________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જોઈએ. એ સમજ્યા વિના ભવનો અંત ન આવે. એ અપૂર્વ ભાવ મારામાં છે પણ તે પ્રાપ્ત કરવાની વિધિ, જ્ઞાનકળાની મને કંઈ ખબર નથી, એ કબૂલાત રાખીને પક્ષનો આગ્રહ છોડીને સદ્ગુરુને શરણે જવું. ૯
ત્યારે એ પ્રશ્ન થશે કે સગુરુ કોને કહેવા? તેની પ્રામાણિકતાનાં નિર્દોષ લક્ષણ શું તે હવે કહે છે :
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ,
અપૂર્વવાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. ૧૦. પ્રથમ ટૂકડો વિશેષ ઉત્તમ કહ્યો છે કે જેમનામાં પરમ અધ્યાત્મદશા પ્રત્યક્ષ છે તે પરમ ઉપકારી છે. પણ જેને આત્મજ્ઞાન નથી તે બીજાને શું સમજાવી શકે? આ તો અરૂપી અતીન્દ્રિય લોકોત્તર માર્ગ છે. આત્મા અનંત આનંદની ખાણ, બેહદ સુખસ્વરૂપ છે એમ જેણે જાણ્યું અને વૈધું નથી તેવા અંધ બીજાને કેમ દોરી શકે? એટલે કહ્યું છે કે આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે અને શુભ, અશુભ રાગ, દ્વેષ, મમતા, પરિગ્રહાદિ પરભાવની ઈચ્છાથી જે રહિત છે, પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, દેહાદિની પ્રતિકૂળતા, અનુકૂળતા પ્રત્યે જેને સમભાવ વર્તે છે તેમને અંતરના સ્વભાવથી અંદરમાં પવિત્ર, નિર્દોષ જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. સદાય આત્મજ્ઞાનમાં નિર્દોષ આનંદમાં વર્તે છે તે પ્રથમ લક્ષણ છે.
શાસ્ત્રનું અમુક જાતનું આટલું જ્ઞાન હોવું જોઈએ, આટલું ભણ્યો હોવો જોઈએ, આટલી ઉમ્મર હોવી જોઈએ, અને આટલી ક્રિયાવાળો, આટલા પુણ્યવાળો હોય એનાથી આત્મધર્મ ઊઘડે એમ ન કહ્યું; પણ જ્ઞાનસ્વરૂપ સમજણતત્ત્વ જે અસહાય સ્વાધીન જ્ઞાતા છે તે પૂર્ણ જ્ઞાનસ્વરૂપની સમજણ, જે શક્તિરૂપે છે તેનું ભાન થતાં આત્મા જેવો છે તેવો સમજાય છે; તે સમજાવનાર આત્મજ્ઞાની છે એમ કહ્યું.
પૂર્વે અજ્ઞાન વડે પરભાવોથી–પરનિમિત્તથી કલ્યાણ થશે એમ માન્યું હતું. જે ભવહેતુ થતું હતું. તેવા અજ્ઞાનને સગુરુ આજ્ઞાવડે ક્ષણમાત્રમાં ટાળીને સ્વાધીન આત્મજ્ઞાનદશા પ્રગટાવી શકાય છે. પરનિમિત્તથી જ્ઞાન થયું એમ નથી, પણ દીવાવડ દીવો પ્રગટે એ ન્યાયે આત્મા પોતાના પ્રગટ પુરુષાર્થ વડે અને જ્ઞાનીના નિમિત્તે આત્મજ્ઞાન પોતે પ્રગટાવે છે; આમાં કોઈ પક્ષ ન આવ્યો કે અમુકથી પ્રગટે, પણ સદ્ગઆજ્ઞા ઓળખીને, પૂર્ણ અખંડપદ, સર્વજ્ઞ પરમાત્મા, વીતરાગસ્વરૂપ દેવ, ગુરુ, ધર્મ છે તેનું યથાર્થ સ્વરૂપ જે જાણે છે, તે પોતાનું સ્વરૂપ જાણે છે; એટલે ત્યાં શુભાશુભ ક્રિયા, રાગ-દ્વેષ, હર્ષ-શોક, શાતા-અશાતા એ બધા વિભાવોની નાતિ છે, એવો શાનીનો મહિમા છે. આત્મજ્ઞાનની પવિત્ર દશાની જ્યાં પ્રાપ્તિ છે ત્યાં પરભાવની, પરાધીનતાની નાસ્તિ છે એટલે કે નકાર છે. હું પરથી જાદો પૂર્ણ આનંદસ્વરૂપ કૃતકૃત્ય છું, અતીન્દ્રિય જ્ઞાતા છું-એમ નિશ્ચય કરતાં, તેના સિવાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com