________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પોતાનું માન રાખવાને અર્થે સશુને સેવે તોપણ તે જીવ પરમાર્થને પામે નહિ. જેમ કાટવાળી લોઢાની ડાબલીમાં પારસમણિ હોય તો તેનું કાંઈ પણ પરિણામ આવતું નથી. વળી પારસમણિ અને પુરુષમાં ફેર છે તે નીચેની કવિતાથી જણાશે.
પારસમણિ ઓર સંતમેં, બડો આંતરો જાણ;
વહુ લોહા કંચન કરે, વહુ કરે આપ સમાન. હૃદયમાંથી જેણે માન અને મતરૂપી કાટ કાઢીને સંગ ન કર્યો તેણે હાડકાંનો સંગ કર્યો છે, જ્ઞાનીનો એટલે પુરુષનો સંગ કર્યો નથી. હાડકાંની સેવા એ ગુરુસેવા નથી અથવા સત્ સમાગમ નથી. પણ “હું સમજું છું હું જાણું છું' એ આદિ મિથ્યાભિમાન, સ્વચ્છેદ અને પૂર્વાગ્રહ એટલે કુળધર્મનો આગ્રહ ટાળીને જો સદ્ગુરુનો સમાગમ કરે તો જરૂર આત્માર્થ પામે. આ શરત છે, નોકરી કરવી હોય તો શરત પાળવી જોઈએ. જ્ઞાનીની નોકરી કરવી હોય તો ગયા કાળની બધી માન્યતા ઉપર મીંડા મૂકો. અંતરમાં સન્ની રુચિ તીવ્ર જિજ્ઞાસાથી આવી હોય તો એક સેકન્ડમાં યથાર્થ હા આવે, અંદરથી પ્રતીત થયા વિના રહે નહિ.
અહીં અસદ્ગુરુઓએ દઢ કરાવેલા દુર્બોધપણાથી, માનાદિના તીવ્ર કામીપણાથી જીવોને એવો આગ્રહ બંધાઈ જાય છે કે પોતાને સદ્ગુરુના શરણ સેવ્યા વિના કલ્યાણ થશે. તે માને છે કે ભલે સદ્ગની પ્રાપ્તિ ન હોય અથવા અસદ્ગુરુને ભલે માર્ગની પ્રાપ્તિ ન હોય, પણ તે બીજાને ધર્મ પમાડી શકે છે, એટલે બીજા જીવો આત્મધર્મની પ્રતીતિ કુગુરુનો ઉપદેશ સાંભળીને પામશે એમ માને છે પણ આ ભૂલ છે, સદ્ગુરુના શરણે ગયા વિના અને સંતચરણના આશ્રય વિના પરમાર્થની પ્રાપ્તિ થાય નહિ.
વળી જેને સાચા દેવ-ગુરુ-ધર્મના પ્રેમથી અધિક પ્રેમ સંસાર દેહાદિ સંબંધી રહે છે તેનામાં અનંત ભવભ્રમણના અનંત દુઃખ પામવાના ભાવ પડ્યા છે, કારણ કે ખોટાનો આદર છે ત્યાં સનો અનાદર થાય છે, એ જ હિંસા છે.
જેને આત્મધર્મ (સાચું સુખ) પામવાની જિજ્ઞાસા હોય તે પોતાનો પક્ષ, આગ્રહ અને માનાદિનો ત્યાગ કરીને સદ્ગુરુના ચરણનો આશ્રય કરે તો પરમાર્થને પામે. આ ગાથા ઉપર શ્રીમદે જાતે પીઠિકા રચીને ટીકા કરી છે; અને ખાસ ભાર દઈને કહ્યું છે. કારણ કે અનાદિથી અટપટો માર્ગ છે, સ્વચ્છંદ-પ્રતિબંધ હોય ત્યાં સાચા સદગુરુનો યોગ હોય તોપણ તેનાં લક્ષ અને પ્રતીત થતાં નથી. પ્રતીત ન થવાનું કારણ સ્વચ્છેદ તથા મહાગ્રહ છે એમ સમજવું.
લોકો અનેક પ્રકારની અન્યથા કલ્પના અને વિવિધ માન્યતામાં રાચે છે, અને અસળુઓએ દેઢ કરાવેલા મિથ્યા આગ્રહથી અને પોતાના દુર્બોધથી ધર્મ માને છે. અમે જાણીએ છીએ વગેરે માનાદિરૂપ માન્યતાની કામનાથી આત્માના નામે બીજાં માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com