________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[ ૬૧ આત્મસિદ્ધિશાસ્ત્રની પહેલી ગાથા અને નવમી ગાથા ઘણાંએ વાંચી હશે, પણ અંદર ગંભીર મહાન વિશાળ ભાવાર્થ સમાયેલો છે તેનો વિચાર, મનન કરવા માટે પ્રયત્ન કદી કર્યો છે? જ્ઞાની પુરુષોએ જે કાંઈ કહ્યું છે, તે હિતનું કહ્યું છે.
જગતના બધા ભાવો જેમણે જાણ્યા-દેખ્યા છે એવા જે તીર્થંકર ભગવાન છે તેમણે આમ કહ્યું છે કે હે ભવ્ય જીવો! અત્યાર સુધી સત્પરુષો જે રીતે આત્મસ્વરૂપ કહેવા માગે છે તે આત્માની સચિ વડે અર્પણતાથી સાંભળ્યું નથી. આનંદસ્વરૂપ આત્મા શું છે, તે વાત તમે પૂર્વે અનંત કાળમાં સાંભળી નથી. ધર્માત્મા જ્ઞાનીનું જે કહેવું છે તેને અનુસરીને, તેમની આજ્ઞાને અનુસરીને આત્માનાં હિત અને સ્વાધીનતાની પ્રમાણિક વાત તમે સાંભળી નથી.
કદાચિત્ આત્માની વાત કહેનાર જ્ઞાની પુરુષ મળ્યા અને તે વાત કાને પડી, પણ તે વાતને યથાપ્રકારે સમજીને પ્રતીતિ કરી નથી, આદરી નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે :- કેવળી આગળ રહી ગયો કોરો.
સર્વજ્ઞ ભગવંતોએ, જ્ઞાની પુરુષોએ, જે મૂળ ભાવ અને આશયથી આત્માની વાત કહી છે તે ભાવ અને આશયથી તમે તે જાણી નથી, સાંભળી નથી; વિરોધ કે પક્ષપાત ટાળીને પ્રતીત કરી નથી, તથા તે અપૂર્વ ભાવનો આદર આવ્યો નથી.
લાયક જીવ જ્ઞાનીની આજ્ઞા ઉપાસે છે, તેને જ્ઞાની મુનિઓએ સામાયિક કહી છે, આ આત્માનું સ્વરૂપ તે સામાયિક છે. સમ=આત્મા અવિકારી છે, પુણ્ય-પાપ રહિત છે, તે સમતાસ્વરૂપ પૂર્વે જાણ્યું નહોતું તે સદ્ગઆજ્ઞાની ઉપાસના વડે આત્માને ઓળખી બધા વિરોધ ટાળીને એ આજ્ઞામાં-જ્ઞાનમાં, અય=જવું, એટલે કે આત્મામાં એકત્વપણે સમાઈ જવું એવો પરમ ગંભીર અર્થ સંક્ષેપમાં થાય છે.
જેણે આત્મા જાણો તેણે સર્વ જાણું. ત્રણે લોકના ત્રિકાળ ભાવો આત્માના યથાર્થ ભાનમાં, સહજસ્વરૂપી જ્ઞાયકના સામર્થ્યમાં જણાઈ જાય છે, અને પરમ સંતોષ પ્રગટે છે. - સૌરાષ્ટ્રમાં સાચું અધ્યાત્મ શું? તેને યથાર્થ સમજાવનાર કોઈ હોય તો વર્તમાનકાળમાં શ્રીમદ્ રાજચંદ્ર હતા.
વાડા કે સંપ્રદાયનો પક્ષપાત મૂકી દઈને મધ્યસ્થપણે સરલતાથી કોઈ વિચારશે તો તેમાં વિરોધ નહિ દેખાય. વળી તેમને જ્ઞાની કહેવામાં બીજા જ્ઞાની હોય તો, તેનો નિષેધ નથી. શ્રીમતું વિશાળ હૃદય અને ઉજ્જવળ અંત:કરણ સમજનાર પાત્રતા કેળવવી પડશે.
ધીરજથી સાંભળવા માગે, સાચી જિજ્ઞાસા વધારે અને પક્ષપાતનો ત્યાગ કરે તો અનંત કાળથી રખડવું પડયું તેનું કારણ શું, તે સમજાય તેમ છે. જે ભાવે આત્માનું વિસ્મરણ થયું છે તેનાથી વિલક્ષણ (અપૂર્વ ) નિર્દોષ એવો ભાવ કંઈ મોંઘો દુર્લભ હોવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com