________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર]
[ ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેનો બાપ રોજ સિદ્ધપુર ટોપલા વેચવા જાય છે તેથી, તે માર્ગની અને નિશાનીની ખબર છે. પેલા મોટા વિચારે છે કે આપણે વૃદ્ધ અને એ છ વર્ષનો; એને કેમ પૂછાય? આપણે નાગર, એ ભંગિયો, આપણે ગાડે બેઠેલા આપણે મોભાવાળા અને એ રખડુ, વળી ધોળી મૂછો, ધોળાં કપડાં અને ધોળું અંગ છે તેથી એમ માને કે આપણે પુષ્યવાળા છીએ, માટે આપણને વાંધો નહિ આવે, તો તે પણ ઊંધે માર્ગે ચડી જાય. જો માન તજીને તેને પૂછી લે કે સિદ્ધપુરનો માર્ગ ક્યો? તો સાચો રસ્તો મળે. તેઓ જ્યારે ઉનાળાના તાપથી મૂંઝાણા ત્યારે નીચે ઉતરીને છોકરો રમતો હતો તેને પ્રેમથી પૂછયું કે ભાઈ ! તને સિદ્ધપુરના માર્ગની ખબર છે? તેણે કહ્યું : હા; જુઓ; આ દિશામાં વાડી છે, તેમાં કોસ ચાલે છે, ત્યાંથી આગળ જતાં ત્રણ વાડી સાથે આવે છે, તેને અડીને આગળ જજો. એમ કોઈ સગુરુના શરણને ન સેવે તો કાં તો તાપમાં બેસી રહે કાં ઉન્માર્ગે જાય. એમ ન કરવું હોય તો ભંગી અર્થાત્ જડ અને ચેતનનો ભંગ કરનાર એવા જે જ્ઞાની તેની પાસે પૂછવા જવું પડે અને તે સમજાવે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકારિત્રરૂપ નિશાનીઓ આ પ્રમાણે છે.
આખી જિંદગી ધર્મના નામે વિતાડી હોય, ઘણાં પુસ્તકો ભણ્યા હોય, મોટી ઉંમર હોય, પાંચ માણસોમાં પૂછાતો હોય, મનની ધારણા કરીને ઘણું ગોખ્યું હોય, છતાં પરમાર્થ અતીન્દ્રિય ન્યાયમાર્ગને ન જાણતો હોય, તેને જે ન્યાયમાર્ગનો જાણકાર હોય તેને પૂછવા જવું પડે, જેમ ભંગિયાના છોકરાને પૂછવા જવું પડ્યું હતું તેમ. એ છોકરે જેમ માર્ગના ભેદ પાડીને સમજાવ્યું તેમ જ્ઞાની આટલી (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી) નિશાની એમ બતાવે છે. તેનો ખ્યાલ છે કે મારો બાપ સિદ્ધપુર (મોક્ષ) પધાર્યા છે અને હું પણ જવાનો છું. પણ આ ડહાપણથી ભરેલા અભિમાન કરે કે અમે મોટા, માટે અમારાથી કેમ પૂછાય તો તેને શું લાભ થાય? લોકોમાં કહેવત છે કે – “પૂછણા સો ભૂલણા નહિ.”
પોતે ઘણો ડાહ્યો દેખાતો હોય અને માનતો હોય કે મને બધી ખબર છે અને જેમ બીજા લાખો ગામ રખડયો હોય પણ અજાણ્યા ગામનું જ પોષાણ આવ્યું હોય, પોતાને જાતે ગયા વિના છૂટકો ન હોય, તો પ્રેમભાવ લાવીને જે માર્ગનો જાણકાર હોય તેને વિનયથી પૂછતાં રહેવું જોઈએ; એમ અનંતકાળથી જીવ માન-મોટાઈને લઈને રખડયો છે, મધ્યસ્થતા, નમ્રતા અને સાચી પરીક્ષા વિના ઘણા પુરુષોમાંથી કોઈનો લાભ લઈ શક્યો નથી, જ્યાં ગયો ત્યાં પોતાનો સ્વછંદ અને પક્ષ આડો આવ્યો. અને તેથી અનંતભવમાં રખડવું થવું, માટે હવે શું બાકી રહ્યું? એ માટે શ્રીમદે “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું” તથા “યમ, નિયમ, સંયમ આપ ક્યિો” એ પાઠનાં પદોમાં સમજવાનું શું છે તે જણાવ્યું છે, તેમાં ઘણું રહસ્ય સમાયેલું છે; માટે મુમુક્ષુએ તે પદો વાંચવાવિચારવાં.
લૌકિકમાં અને વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે, કે જેણે જે વિષે કંઈ ન જાણ્યું હોય અથવા જે કંઈ ન સમજ્યો હોય તે તેના જાણકાર પાસે જઈને વિનયથી પૂછે છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com