________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
| [ ૬૭ કે વિકલ્પ પણ ન કરવો એટલે કે શુભાશુભ રાગની વૃત્તિમાં પણ જોડાવું નહિ, પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ અવિકારી સ્વરૂપથી કિંચિત્ ઓછાનું લક્ષ ન કરવું એટલે કે ઉપાધિભાવમાં ન સંતોષાવું–તે તેઓ બરાબર સમજેલા હતા, તેથી અંદરમાં અવિકારી પવિત્ર સહજ આનંદદશા થયેલી છતાં “મા તુષ મા રુષ' એવા બે શબ્દો ગુરુએ આપેલા તે પણ યાદ રહ્યા નહિ.
તેમની પાસે વાણીનો યોગ ન હતો, કે જેથી બીજાને આત્માનું અનેકાંત સ્વરૂપ સમજાવી શકે. તેમની પાસે એ જાતની વાણીનો ઉદય ન હતો, છતાં કોઈપણ વિપરીત તત્ત્વ કહે તો તે ન માને, કોઈપણ કર્મસંજોગમાં ક્ષોભ ન પામે, એવી પવિત્ર અને નિઃશંક સ્થિરતા અભિપ્રાયમાં હતી. તેને પણ પુરુષ કહેવાય.
એમ ન સમજવું કે સુંદર દેહ, સુંદર વાણી આદિ બહારથી પુણ્યપ્રકૃતિ સારી હોય તો જ જ્ઞાની કહેવાય, જ્ઞાની પાસે એવો યોગ પણ ન હોય. ઘડામાં દીવો પડ્યો હોય તો બીજા તેનો લાભ ન લઈ શકે પણ ગરબાને કાણાં હોય તો પાસે આવનાર દીવાનો લાભ લઈ શકે, તેમ જે સત્પરુષ જ્ઞાનીને વાણીનો યોગ હોય તેના નિમિત્તથી ઘણા આત્માર્થી જીવોને આત્મબોધનો ઉપકાર થાય તે માટે અપૂર્વ વાણીયોગવાળા સદ્ગુરુને લક્ષમાં લઈને અહીં કહેલ છે. વચનનો અતિશય તે પુણ્યયોગ છે. વાણી મધુરી હોય અને ભાષા શૈલી ક્રમબદ્ધ આવે તે પુણ્યપ્રકૃતિનું કારણ છે; તેમાં ઉત્કૃષ્ટ અતિશય જેમની વાણીમાં હોય તે અલૌકિક પુણ્યપ્રભાવ શ્રી તીર્થકર કેવળી ભગવાનને જ હોય. પણ તે પુણ્યનો પ્રભાવ આત્મગુણમાં ન ખતરાય (ગણાય).
સિંહ પાસે આવીને બેસે અને પુણ્ય તથા આયુષ્ય ન હોય તો નિર્દોષ સાધુને પણ ફાડી ખાય છે. માટે બહારથી પુણ્ય ઘણાં હોય એ ઉપરથી પરીક્ષા ન થાય પણ ગુણ ઉપરથી પરીક્ષા થાય, પોતાની પ્રજ્ઞાવિશેષથી સ્વપ્રત્યે પ્રભાવ આવ્યો તો તે પુરુષાર્થનું કારણ છે.
શ્રીગુરુના બોધને સમજનાર જીવને ઉપકાર થાય ત્યારે નિશ્ચયથી પોતાનો પુરુષાર્થ છે, વચનનો યોગ મળવો એ પૂર્વનું પ્રારબ્ધ છે.
જ્ઞાનીનો ઉપકાર માનનાર ઉપચારથી, પોતાના ગુણનું બહુમાન જ્ઞાની ઉપર નિક્ષેપે છે. “ એક હોય ત્રણકાળમાં, પરમારથનો પંથ,” જ્ઞાનીનો હેતુ આત્માને વિરોધ રહિત સમજવાનો છે, પુણ્યથી આત્મગુણ ન ઓળખાય.
પૂર્ણ જ્ઞાન થયું નથી અને જ્ઞાનમય દશા વર્તે છે, છતાં બહારથી પુણ્યકર્મનો યોગ કોઈ કોઈ જ્ઞાનીને ન દેખાય તો તે ઉપરથી કોઈ જ્ઞાનીનો અંતરથી પણ અનાદર ન થાય તે લક્ષ રાખવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com