________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૪૯ મૂળ જાતમાં (ઉપાદાનમાં) અચિંત્ય વીર્ય-સામર્થ્ય છે. તેનું લક્ષ જે આત્માર્થીને વર્તે છે તેને સદગુરુ સત્સમાગમનું મહામાન (બહુમાન) આવે જ. તે દેવ, ગુરુ, ધર્મની આજ્ઞાનો વિનય ગાયા કરે જ. અહીં સદ્ગુરુની સેવા (આશ્રય) નું માહાભ્ય છે. કુગુરુથી ત્રણ કાળમાં ધર્મલાભ ન થાય. સપુરુષને ઓળખીને સદ્ગુરુનું બહુમાન કરે છે તે નિશ્ચયથી પોતાનું બહુમાન છે. સમજેલો તત્ત્વજ્ઞાની જ બીજાને નિમિત્ત થાય પણ અણસમજેલો બીજાને નિમિત્ત ન જ થાય.
(૩) ઉપદેશક પોતાનાં જન્મ, જરા, મરણનો અંત કરે છે અને પોતાનો સંગ કરનાર મોક્ષાર્થીને પરમાર્થનું સાધન બતાવી દે છે. (નિમિત્ત થાય છે.)
(૪) જે પોતાનું (પોતાના આત્માનું) ભલું નથી કરતો અને બીજાને પણ ઉપકારી નથી થઈ શકતો એવો વર્ગ સંસારમાં ઘણો છે.
કોઈ એવો સિદ્ધાંત સ્થાપવા માગે કે અભવ્ય અથવા મિથ્યાષ્ટિ ગુરુ હોય અને તેનામાં શાસ્ત્રનું જાણપણું હોય તો તેનાથી પણ કરી શકાય છે. એનો અર્થ કરવા માગે તો તેમાં વદતોવ્યાઘાતદોષ છે. પણ કોઈ પૂર્વ સંસ્કારવાળા જિજ્ઞાસુ જીવ જેમણે પૂર્વે જ્ઞાનીઓ પાસેથી સાચું સાંભળીને ધારણા તો કરેલી છે તે કોઈ પ્રકારે અભવ્ય ઉપદેશકના નિમિત્તે અંતર-વિચારમાં પડ અને પોતાની જાતે અંતરમાંથી વીર્યની જાગૃતિ કરે અને સત્ય-અસત્યનો વિવેક કરે કે આત્મા પૂર્ણ, પવિત્ર, કૃતકૃત્ય છે, અક્રિય છે, જ્ઞાનમય છે તે આમ જ છે અને આ ઉપદેશકનો ભાવ યથાર્થ નથી-એમ જાણી સ્વવિચારથી સ્વસમ્મુખ થઈ સમ્યગ્દર્શન-જ્ઞાનને પ્રાપ્ત કરે અને આત્મસ્વરૂપમાં સ્થિરતા વધારીને તરી શકે, પણ તેથી અભવ્યથી તથા કુગુરુથી તર્યા એમ ન કહેવાય. સદગુરુ વિના જ્ઞાન નહિ એવો સિદ્ધાંત ત્રિકાળ સત્ય છે. શ્રીમદે “ શ્રી સદ્ગુરુ કૃપા માહાભ્ય' નામના કાવ્યમાં કહ્યું છે કે :
બુઝી ચહત જો પ્યાસકો, હૈ બુઝનકી રીત;
પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એટલે કે ચોક્કસ નિયમ છે કે :- એક વાર આ ભવે અથવા પરભવે પ્રત્યક્ષ સત્પરુષનો બોધ પામવો જોઈએ એવું સદ્ગુરુનું માહાભ્ય છે.
સપુરુષનું બોધરૂપ ટાંકણું પાડયા વિના, અંતર-સ્પર્શ થયા વિના જીવનું વીર્ય ભભકી ઊઠે નહિ એ દેશનાલબ્ધિનો પ્રભાવ છે. ચૈતન્યની અંતર જાગૃતિમાં યથાર્થ સત્પરુષના ઉપદેશનું બોધવચનનું ભાવથી શ્રવણ થવું જોઈએ. જે દીવો પ્રગટ હોય તે બીજા દીવાને પ્રગટાવે, બુઝાયેલો દીવો ક્યાંથી પ્રગટાવે? આ કાંઈ પરાવલંબી થવા માટે નથી કહ્યું, જેમ છે તેમ ન્યાય વડે સમજવાનું કહ્યું છે.
એક વાર સાચા નિમિત્તનો આદર, બહુમાન તો લાવો. બધુંય કરવાનું તો પોતાને જ છે. સદ્ગુરુ કાંઈ બીજાની શુદ્ધતા ઉઘાડી દેતા નથી. સદ્ગના માહાભ્યમાં પોતાના ભાવનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com