________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા શ્રીમદ્ પોતે પણ એક પત્રમાં લખે છે કે:- સત્સમાગમની આ કાળે દુર્લભતા છે, એ આત્મનિવેદન–અંતરની પ્રેરણા કોને કહીએ? ધર્માત્મા ક્યારે મળે કે જેમને અમે હૃદયની વાતો કરીએ? આ કાળે સાચી વાત અને તત્ત્વ શું છે તેને સમજનારા, સાંભળનારા કોઈ ન મળે પણ તમ જેવા માર્ગઈચ્છક પ્રત્યે અંતરની લાગણી ઠરે છે. અમને સપુરુષનો વિરહ ખૂબ સાલે છે. સદ્ગનો નિત્ય વિચાર કરતાં, સ્વવિચારમાં પ્રેરાતાં, સર્વ વિચારની પ્રેરણાના બળ વડે જેમ તેમ કરીને માર્ગ કાપીએ છીએ પણ પ્રત્યક્ષ સત્પુરુષના યોગ હોત તો અમને આટલો પરિશ્રમ ન હોત. એમ જ્ઞાની પુરુષો પણ સત્સમાગમની ભાવના ભાવે છે તો પછી જેને પ્રાપ્તિ નથી તે સત્સમાગમ અને સદ્ગુરુની ઉપેક્ષા કેમ કરી શકે? જેણે સ્વછંદ ત્યાગીને સદ્ગુરુ આગળ પોતાનાં માન અને મત મૂક્યાં નથી તે ધર્મ પામી શકે નહિ.
જ્યાં આગળ સાચા ધર્માત્માની ઉપેક્ષા વર્તે છે ત્યાં આગળ અહંકાર વર્તે છે કે અમે જાણીએ છીએ વગેરે. જેને પોતાના આત્માનું લક્ષ થયું છે તે સ્વવિચાર પામીને જ્ઞાનીનો અતિ આદર કરે છે, જેને ધર્માત્મા પ્રત્યે બહુમાન છે તેને પોતાનો વિનય છે; તેથી સસ્વભાવને સમજવાની પ્રેરણા થાય છે.
માન છે તે આત્માના ખરા ગુણનો ઘાત કરનાર છે. ધર્માત્મામાં એવો નિયમ છે કે જે પ્રથમ ધર્મ પામ્યો હોય, અંતરમાં પરમ પવિત્ર દશા જેની ઊઘડી છે તેવા પ્રથમ દીક્ષિતને નવા દીક્ષાધારી મુનિએ નમન કરવું જોઈએ. લાકડાંનો વેચનાર કઠિયારો હોય છતાં આત્મજ્ઞાનમાં મસ્ત મુનિ થઈ શકે છે. આત્મજ્ઞાનની સ્થિરતામાં અડોલ પરમ પવિત્ર દશામાં સ્થિત એવા મુનિને (પૂર્વે ભલે ગમે તેવા હો તોપણ) મોટા ચક્રવર્તી પણ નમક કરે. જો જરાપણ માન લાવે તો તે ચક્રવર્તી ધર્માત્મા નથી. ભરત ચક્રવર્તી રાજા જ્યારે સર્વજ્ઞ ભગવાનને વંદન કરવા જાય છે, ત્યારે બધાને રસ્તામાં ખબર આપે છે કે – મને કોઈ રાજા તરીકે વંદન કરશો નહિ. (એવું નિર્માનીપણું હોય છે.) બાહુબલીજી ઘણા ગુણવંત મહાતપસ્વી હતા, બાર માસ સુધી એક જ સ્થળે આહાર વગર ધ્યાનમાં ઊભા હતા, વેલડીએ વીંટાયા હતા, બધા ગુણની યોગ્યતા છતાં એક નજીવી બાબતમાં માન રહી જતાં કેવળજ્ઞાન અટકયું હતું. એમ માનના કારણે આત્મગુણનો વિકાસ અટકયો હતો. જરા માન ખસ્યું કે ચૈતન્યભગવાનની પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાનદશા પ્રગટ થઈ. જે કાર્ય બાર માસમાં એક અંશ પણ ન થયું, તે માન જતાં ક્ષણમાત્રમાં જ થયું. પૂર્ણ
સ્વરૂપનો વિકાસ થઈ, આત્માની પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાનદશા, પૂર્ણ વીતરાગતા પ્રગટી; એમ માનરહિત થવાનો મહિમા છે. એક માનને કારણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય અટકી રહ્યું હતું. જ્યારે પોતાને એ માનદોષનું ભાન થયું તથા તે દોષને ટાળ્યો ત્યારે કેવળજ્ઞાન થયું. બાર મહિના નિરતિચાર પણે, એક લક્ષે એક આસને, અભેદ આત્મવિચારમાં રહેનારા એવા મહાન પુરુષને એક અલ્પ માને તેમની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com