________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પરિચય રાખવાનો અને તેમની આજ્ઞાએ વર્તવાનો ઉપદેશ કર્યો છે. સદ્ગના સમાગમથી માનાદિ દોષો ટળે છે અને અધિક આત્મહિત થાય છે. કદી ક્ષેત્રથી એકલો પડી ગયો હોય તો પણ ભાવથી જુદો ન પડે પણ ગુરુ આજ્ઞા માથે ચડાવીને આજ્ઞામાં વર્તે છે. તે જાણે છે કે મારાથી સદ્ગુરુ વધારે અનુભવી છે. | મુખ્ય માર્ગ, ગુરુગમ અને સદ્ગુરુનો વિનય છે એ વાત સત્ય છે. એનો પરમાર્થ એમ છે કે :- યથાર્થ આત્મજ્ઞાનનો આનંદ જે સ્વાધીન અનુભવ, સ્વભાવ તથા પરભાવથી જુદાઈનો વિવેક છે તે અતીન્દ્રિય છે, સહજ છે, પોતાથી જુદો ન પડે તેવો છે. જેને આત્મજ્ઞાનનું લક્ષ વર્તે છે તે સંસારના કોઈ અન્ય ધર્મની ઇચ્છા ન કરે, તેનો ખોટો સમન્વય પણ ન કરે. વીતરાગનો યથાર્થ માર્ગ છે તેનાથી કોઈ કિંચિત્ વિપરીત કહે તે ન માને, તેમ યથાર્થ માર્ગનો નિષેધ પણ ન કરે. કોઈ એમ માને કે ગમે તેવા ધર્મગુરુ હોય પણ તેનામાં જો શાસ્ત્રનું જાણપણું હોય તો તેની પાસેથી ધર્મ પામી શકાય છે તો તે ભૂલ છે. આત્માનો અનુભવ ન હોય તેને ગુરુ માની તેનાથી કલ્યાણ થાય એમ માનવું તે જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉત્થાપન છે.
ઝેર ખાવાથી અમૃત ન પમાય. ધર્માત્મા ખોટાને ખોટું કહે છે, અસત્યને અસત્ય કહે છે તેમાં વૈષ નથી. સાકરનું ગળપણ અને અફીણની કડવાશનો જે સ્વભાવ જેમ છે તેમ કહેવાય; કોઈને ના રુચે તો તેની માન્યતા તેને મુબારક. અનંત જ્ઞાનીનો જે યથાર્થ ન્યાયમાર્ગ છે તેનાથી વિરુદ્ધ હોય તે અયથાર્થ છે એમ સમજી લેવું. જે પોતાના પક્ષનો ત્યાગ કરી સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે એમ શ્રીમદ્ રાજચન્દ્ર પોતાની સહજ દશામાં નિષ્કારણ કરુણાથી કહ્યું છે. (જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ભાગ ૨ જો, આવૃત્તિ ૫, આત્મસિદ્ધિ ગાથા ૧ થી ૧૦ સુધીની ફુટનોટમાં ભરેલો ખંડ ૫ મો. પા. ૧ થી ૧૬)
સાચા સદ્ગુરુ વિના કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહિ. કોઈ કહે કે ગમે તેવા ગુરુ હોય પણ તે શાસ્ત્રના જાણકાર હોય તો તેનાથી આત્મજ્ઞાન થાય, પણ એમ હોય નહિ. જેને ચહ્યું નથી તે અંધ બીજા ચક્ષુ વિનાના અંધને દોરી શકે નહિ. જેને ચક્ષુ દોષરહિત નિર્મળ છે તે જ બીજાને દોરી શકે. તેમ સત્પરુષ હોય તે જ બીજા જીવોને ધર્મ પામવામાં નિમિત્ત થાય. ચૌભંગી એમ છે
(૧) પોતે તર્યા પણ બીજાને ન તારે એટલે કે પોતાનો જ્ઞાયકભાવ પ્રગટાવીને શીઘ કેવળજ્ઞાન દશા પામ્યા અને ભવાંત કર્યો પણ બીજા જીવને નિમિત્ત ન થયા. (જેમકે સામાન્ય મૂક કેવળી.)
(૨) ઉપદેશક પોતે તે ભાવે પોતાના ભવનો અંત ન કરી શક્યા પણ બીજા જીવો શ્રોતા (સાંભળનારા) જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ પોતાના તીવ્ર પુરુષાર્થ વડે તે જ ભવે મોક્ષ જાય. આમાં ઉપદેશક અજ્ઞાની હતા એમ અર્થ થતો નથી. લોકો મનમાન્યા અર્થ કરીને કહે કે કુરાથી પણ કલ્યાણ થાય, એવું માનનારને આત્મસ્વરૂપનો મહિમા આવ્યો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com