________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અત્રે સગુનાં લક્ષણમાં પ્રથમ લક્ષણ આત્મજ્ઞાનીપણું અને બીજાં લક્ષણ સમદર્શિતા કહેલ છે. ત્રીજાં લક્ષણ પૂર્વકર્મના ઉદય મુજબ યોગનું વર્તવું તથા સહજ સ્વરૂપસ્થિતદશામાં આત્માનું સ્થિત રહેવું અને ચોથું લક્ષણ અપૂર્વ વાણી કહે છે.
- અજ્ઞાનીની વાણી કરતાં આત્માના જ્ઞાતા અને અક્રિય, નિર્મળ જ્ઞાનસ્વરૂપમાં રમણ કરનારા જ્ઞાનીની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે; માટે તેને અપૂર્વ કહી છે. અજ્ઞાનીની વાણીમાં પરભાવનું સ્થાપન હોય છે ત્યારે જ્ઞાનીની વાણીમાં અવિરોધ અનેક ન્યાય સહિત સ્યાદ્વાદ (સાપેક્ષપણું ) હોય છે, નિર્દોષપણું હોય છે. શ્રીમદે આ ગાથાનો અર્થ સમજાવતાં એક એવી કડી આપી છે કે
સ્વરૂપસ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ,
અપૂવેવાણી પરમશ્રત, સંગુરુ લક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે તેમની સ્થિતિ છે એટલે રાગાદિમાં વર્તન નથી; વિષય, કષાય, માન, અપમાનથી રહિત છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મના પ્રયોગથી વિચરે છે; બોલવાની, ચાલવાની, ખાવા-પીવાની પણ ઈચ્છા નથી. અંદરથી પ્રકૃતિના ઉદય સાથે જે વિકલ્પ આવે તેનો વિવેક છે, પૂર્વકર્મ અનુસાર તેમના દેહનું વર્તન થાય છે, પૂર્વકર્મના આવરણની નિર્જરા થવારૂપ સહજ પવિત્ર તેમની જ્ઞાનદશા છે.
અત્રે “સ્વરૂપસ્થિતદશા' કહી, તેથી સંપૂર્ણ સ્થિતદશા નથી પણ હજી સાધકસ્વભાવ છે, અર્થાત્ જ્ઞાનદશા કહી છે. ૧૩ મે ગુણસ્થાનકે સર્વજ્ઞ થયા પછી તો આત્માના ગુણને આવરણ કરનાર કોઈ ઘાતી કર્મ નથી છતાં ત્યાં દેહ છે અને વાણીયોગ કદાચ હોય છે પણ અત્રે અંશે અંશે સ્થિરતા કહી છે. વળી આ સદ્ગમાં ચારિત્રદશા છે, તેમાં ઈચ્છારહિતપણું છે અને માન, અપમાન, તૃષ્ણા, પરિગ્રહુ નથી, (અત્રે મુખ્યપણે છઠું ગુણસ્થાનક છે, ચોથી-પાંચમી ભૂમિકામાં સર્વવિરતિપણું નથી એટલે તેમાં મુખ્યપણે ઉપદેશકપણું નથી કહ્યું,) ઈચ્છા નથી તથા પૂર્વ પ્રારબ્ધ ઉદયને ખપાવવા માટે જ માત્ર જેમનું વિચરવું (આહાર, વિહાર) આદિ દેહના યોગ છે. વળી તેમની વાણીમાં અપૂર્વતા કહી છે તેનું કારણ એ છે કે:- પુણ્યના અતિશયવાળો વાણીયોગ જેમને નથી એ સદ્ગ ન કહેવાય એમ નહિ, પણ અહીં તો મુખ્યપણે ઉપદેશક ગુરુનાં લક્ષણ કહ્યાં છે.
અહીં એક દાંત છે કે :- શિવભૂતિ મુનિ હતા, તેમની પ્રજ્ઞા ઘણી મંદ હતી છતાં આત્મભાન પૂરેપૂરું હતું. તેમને ગુરુએ ઉપદેશ આપેલો કે “મા તુષ' (કોઈથી સંતોષાવું નહિ) “મા રુષ” (કોઈ પ્રત્યે દ્વેષ કરવો નહિ). ગુરુના એ ઉપદેશનો ભાવ એ હતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com