________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] ઊંધી દષ્ટિ છે. સાચું અને ખોટું ત્રિકાળમાં એક થઈ શકે નહિ. જેની બુદ્ધિ પક્ષપાતવાળી છે તેના શાસ્ત્રમાં, તેના કથનમાં દોષો હોય જ. પણ જ્ઞાની યથાર્થપણે નિર્બાધ ન્યાયથી વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણે છે અને કહે છે.
જ્ઞાની બેધડક સત્ય પ્રરૂપણા કરે છે, જગતને ન રુચે તેથી કાંઈ ઊંધી વાત ન કહે. તે, જ્ઞાનીને જ્ઞાની જ કહે અને અજ્ઞાની (દોષવાળા જીવો) ને દોષવાન કહે, કોઈ આત્માની નિંદા ન કરે પણ જેમ છે તેમ કહે, તેમાં કોઈને વિખવાદ થાય તેવું હોય તો કવચિત્ વખત જોઈને મૌન રહે. અસત્ય માન્યતા, કુતર્ક, કુદેવ, કુધર્મ, કુશાસ્ત્રને ખોટાં કહીને નિષેધ કરવા, તે જ્ઞાનીને દોષ
નથી.
કોઈ કહે છે કે દૃષ્ટિવિષ ગયા પછી બધું ય સરખું દેખાય, એ વાત ખોટી છે. જ્ઞાની સત્યઅસત્ય, ઝેર-અમૃત, પરભાવ-સ્વભાવ અકષાય અને કષાય એને સરખાં ન માને પણ જેવું છે તેવું માને, કહે, અસત્યનો નિષેધ કરે. કુલ્લાની સત્યને નહિ ઓળખવાના કારણે જ્ઞાનનો, સત્યનો નિષેધ કરે છે.
જે માર્ગે સંસાર ફળે તે માર્ગે મોક્ષ ન ફળે. જ્ઞાની આત્મધર્મોપદેશક સાચાનું સ્થાપન કરે અને ખોટી માન્યતા તથા ખોટી પ્રરૂપણાનો નિષેધ કરે, તેમાં અલ્પ કષાય દેખાય પણ તેમાં સાચા ન્યાયની પુષ્ટિ છે, તેમને વ્યક્તિનો દ્વેષ નથી, પણ તેઓ વીતરાગસ્વરૂપનું જેમ છે તેમ સ્થાપન કરે છે. અલ્પ કષાય હોવા છતાં નિર્જરા થાય છે અને લોકોત્તર પુણ્ય સહેજે બંધાઈ જાય છે.
ખોટા ન્યાયથી કોઈ વસ્તુધર્મ કહેતો હોય તો તેનો ન્યાયપ્રમાણથી નિષેધ કરવા માટે, ધર્માત્મા જ્ઞાની ઉપદેશક હોય કે ગૃહસ્થ હોય તેને કારણવશાત્ સાચો ન્યાય સમજાવતાં વેગ પણ આવી જાય છતાં તેમને અંતરંગમાં કોઈ પ્રત્યે દ્વેષ નથી. નિર્દોષ અને સાચા ધર્મનું સમર્થન કરતાં ધર્માત્મા પાછો ન ઠે. જે સાતમા ગુણસ્થાને તથા ઉપલી ભૂમિકાએ હોય તેને તેવું કાંઈ નથી હોતું. અહીં એમ કહેવું છે કે લોકો બાહ્ય પ્રવૃત્તિના યોગને માત્ર જુએ છે પણ અંતરંગ ગુણોની પરીક્ષા કરતા નથી એટલે સાચા સદગુરુની ઓળખાણ વિના રખડવું થયું છે; કદાચ પોતાની પાત્રતા વિના સત્પરુષ છે એમ ઓધે જાણ્યું તો પણ જ્ઞાની મળ્યાનો પોતાને લાભ ન થયો.
કોઈ જીવ સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની ધર્મસભામાં જઈને કોરો કે કોરો પાછો આવે, બહાર આવીને સાચાનો નકાર કરે અને કહે કે સર્વજ્ઞ આવા હોય નહિ, કારણ કે તેણે જે ધાર્યું હતું એવું એમનામાં ન દેખ્યું.
એમ જીવે પોતાની કલ્પનાથી સત્પરુષની તુલના કરી છે. પોતાનામાં યથાર્થ જાણપણું ન હોવાને લીધે સપુરુષનો નકાર કરવાની અજ્ઞાનબુદ્ધિ વિપરીતપણે વર્તે છે; અંતરમાં સનો ઉલ્લાસ-આદર થતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com