________________
[ ૫૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
વળી રાગ, દ્વેષ, અજ્ઞાનના ભાવે રાગાદિ અધ્યવસાનના કારણે કર્મબંધન મેં કર્યું છે; તેવી પ્રવૃત્તિ મેં મારી જાતે કરી, કરાવી, અનુમોદી, એમાં અનંતકાળથી હું છું અને જગતમાં બંધભાવે વિશાળ ક્ષેત્રો મેં સેવ્યાં; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવ એ પાંચ પ્રકારના પરાવર્તનરૂપ સંસારમાં શુભ-અશુભ ભાવે પરિભ્રમણ કર્યું એમ જેણે જાણ્યું અને પૂર્વજન્મ અને સુખ-દુઃખના કારણો જેણે જાણ્યાં, વળી દેહાદિ તથા રાગાદિ સર્વ ઉપાધિથી રહિત અકિય જ્ઞાનઘન છું, એમ જ્ઞાનમાં સાચો નિર્ણય જે વિચારવાન જીવે કર્યો અને જેણે પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી જેમ છે તેમ વસ્તુતત્ત્વનું જ્ઞાન કર્યું તે સમ્યગ્દષ્ટિ છે.
તે જ્ઞાન શા કારણથી થાય? તેનો ઉત્તર :- ૧. જ્ઞાની પાસેથી અપૂર્ણપણે સાચા ઉપદેશના ગ્રહણ-ધારણથી, ૨. તેવા જાતિસ્મરણ જ્ઞાનથી, ૩. સત્સમાગમથી કે ૪. યથાર્થ વિચારથી, પૂર્વભવે સત્સમાગમ વડે સદ્ગુરુનો આશ્રય કરેલો હોય છે તે પવિત્ર સંસ્કારની જાગૃતિથી વર્તમાન સમજણમાં પૂર્વભવોના સંસ્કારની સંધિ મેળવીને વિચારશ્રેણીમાં સ્થિર થતાં આત્માનું ભાન થાય છે. દૃષ્ટાંત-મૃગાપુત્ર મહેલના ઝરૂખામાં ઊભા હતા, ત્યાંથી તેમણે મુનિને જોયા. વિચાર આવ્યો કે અહો ! આવું રૂપ મેં ક્યાંય ભાળ્યું છે, જાણે મારા હૃદયની વાત હોય નહિ! મારા પરિચયની વાત હોવી જોઈએ ! હા, હું પણ પૂર્વે સંતમુનિઓના પવિત્ર સમૂહમાં હતો, મુનિ હતો એમ જાતિસ્મરણ થતાં આત્મજ્ઞાન થયું.
સત્સમાગમથી અથવા કોઈ યુગપ્રધાન પુરુષ કે તીર્થકર ભગવાનની ધર્મસભામાંથી પાત્રતા વડે અનેક જીવ સમ્બોધ પામે છે.
પૂર્વભવમાં સંતચરણનો આશ્રય કરેલો તેના સંસ્કારની જાગૃતિથી પોતાને જાતિઅનુભવ થાય. એ ત્રણ કારણ સિવાય અન્ય કોઈ કારણથી કોઈને આત્મજ્ઞાન ન થાય, તેમાં સદ્ગુરુનું જ માહાભ્ય છે.
જેને જાતિસ્મરણથી કે પોતાની જાગૃતિથી જ્ઞાન થયું તેમાં શ્રીગુરુના આશ્રયનો નકાર નથી.
આત્માનો અવિરોધ મહાધર્મ જેમ છે તેમ સર્વજ્ઞની આજ્ઞા સહિત સાચા આત્મધર્મને સન્મુખ કરી, સાચા સદ્ગુરુના અભિપ્રાયે જે વર્તનારા છે તે સંસારરૂપી મોટો દરિયો તરી જાય છે. તેથી એમ ન થયું કે આત્મજ્ઞાની સગુરુ વિના કુગુરુથી પણ મોક્ષ થાય.
ધર્મજિજ્ઞાસુ જીવ વિચાર કરે છે કે ક્યારે મને મારો સત્ સ્નેહી મળશે? જેમ ભયંકર રોગવાળાને વૈદ્ય વિના ચેન પડે નહિ, તેમ અમને સંતોના સમાગમ વિના ક્ષણ પણ ગમતું નથી. એ સંતોના, કેવળી ભગવાનના આ વર્તમાન કાળે વિરહ પડયા. એ સત્પરુષો વિના અમને પર (બીજાનો ) સંગ ગમતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com