________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે, પણ તેનો અર્થ એમ નથી થતો કે કુગુરુથી કોઈ બૂઝયા અથવા સદ્ગુરુની આજ્ઞાથી જીવોનું કલ્યાણ થતું નથી, અગર તેને પૂર્વે સદ્ગુરુનો જોગ ન હતો. તેનો અર્થ એટલો છે કે વર્તમાનમાં તેમને સદ્ગુરુનો જોગ નથી, તે જીવો આત્મજ્ઞાન પામીને મોક્ષ ગયા, એટલે એમ નથી કે તેઓ સ્વચ્છંદે ધર્મ પામ્યા છે. તે ધર્માત્માઓએ પૂર્વે સદ્ગુરુની સેવા-આજ્ઞા ઉપાસેલી જ છે. તેથી આ ભવે વર્તમાનમાં સદ્ગુરુ મળ્યા નથી તોપણ પૂર્વ ભવે સત્પુરુષને ઓળખીને સત્તમાગમે પોતાના (સ્વ) તરફનું તે જીવોએ વલણ કર્યું છે; આત્મા અક્રિય, જ્ઞાતા, અવિનાશી પવિત્ર છે એવો સ્વાત્મબોધ તો તેમને થયેલો પણ પુરુષાર્થની મંદતાથી એ ભવે કેવળજ્ઞાન ન પામ્યા. આત્મજ્ઞાન પામ્યા તેમાં એમ ન આવ્યું કે તેમણે ગુરુઆજ્ઞાની પ્રતીત નથી કરી. તેઓ પણ પોતાના ગુણના બહુમાન અર્થે સદ્ગુરુનું માહાત્મ્ય સન્મુખ રાખે છે.
વળી કેટલાક કેવળજ્ઞાની અને સર્વ તીર્થંકરો આ ભવમાં પોતાની મેળે બૂઝયા તે પૂર્વના બળવાન સંસ્કારની સિદ્ધિ છે, તે પોતાની મેળે આ ભવે બૂઝયા તેથી સ્વયંબુદ્ધ કહેવાય છે; તેથી એમ ન સમજવું કે સદ્ગુરુથી ધર્મનો લાભ ન મળે, અથવા તેઓએ પૂર્વે કોઈ ભવે સદ્ગુરુ નો સમાગમ નથી કર્યો. કેટલાક તીર્થંકરો તો તેમના પૂર્વે ભવમાં સાક્ષાત્ સર્વજ્ઞ વીતરાગ ભગવાન પાસે ધર્મસભામાં ક્ષાયિક સમકિતરૂપ આત્મબોધ પામ્યા હોય છે; તેથી એમ જાણવું કે બધાય ધર્માત્મા સદ્ગુરુનું બહુમાન કરે છે. પોતાના આત્માનું બહુમાન થતાં સદ્ગુરુ, સદ્ધર્મનું બહુમાન થયા વિના રહે નહિ.
જે સદ્ગુરુની સેવા, શ૨ણ અને આશ્રયનો નિષેધ કરે છે તેને સમ્યગ્દર્શન નથી. દેવ, ગુરુ, ધર્મ વીતરાગ છે માટે તે જે સ્વરૂપે છે તેથી યથાર્થ શ્રદ્ધા વિના સમ્યક્ત્વ સંભવતું નથી.
જો અસદ્ગુરુ કે અસત્ સમાગમથી કલ્યાણ થતું હોય તો રાગ, દ્વેષ અજ્ઞાનથી કલ્યાણ થાય, માટે આ સિદ્ધાંત વિચારવા યોગ્ય છે. વળી ગાદી અને વેશને નમવું, એમ માનનારા પણ ઓળખ વિના પોતે પોતાનું અનંત અજ્ઞાન સેવે છે. તેઓ ભક્તિ કરે તો પણ તે જ્ઞાનીની ભક્તિ નથી, પણ રાગની ભક્તિ છે. આવી અનેક ભૂલો ટાળવા, માટે સદ્ગુરુનો સંગ, સત્સમાગમથી જ કલ્યાણ થાય છે એમ ઉપદેશ છે.
હું અન્ય ક્ષેત્રથી આ ક્ષેત્રે ક્યા કારણથી આવ્યો ? માતાની કુખમાં ક્યા કા૨ણે આવવું થયું? હું કોઈ અન્ય ક્ષેત્રે પૂર્વે હતો તો ત્યાં પણ કર્મબંધના આવરણવાળો હતો. દેહની પરાધીનતામાં અજ્ઞાનપણે બેઠેલો હતો, તેમ વર્તમાનમાં પણ મને રાગ મમતા વડે દેહાદિનો સંબંધ જણાય છે; તે સંબંધી ઉપાધિભાવ તોડવાનો વિવેક નથી. હું ક્યાંથી આવ્યો એ આદિનું ભાન નથી તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com