________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મળી આવે છે; પોતાની શુદ્ધતા પ્રગટ કરવામાં પોતાની સહજ શક્તિ દરેક ક્ષણે શક્તિરૂપે હયાત છે; પોતાનું મોક્ષસ્વરૂપ સમજવાની તીવ્ર જિજ્ઞાસા થતાં સદ્ગનો વિનય જાગે છે અને સગુણ મળે છે.
પોતે પોતાને પોતાના આત્માવડે સમજ્યો છે છતાં નમ્રતાથી વિનયવંતપણે સ્વતંત્ર રહીને કહે છે કે “સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.” સમજ્યો તો પોતાની પાત્રતાથી; તેમાં નિમિત્તકારણ સદ્ગુરુ તે પદ સમજાવનાર છે. એમાં પોતાનો પુરુષાર્થ વિનયવાળો છે, સ્વચ્છંદી નથી; એ રીતે પોતાની સહજ સ્વતંત્ર શક્તિથી પોતે પોતાની પાત્રતા પામ્યો છતાં સદ્દગુરુનું બહુમાન કરે છે. એ જ સત્પાત્રતાની નિશાની છે.
આ પરમ પદ નહિ પામવાનાં કારણો આગળ બતાવ્યાં છે. બાહ્યક્રિયા અને મોહથી ઉત્પન્ન થતો શુભભાવ પણ વિકાર છે નિજગુણ નથી, છતાં તેને કોઈ સાધન માને છે. પુણ્યાદિ બંધભાવ આત્માને લાભ કરનાર નથી; તેમાં સુખની માન્યતાવાળા કોઈ ક્રિયાજડ અને સ્વેચ્છાચારી, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને બદલે રાગાદિ કષાયની ઉપાસના કરે છે. વળી એનાથી વિપરીત શુષ્કજ્ઞાની શાસ્ત્રના શબ્દો મન વડે ધારી રાખે છે; કષાય, પ્રમાદ અને રાગાદિ આસક્તિનો ઘટાડો કરતા નથી, એવા સ્વચ્છેદી પોતે મોક્ષમાર્ગમાં હોય એમ માને છે. તેનો પણ અહીં નિષેધ કર્યો છે. અત્રે શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુની આજ્ઞા આરાધવા ખાસ ભાર દઈને એમ કહ્યું છે કે મોક્ષમાર્ગનું રહસ્ય જ્ઞાનીની આજ્ઞામાં જ સમાયેલું છેઃ
દરેક આત્મા પૂર્ણ પવિત્ર, અસંગ અને સર્વજ્ઞસ્વભાવમાં શક્તિથી ટકેલો છે. સર્વજ્ઞપ્રભુ ત્રિકાળજ્ઞાની ભગવાને આત્મા જે સ્વભાવે છે તે જાણીને જે આજ્ઞા કરી છે તે આજ્ઞામાં મારો ધર્મ છે, તે પ્રધાન કથન છે, વીતરાગની આજ્ઞા એ મારો ધર્મ છે, એ જ તપ છે. આ લોકમાં અનંત જ્ઞાનીઓએ સમ્મત કરેલો ન્યાય એ સર્વજ્ઞ તીર્થંકરદેવનું અપૂર્વ ભાવવચન છે. જીવ પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વિના અનાદિ કાળથી સ્વચ્છંદ અને માન વડે રખડે છે; માટે જેણે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યું છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા શું છે, તે જાણી તેનો આશ્રય કરવો એ જ હિતનો માર્ગ છે. ત્યારે ભગવાન વીતરાગની આજ્ઞા શું છે તે જાણવું પડશે, પરીક્ષા કરવી પડશે, કારણ કે ઘણા કહે છે કે અમે સર્વજ્ઞભગવાનની આજ્ઞા કહીએ છીએ, એની જ ઉપાસના કરીએ છીએ, માટે અમારી માન્યતા ત ખરી છે. સાચી પરીક્ષાવડે સાચા સદ્ગરને ઓળખવાની ભગવાનની સાચી આજ્ઞા સમજાય છે. તેથી શ્રીમદ્ કહે છે કે :-“કોઈ એક સપુરુષને શોધો અને તેમની ગમે તે આજ્ઞામાં અર્પાઈ જાઓ, તેમને શિરસાવંધે માનો, આદર કરો. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો.” એટલે કે તેને જ્ઞાનીના સત્સંગ વિના ગમશે નહિ, અને મોક્ષસ્વરૂપ સમજ્યો એટલે કોઈને પૂછવા નહીં જવું પડે, સ્વસ્વરૂપમાં શંકા નહીં પડે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com