________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૫૯ બાર બાર માસની મહેનત સફળ થવા ન દીધી. અર્થાત્ તે દશાથી માન ન છૂટયું અને જ્યારે તે માન ટળ્યું ત્યારે કાર્ય સફળ થયું.
આખો આત્મધર્મ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ શાસ્ત્રોમાં વારંવાર કહ્યું છે.
[ તા. ૨૭-૯-૩૯ (શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિર, રાજકોટ-આજે શ્રી ગાંધીજી આવ્યા હતા.) ૯ મી ગાથા ચાલુ-].
જે કારણોથી આત્મજ્ઞાન પામી શકાય છે તેનાથી વિપરીત કારણોથી સંસારમાં રખડવું થાય છે ત્યારે સાચું સાધન શું? તે સમજવા માટે તેની પ્રાપ્તિ માટે આ ગાથા કહી છે.
પોતાના માનેલા સ્વચ્છંદનો અભિપ્રાય, માન અને મતનો ત્યાગ કરવા કહ્યું છે. પોતાનું સ્વરૂપ સમજ્યા વિના જીવ અનાદિથી અનંત દુઃખ ભોગવે છે,–તેથી આ શાસ્ત્રના પહેલા પદમાં જ કહ્યું છે કે - “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.” આત્મા અનાદિ-અનંત છે તે સમજ્યા વિનાની આત્માની અનાદિની અવસ્થા છે, તેમાં અનંત દુઃખ છે, મેં પૂર્વે અનંત દુઃખ ભોગવ્યાં. એ દુઃખ દોષ મારો સ્વભાવ નથી એમ જાણીને જે પોતાના સુખસ્વરૂપને સદ્ગમાહાભ્યથી સમજ્યો તે કહે છે કે “સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” એ ગાથાને અને આ નવમી ગાથાને સંબંધ છે. સ્વરૂપ સમજ્યા વિના દુઃખદશા પામ્યો એટલે કે વિકારી દશામાં, અજ્ઞાનદશામાં અનંત દુઃખ પામ્યો. તે દુઃખરહિત સુખસ્વરૂપ સદ્ગુરુએ સમજાવ્યું, એટલે કે હું સદ્ગુરુ વડે સમજી શક્યો એ કબૂલાત આવી. મારું સ્વરૂપ મારાથી ન સમજાય એમ ન આવ્યું; કારણ કે જો મારાથી ન સમજી શકાય એવું મારું તત્ત્વ હોય તો હું કદી ન સમજી શકું; પણ અહીં પહેલા જ પદે જણાવ્યું છે કે મારી અણસમજણના કારણે અનંત દુઃખ પામ્યો. તે ભૂલ ટાળવામાં ઉપાદાન મારી જિજ્ઞાસા અને નિમિત્ત સદ્ગુરુ થયા.
કોઈ પણ કાર્યમાં બે કારણો હોય. (૧) મૂળ કારણ ( ઉપાદાન), (૨) સહાયક કારણ (નિમિત્ત). અનંતકાળથી નહિ સમજાએલું તે સમજનારો સ્વાધીન હું અને ઉપકારી ગુરુ પણ મેં માન્યા; એટલે અનંત કાળમાં પોતાને નહિ સમજવાના મૂળ કારણમાં પણ હું પોતે અને નહિ સમજવાના નિમિત્તકારણમાં કુગુરુનો સંગ,-એમ નહિ સમજવાનાં એ બે કારણો છે; અને સમજ્યો તેનાં બે કારણો આગળ કહેવાઈ ગયાં. એમાં સદ્ગુરુનું માહાભ્ય મુખ્યપણે છે.
હું અનંતકાળથી મારું શાશ્વત સુખપદ ન સમજી શક્યો-એમ સમજનારને અપૂર્વ તત્ત્વ સમજવું છે, તે સમજવાની પોતાની પાત્રતા જોઈશે, તે પાત્રતા હોય તેને પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાના ઉપાદાન પ્રમાણે, પોતાના પુરુષાર્થ મુજબ, બહારના સહકારી કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com