________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેને પરમ આદર છે તેને પાત્રતાની અને વિનયની પ્રતીત છે. આમાં પરાધીનતા નથી, પણ અનંત આત્માર્થીઓએ સ્વીકારેલો ન્યાયમાર્ગ છે. જેને સ્વતંત્ર દશા ખીલી છે તેની શ્રદ્ધા અને અર્પણતામાં બેહદ સુખ છે, કોઈ કહે કે અમને તો આમાં પરાધીનતા જેવું લાગે છે; સત્ સમાગમ વગર આત્મા ન ઊઘડે તો જીવમાં સામર્થ્ય શું? પણ તે ઊંધી દૃષ્ટિ વડે જુએ છે, પોતાને માર્ગની ખબર નથી, અનાદિથી તત્ત્વનો અણઅભ્યાસ છે, તો તે માર્ગ પામવાની સાચી વિધિ જે જાણતા હોય તેની પાસે જવું પડે; પોતાની સ્વકલ્પિત માન્યતાનો ત્યાગ કરીને અમુક પરીક્ષા અને બાકીનો બધો વિશ્વાસ, એ રીતે શ્રદ્ધામાં અર્પાઈ જવું જોઈએ. જેને સમાજમાં મોટું થયું છે, આગળ વધવું છે તે પ્રથમ માબાપ પ્રત્યે નાનપણમાં વિનય રાખે છે; પછી નિશાળમાં ભણવા જાય છે ત્યાં પણ વિશ્વાસ રાખીને ભણે છે અને ભણવામાં પ્રેમ રાખે છે તેમ સદ્ગમાં પણ શ્રદ્ધા રાખી તેમનો સમાગમ કરવો જોઈએ, અને પછી તેમનો સદુપદેશ પ્રેમપૂર્વક સાંભળી આત્મકલ્યાણ કરવું જોઈએ. દષ્ટાંત ઉપરથી પ્રયોજન સમજી લેવાનું છે કે સાચા નિમિત્તનો અનાદર તે સત્ તત્ત્વનો અનાદર છે. પ્રથમ જે પોતે આગળ વધ્યો નથી, પરમાર્થ પામ્યો નથી, તેણે સદ્ગમાં વિશ્વાસ રાખવો, પરમાર્થ ગુરુગમ તો અંદરથી ફાટશે પણ પુરુષાર્થ વધતાં ઈષ્ટ નિમિત્ત આવ્યા વિના નહિ રહે, પોતાના ઉપાદાનની તૈયારી પાત્રતા થયે સદ્દગુરુ મળે જ. વળી કોઈ કહે કે આત્મજ્ઞાની ન હોય તો પણ તેનાથી તરાય–તેનો અર્થ એ થયો કે સત્પરુષ વિના જ આત્મજ્ઞાન થાય, તેણે પોતાની જાતનો અનાદર કર્યો છે, કારણ કે અનાદિ સ્થિતિ નિયમ છે તેને તે સમજ્યો નથી અને તેથી તેણે પોતાનો જ અનાદર કર્યો છે.
જેણે પૂર્વભવમાં પુરુષાર્થ વડે સગુરુનો ઉપદેશ સાંભળી જ્ઞાનના અપહરણને ટાળ્યું છે તેને વર્તમાન ભવમાં ઉપદેશ ન મળ્યો હોય છતાં અંદરથી સ્મૃતિ જાગે, તે અંદરથી ભાવે સાંભળે છે, વિચાર કરતાં સ્થિર થાય છે અને શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામે છે; તેને અશોચ્યા કેવળી કહે છે. આત્માને સ્પર્શ કરીને જે ભાન થાય એવી અપૂર્વ દેશનાલબ્ધિ લઈને જીવો આવ્યા છે, એટલે તેવા પુરુષોને પણ સત્યપુરુષના નિમિત્તની વાત નક્કી થઈ.
સપુરુષના ઉપદેશથી દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ હોય એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો હોય તો જ આત્મજ્ઞાન થાય એ અનાદિ અનંત ચોક્કસ નિયમ છે. પણ કોઈ જિજ્ઞાસુ આત્માર્થી હોય તેને વર્તમાનમાં પ્રત્યક્ષ સત્પરુષનો યોગ ન હોય તો પાછું હઠવાનું નથી. પૂર્વે કહ્યા તે દોષ, આગ્રહ ટાળી જ્ઞાનીનાં વચનો પર ખૂબ વિચાર કરવો; કારણ કે જીવ અનંત કાળથી છે, માટે અંદર વિચારમાં પડી આત્માના સામર્થ્યને કેળવવું એટલે જે પૂર્વ સંસ્કાર હશે તે અવશ્ય જાગૃત થશે. જો તારામાં આત્મબળ હશે, સાચી જિજ્ઞાસા હશે તો અવશ્ય પાર પાડશે, પણ તેમાં સદ્દગુરુનું અને સદ્ગના વિનયનું મુખ્યપણું આવ્યું છે. એમ અનેકાંત ન્યાયથી જે સ્વરૂપ છે તે સ્વરૂપને ભગવાન જ્ઞાનીઓએ જેમ છે તેમ દર્શાવ્યું છે. પુરુષનાં વચનામૃત અને પ્રત્યક્ષ ગુરૂગમની જરૂર નથી એમ ન માનવું. વળી એમ ન કહેવાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com