________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૫૫ છે, કરે છે, તથા એમ પણ કહે છે કે સદ્ગુરુ પ્રત્યે શાસ્ત્રકારો બહુ ભાર આપે છે તે તો બાળ જીવો માટે છે, આપણા માટે તેવો આગ્રહ નથી. આપણે ગમે તે વિદ્વાન પાસેથી સમજી શકીએ તેમ છીએ, થોડું ઘણું તો જાણીએ પણ છીએ. કુગુરુથી પણ જ્ઞાન થાય એમ માનનાર, કહેનારા સાચા સરનો, સાચા નિમિત્તનો નકાર કરે છે, તે સાથે પોતાના આત્માનો પણ અનાદર કરે છે. એમ અનેક પ્રકારે જીવોને વિપરીત માન્યતાઓ હોય છે તેથી પોતાનો પક્ષ, માન અને મત છોડીને સદ્ગુરુનો આશ્રય લેવા કહ્યું છે.
વળી કોઈ એમ માને છે કે વેશ અને ક્રિયા જોઈને નમવું કારણ કે તેણે ત્યાગ કર્યો છે. વેશ જોઈને પણ નમવું તે ઉપર દૃષ્ટાંત છે કે - એક રાજાને ધર્મનો એવો છંદ લાગેલો કે ગમે તે વેષધારી બાવા, જોગી, સાધુ કે બીજો કોઈ હોય પણ આપણે તે વેશને વંદન કરવા, તેનામાં ગુણદોષ હોય તેનું આપણે કામ નહીં એક દિવસ માગણ જાતનો રાવળિયો ગધેડા હાંકીને જતો હતો. તે ગધેડાની પીઠે ચાંદું થયું હતું. તેથી તે ચાંદા ઉપર ભગવો પાટો બાંધ્યો હતો. તે જોઈ ગધેડાને રાજાએ લાંબા થઈને નમસ્કાર કર્યા, તે જોઈને સંત તુલસીદાસે કહ્યું કે અલ્યા તું કોને નમસ્કાર કરે છે? તેનો સંવાદ નીચેની કવિતામાં આપ્યો છે.
“બાના દેખી નમણાં, નહીં કરણીશું કામ;
તરુવરમાં કાંટા ભર્યા, છાયામાં વિશ્રામ.” તુલસીદાસે જવાબ આપ્યો કે :
બાના હૈ બહુ ભાતકા, ઉસમેં હૈ એક મરમ; સબ હી છાયા બેસીએ, ન બેસીએ મીણા હરમ. મીણા પર પક્ષી મરે, વાકું વરસે કેર;
તુલસી કહે બાના લિયા, બાને બાને ફેર.” આશય એ છે કે મૂઢ ? કાંઈ સાચા-ખોટાની પરીક્ષા તો સમજ. નિર્ધનની સેવા કરીએ તો તે લક્ષ્મી આપે? સાકરને બદલે ભૂલથી ઝેર ખાવામાં આવે તો જીવન જીવાય? એમ મોક્ષની ઈચ્છા હોવા છતાં આત્માના નામે ખોટાનો આદર કરનારા, સાચા દેવ-ગુરુ-ધર્મને નહિ સમજનારા મોક્ષ કેમ પામે? તે તો અનાદિથી રખડે છે તેમ રખડવાના. બધાય સ્વકલ્પિત ધર્મ માની બેઠા છે. જ્યાં ત્યાં ધર્મ વેચાતો હોય તો બધાનો મોક્ષ થઈ જાય, પણ તેમ નથી. માટે પ્રથમ સાચું સમજવાની જિજ્ઞાસા વધારી, સદ્ગુરુની ઓળખ કરવી, પરીક્ષાશક્તિ વધારવી. કોઈ માને કે જાતે ગુરુ થવાય છે, માટે અમારે ગુરુની જરૂર નથી, અથવા ગમે તે ગુરુથી પણ ધર્મ પમાશે, તો તે વાત સર્વથા જૂઠી છે.
કોઈ ઠેકાણે શાસ્ત્રમાં કહ્યું છે કે :- અંતરનો સાચો વિચાર કરતાં ઘણાં જીવો બૂઝયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com