________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૫૧ કે મને ગુરુ વિના આત્મજ્ઞાન થયું છે, કારણ કે એમ કહેવું તે શાશ્વત મોક્ષમાર્ગની મર્યાદાનો લોપ કરવા જેવું છે.
શ્રીમદે પણ ઘણા સ્થળે ખૂબ વજન દઈને કહ્યું છે કે :- કોઈ પણ પુરુષને શોધો, તેમના કોઈપણ વચનમાંથી તત્ત્વ સમજો, અજ્ઞાનથી વિવેક પામવો અશક્ય છે માટે સસમાગમ વડે, સદ્ગુરુના આશ્રય વડે તત્ત્વને ઓળખો. એમ ગુરુમહિમા જ્યાં જુઓ ત્યાં દૃષ્ટિએ પડે છે.
કોઈ તીવ્ર આત્માર્થીને આત્મજ્ઞાન પામવાની તીવ્ર આકાંક્ષા હોય. હું કોણ છું, કેવડો છું, એમ નિજ વિચારમાં પડવાથી અથવા તીવ્ર આત્માર્થમાં મચી રહેવાથી અને અચિંત્ય સહજ સ્વભાવના ખરેખર અભ્યાસથી અંદર જ્ઞાનનો ઉઘાડ થાય તો તે કદી પણ અનંત જ્ઞાનીઓ અને સદ્ગુરુનો ઉપેક્ષિત થતો નથી, પરંતુ આદર રાખે છે. જે સત્પરુષો થઈ ગયા છે તેમનું વચન એમને પ્રમાણ છે, તેમનો અનંત ઉપકાર છે, એ આદરનો હોંશીલો જ્ઞાનીના એકેક વચન પ્રત્યે વારી જાય છે.
શ્રીમ વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા; પૂર્વભવના સંસ્કાર હતા. તે કહેતા હતા કે અહો એ હૃદય, એ એકાંત સ્થળ, સત્પુરુષોના વૃંદ, સત્સમાગમ એને એ નિવૃત્તિનાં સ્થળો, જ્ઞાનીનાં વિહારસ્થાનો! તેમને ધન્ય છે. પ્રવૃત્તિમાં રહેતાં પણ તેમને એ વારંવાર યાદ આવતા હતા.
એ દુકાનમાં નહોતા બેઠા, પણ આત્મામાં (જ્ઞાનમાં) બેઠા હતા. તેમને પોતાના હૃદયમાં સત્ સમાગમનો મહાન આદર હતો. માટે દરેક જિજ્ઞાસુઓએ, ધર્માર્થીઓએ ન્યાયવિરુદ્ધ કથવું નહિ. સદ્ગથી મને જ્ઞાન મળ્યું નથી, મને મારાથી થયું છે, એવા અવિવેકી શબ્દો બોલવા જોઈએ નહિ.
ભાષામાં પણ જ્ઞાની પુરુષોનાં બહુમાન અને વિનય હોવાં જોઈએ, તેમના વચનનો આદર હોવો જોઈએ. જેનામાં સાચી પરીક્ષાશક્તિ ઉઘડી નથી તેણે પ્રથમ જ્ઞાની પુરુષોનાં વચનામૃતોનો અભ્યાસ સત્સમાગમ વડે કરવો જરૂરી છે. પોતાનો પક્ષ છોડીને નિર્માની થાય તો વિવેકનો માર્ગ મળે.
પાટણથી પાંચ નગરશેઠિયા, ધોળી મૂછોવાળા, ૭૫ થી ૧OO વર્ષની ઉંમરના ગાડામાં બેસીને સિદ્ધપુર જવા નીકળ્યા છે; પાટણથી સિદ્ધપુર જવાની તેમને ખબર નથી. બીજાં ઘણાં ગામ-નગર રખડ્યા છે પણ સિદ્ધપુરના માર્ગની ખબર ન હોવાથી રસ્તામાં ચાર ફાંટા પડે છે ત્યાં ગાડું ઊભું રાખીને વિચાર કરે છે કે ક્યા રસ્તે જવું. નજીકમાં છ વર્ષનો ભંગીનો છોકરો ઊભો છે, પણ તેને કેમ પૂછાય? એમ તેઓ વિચારે છે. પોતે ખૂબ વિચિક્ષણતાથી સંસાર કેળવી જાણ્યો છે, બુદ્ધિના બહુ ડાહ્યા છે પણ તેનું ડહાપણ માર્ગ માટે ચાલતું નથી. કાં તો ગાડામાં બેસી રહે, કાં તો ગમે તે ઊંધે રસ્તે ચડી જાય. પેલા ભંગિયાના છોકરાને,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com