________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
[ ભગવાનશ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિબંધ રીતે આત્માનું સાચું લક્ષણ ગુગમે સમજવુંનિર્દોષ લક્ષણ તેને કહીએ કે જે પદાર્થમાં ત્રિકાળ અભિન્નપણે રહે, અન્ય દ્રવ્યથી જુદાઈ જણાવે અને લક્ષ્યને અભેદપણે ધારી રાખે. આત્મસ્વરૂપનું નિર્દોષ લક્ષણ સદ્ગુરુ પાસેથી જાણી શકાય છે, માટે સદ્ગનાં લક્ષણો આ દશમી ગાથામાં છે.
શાસ્ત્રમાં ત્રિકાળ અબાધિત વસ્તુ-પદાર્થનું અસાધારણ જાતિવાર લક્ષણ બતાવ્યું છે. જીવપદાર્થ અને અજીવપદાર્થ-એમ બે જાતના પદાર્થો છે.
જીવ એટલે આત્મા લક્ષ્ય છે અને ચેતના તેનું લક્ષણ છે. જીવે જેવી રીતે નિબંધપણું છે તેવી રીતે નથી જાણ્યું તેથી અનાદિથી રાગ, દ્વેષ અને મોહભાવમય અજ્ઞાનપણે પોતાને વિપરીત ગુણવાળો માન્યો છે, પણ તેને તે ભૂલની ખબર નથી. સાચા તત્ત્વસ્વરૂપને ભૂલીને વિપરીત લક્ષણ માન્યું હતું તે સદ્ગુરુ વડે સમજાયું, એમ પ્રથમ ગાથામાં આવ્યું.
- આત્માને જેમ ચેતનાલક્ષણથી બીજા સર્વ પદાર્થોથી જુદો પાડી શકાય છે તેમ સદ્ગુરુનાં લક્ષણ જાણવાથી તેમને ઓળખી શકાય છે, તેથી તેમનાં લક્ષણો આ ગાથામાં કહ્યાં છે. તેમાં પ્રથમ લક્ષણ આત્મજ્ઞાન કહ્યું છે. આત્મજ્ઞાન એટલે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન એટલે રાગ, દ્વેષ, ઈચ્છા, મમતા રહિત પોતાનું વસ્તુત્વ તથા સમસ્ત પદાર્થોનું જ્ઞાન જેમ છે તેમ યથાર્થ જાણવું, રાગ-દ્વેષ, હર્ષ-શોકને પોતાના ન જાણતાં પોતાના જ્ઞાનસ્વરૂપનો બોધ થવો તે છે. પ્રથમ પરૉયોમાં એકત્વપણું થતું હતું તેનાથી છૂટીને હર્ષ-શોક રહિત અરાગીપણે સ્વસ્વરૂપમાં સ્વસમ્મુખ થવું તે સમ્યજ્ઞાન
અજ્ઞાનભાવને ટાળી સુજ્ઞાનને અને પોતાના સહજ આનંદને ભોગવે છે, પરભાવની ઈચ્છા રહિત છે, તે જ્ઞાની પુરુષને સગુરુ કહેવામાં આવે છે, એ નિર્દોષ લક્ષણ છે.
પુણ્ય, પાપ, સંસાર, વિષયાદિમાં મમત્વ નથી, ઈચ્છા નથી, ક્ષોભ નથી, આત્મા રાગવૈષનો કર્તા નથી, હર્ષ-શોકનો ભોક્તા નથી એવું નિર્દોષપણું તે સમદર્શિતા છે. જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિત થયો, સ્વભાવમાં ટક્યો ત્યારે પરભાવ પ્રત્યે રાગરહિતપણું સહેજે થયું.
સમદર્શિતા એટલે એમ નથી કે ખોટાને ખોટું ન કહે, પણ સત્ય-અસત્યનો યથાર્થ વિવેક કરે. ખોટાનો નિષેધ કરે, હિત-અહિત બરાબર જાણે અને જેમ છે તેમ કહે તેમાં સમદર્શિતા છે, તેમાં રાગ-દ્વેષ નથી.
લોકો અનાદિ કાળથી જ્ઞાનનો વિરોધ કરતા આવ્યા છે; તેઓ ગમે તેમ કહે તેની જ્ઞાનીને પડી નથી. લોકો ઊંધા ન્યાય સાથે સાચા ન્યાયધર્મનો સમન્વય કરે છે તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com