________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
[૬૩ અન્ય જે રાગાદિભાવ, પુષ્ય, પાપ તથા દેહાદિની ક્રિયા તે સર્વનો તેમાં અભાવ થયો, સહેજે અનાદર થયો, સહજ સ્વતંત્ર જ્ઞાનગુણની અતિ એટલે જ પરભાવની નાસ્તિ.
આત્મા જ્ઞાનમૂર્તિ છે એવું ભાન થયું ત્યાં નિંદા-સ્તુતિ, શત્રુ-મિત્ર, હર્ષ-શોક, ઇષ્ટઅનિષ્ટના જે બે ભંગ પૂર્વે હતા તે ટળી ગયા. જ્યાં લગી પોતે પૂર્ણ વીતરાગ થયો નથી ત્યાં લગી વિનય-ભક્તિના કારણે ધર્માત્માના ગુણપ્રત્યે રાગ થઈ જાય છે, દેવ-ગુરુ-ધર્મનું બહુમાન આવે છે, છતાં માને છે કે મારું પૂર્ણ અરાગી સ્વરૂપ જ એક ઉપાદેય છે. આત્માની યથાર્થ શ્રદ્ધાના જ્ઞાન સહિત જે સમભાવ છે તે જ વાસ્તવિક સમભાવ છે. આત્મભાન વિના મનદ્વારા અનંત વાર કષાયની મંદતા, શુભભાવરૂપ ઘણો સમભાવ રાખ્યો છે, વ્રત, તપ, ક્રિયા, યોગ, સમાધિ, ચારિત્ર, બધુંય બીજાં કર્યું છે. તે સંબંધમાં શ્રીમદે કાવ્ય કહ્યું છે કે
“યમ, નિયમ, સંજમ, આપ ડ્યિો, પુનિ ત્યાગ વિરાગ અથાય લહ્યો; વનવાસ લિયો, મુખ મૌન રહ્યો,
દેઢ આસન પદ્મ લગાય દિયો.” મૌનપણું આદિ બધું કર્યું પણ જે પોતાનું સહજ સ્વરૂપ છે તેનું ભાન ન કર્યું એમ કહી ગુરુગમનું માહાભ્ય જણાવ્યું છે.
સદ્ગર ખરેખર આત્માર્થી જીવોના હૃદયકમળનો વિકાસ કરવામાં સૂર્યસમાન છે. આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, વિષય, માન, કામના, પૂજાદિ ઈચ્છાથી જેઓ રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા મન, વચન, કાયાના યોગે અને પૂર્વકર્મના ઉદય મુજબ જેમનું વિચરવું છે. આહાર-પાન આદિ ક્રિયા બહારથી દેખાય છે, પણ અંતરંગમાં જેમને ઈચ્છા નથીમમતા નથી તેમની અપૂર્વ વાણી મુમુક્ષુ આત્માને ટચ કરે છે, તેમની અપૂર્વ દેશના ભવ્ય આત્માને સમજાવી શકે. અહીં વાણીયોગવાળા સદ્ગની વ્યાખ્યા કરી છે, તેથી જે જ્ઞાની પાસે વાણીયોગ ન હોય તે ધર્માત્માને અન્યાય નથી. અહીં અપૂર્વવાણીવાળા સદ્ગની મુખ્યપણે વાત કરી છે કે જેમની વાણી અજ્ઞાનીની વાણી કરતાં સ્પષ્ટ જુદી પડે છે. જે ભાવે રખડવું થાય એવા ઊંધા ભાવવાળી વાણી કરતાં ભવથી મુક્ત કરાવવાવાળા પરમ પ્રભાવક પુરુષની વાણી કોઈ ઓર હોય છે.
- નવમી ગાથામાં એમ કહેલ કે પોતાનું આત્મસ્વરૂપ શું છે, તેનાં શું શું લક્ષણ છે, તે સમજવા માટે મતાગ્રહ અને માન છોડીને સદ્ગુરુના શરણને સેવે તે પરમાર્થને પામે. અનાદિથી બાહ્ય લક્ષણ, પરભાવના ભેળસેળવાળા લક્ષણથી આત્માને અજ્ઞાનરૂપ માન્યો છે એટલે જેમ છે તેમ નિજસ્વરૂપ જાણ્યું નથી, તેથી પરદ્રવ્યો, પરભાવોથી ભિન્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com