________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૫૩ સલાહ લે છે; તેમ સંસારબંધનથી છૂટવાના કામી જીવોએ સાચા હિત અર્થે, પોતાના જ સુખ માટે સત્સમાગમ અર્થાત્ ધર્માત્માનો સંગ (પરિચય) કરવો જોઈએ. જે આત્માર્થી થયા તેઓએ આવો પરિચય વારંવાર કર્યો છે. અને જ્ઞાનીનાં વચનોનું માહાભ્ય સત્સમાગમ સમજવાના ભાવ કર્યા છે. સદ્ગુરુની આજ્ઞાએ જ કલ્યાણ થાય માટે એમ નિર્ણય થયો કે સત્સમાગમ વિના આત્મજ્ઞાનની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી.
શાસ્ત્રમાં પાઠ છે કે “ચત્તારિ પરમ અંગાણિ દુલ્લાણિ” એમાં સાચા ગુરુનો ઉપદેશ ભાવથી શ્રવણ થવો દુર્લભ છે, એમ જણાવ્યું છે માટે પુરુષનાં વચનો સત્સમાગમ શ્રવણ કરવા-સમજવા યોગ્ય છે.
અત્રે કોઈનેએમ આશંકા થાય કે પૂર્વે સદગુરુનો યોગ તો અનંતવાર થયો છતાં જીવનું કલ્યાણ થયું નહિ, તેથી સગુના ઉપદેશનું કાંઈ ખાસ વિશેષપણું દેખાતું નથી. તો તેનું સમાધાન કહ્યું છે કે –
“સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ;
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” જીવે સદ્ગને જાણ્યાં નહિ, પોતાનો સ્વછંદ, મહાગ્રહ ટાળ્યો નહિ, પોતાની દૃષ્ટિએ જોયું કે ક્યાં સરખું આવે છે; પણ મધ્યસ્થપણે ન્યાયથી સાચું શું છે, તેનો વિરોધ ટાળીને સમજવું જોઈએ, એમ સાચી સમજણનો યથાર્થ પુરુષાર્થ કર્યો નહિ; સની રુચિ નહિ, વલણ નહિ, ત્યાં સપુરુષ કેમ ઓળખાય? ન ઓળખાય. પૂર્વે સદ્ગુરુ ઘણી વખત મળ્યા છે, પણ આત્માને સમજનારા અને સમજાવનારા આ સદ્ગુરુ છે, આ સાચા પુરુષ છે, માટે હિતના કરનારા છે એમ ઓળખ કરીને જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, જાતે ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અંદરમાં આફ્લાદ-રુચિ આવી નહિ તો કેમ સમજાય? અને સદ્ગને ઓળખ્યા વિના, સમજ્યા વિના ઉપકાર શું થાય?
સપુરુષને ઓળખીને તેમનું બહુમાન આવ્યું તો અવશ્ય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય જ. પણ જીવે પોતાના મત અને માન મૂક્યાં નથી અને તેથી જ સદ્ગનો ઉપદેશ અંતરમાં પરિણામ પામ્યો નહિ અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહિ. જો માન અને મત મૂક્યાં હોય તો પોતે પણ જ્ઞાની પુરુષ જેવો થયો હોત. પણ અમારા કુળની પરંપરા અને અમારા ગુરુ આમ કહે છે માટે અમારે બીજાનું માનવું નથી, એમ મત અને સ્વચ્છંદ જીવને અનાદિ કાળથી આડો આવે છે. જો સ્વચ્છેદ અને મતાગ્રહ દૂર કરીને સત્ અને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થને પામત. ધર્મના નામે પૂર્વે અનંતવાર સ્વચ્છંદ રાખીને શબ્દોમાં જ અર્પણતા કરી છે. ગર્ભિત ઊંડાણમાં માન અને મતાગ્રહને જ પોષણ આપ્યું છે એટલે સનું પરિણામ સમ્યગ્દર્શન પામ્યો નહિ, જ્ઞાનીના આશયમાં તેનું વળવું (ઠરવું) થયું નહિ, એટલે પરમાર્થની પ્રાપ્તિ થઈ નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com