્શન એ છયે દર્શનો) નું (મતવાદીનું) શું કહેવું છે, તેનાં એકાંત કથનોને જેમ છે તેમ જે જાણે છે, અનેક પક્ષનું હોવાપણું શાથી છે અને શું છે તેની પરીક્ષા વડે તે તે પક્ષોના જે જાણનાર છે, તે પ્રમાણિક ગુરુ છે. પણ માત્ર મુખપાઠ કરીને ઘણી પંડિતાઈ મેળવી હોય, છતાં અવિરોધ ન્યાયની ખબર નથી તથા આત્મતત્વનું અવિરોધપણું યથાર્થપણે જેમ છે તેમ જાણું નથી તે ગુરુ ન કહેવાય. આત્મજ્ઞાન વિના ઘણાં ન્યાયશાસ્ત્રો જાણ્યાં તે વૃથા છે.
જગતમાં ભલે ઘણા ધર્મો હોય, બધાની સરખામણી કરનાર હોય પણ જ્ઞાનીને તેનું પ્રયોજન નથી; તે તો સત્ય હોય છે તેને જ પોતાનું માને છે.
ઘણા કહે છે કે આપણે જ્ઞાનીની વાત સમજી ન શકીએ, આપણે નિર્ણય ન કરી શકીએ કે શું હશે? આપણે તો જે કરીએ છીએ તે કરો, એમ શંકા-ભ્રમણામાં પડ્યા હોય તે બીજાને શું સમજાવી શકે ? જ્ઞાનીનાં વચનો મુખપાઠ કર્યા હોય છતાં અંતરમાં નિઃસંદેહ ભૂમિકા વિના, સહજ આનંદદશા પ્રગટયા વિના; આત્મધર્મની યથાર્થ પ્રરૂપણા (ઉપદેશ) તે નહિ કહી શકે. પોતે જ શંકાસ્થાનમાં ઊભો હોય છતાં નિઃશંકપણું માને, મનાવે; પણ સ્વભાવના વેદન વિના, આત્મામાં પુરુષાર્થ વિના તે સ્વ-પરનો વિવેક સમજાવી શકે નહિ. પક્ષીને ઊડવાની શક્તિ પાંખમાં છે પણ તે પક્ષી રૂના ઢગલા ઉપર બેસીને ઊડી શકે નહિ કારણ કે જમીન કઠણ જોઈએ. તેમ આત્માની ભૂમિકા નિઃસંદેહ વજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com