________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] સમજ્યા વિના તેની માનેલી પુણ્યરૂપ પ્રવૃત્તિ રાખીને જગત પ્રત્યે તિરસ્કાર કરવામાં, ટીકા કરવામાં તે માનાદિનું પોષણ કરે છે.
વળી કોઈ એમ માને કે આત્મા તદન શુદ્ધ પવિત્ર જ છે, ત્રણ કાળમાં ભૂલ નથી, માત્ર ભ્રમ હતો, વિષયના પરિણામ પાપના છે અને વિષયાદિ ન ભોગવવાના પરિણામ પુણ્યના છે તે મારા નથી; હું અંતરંગમાં આખો વીતરાગ, અરાગી છું તો તે વાત પરમાર્થે સાચી છે, તે સ્વભાવને કોઈ નિમિત્તનો સંબંધ નથી પણ એવી સ્થિર અંતરદશા થયા વિના રાગની રુચિવાળું જ્ઞાન શા કામનું? કેમકે અંદરમાં માનાદિની કામના છે, સંસારની વાસના, મોહ, રાગ, દ્વેષ વર્તે છે, તેઓને ઘણાં શાસ્ત્રજ્ઞાનનું નિષ્ફળપણું છે, તથા ઘણા શુભ પરિણામ-ક્રિયાકાંડનું નિષ્ફળપણું છે. આત્માના ભાન વિના અનંતવાર નવ પૂર્વ ભણ્યો છતાં આત્માના નામે બીજું થયું છે અભવ્ય જીવ અને ભવ્ય જીવને ઘણા પુણ્યપરિણામથી એવી લબ્ધિ, સિદ્ધિ પ્રગટે કે મેરુ પર્વતને દેખે, સ્વર્ગ-નરક પણ દેખે; અને તેમની બુદ્ધિની ધારણાશક્તિ એવી તીક્ષ્ણ વધી જાય કે દોડો ગ્રંથ, શાસ્ત્ર યાદ રહે, છતાં આત્માર્થ ન પામ્યો, તો તે અલૌકિક માર્ગ કેવો હશે કે જે સદ્ગુરુ-આજ્ઞાથી સહજ મળે તે વિચારવું જોઈએ.
શાસ્ત્રનું જાણપણું હોવા છતાં પણ સ્વચ્છંદમાં રમતો જીવ મૂઢતાને પામ્યો છે, તેથી તેને હિત-અહિતના વિચારોનો અવકાશ નથી. હું કયાં ઊભો છું? શું માનું છું? શું મનાવું છું? એનું ભાન નથી અને અંતરમાં સ્પર્શના જોઈએ તે નથી. આત્મા જ્ઞાતા, અવિકારી ચિદાનંદ, શુદ્ધ, પવિત્ર છે, જડની ક્રિયાનો અકર્તા છે, નિર્વિકલ્પ છે, અખંડ જ્ઞાતા છે, તેનું ભાન નથી, તેની ઓળખ નથી; અને જેને આત્મજ્ઞાન વર્તે છે તેના શરણનો આશ્રય નથી તો તેવા જીવ આત્માના નામે અનંતભવમાં અનંતવાર અનંતા શાસ્ત્રો ભણે, પુણ્યક્રિયા કરીને મરી જાય છતાં સાચું સુખ કે આત્મજ્ઞાન નહિ પામે. જો સગુના ચરણ સેવ્યા હોત તો શુષ્કજ્ઞાન અને જડક્રિયારૂપ બે જાતના આગ્રહમાં પડી જવાનો વખત ન આવત અને રાગ-દ્વેષરહિત જ્ઞાનના સાધનને પામત.
શુષ્કજ્ઞાન અને ક્રિયાજડત્વનો ત્યાગ કરવાથી અને યથારૂપ જ્ઞાનસાધનથી આત્મામાં સ્વસમ્મુખ વૃત્તિ થાય છે. સદગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સમ્યજ્ઞાન પામ્યા છે, પામે છે અને પામશે. સત્સમાગમનું બળવાનપણું એવું કહ્યું છે કે સતત્ સત્સમાગમ રાખવાની ભાવનાવાળા આત્માર્થી સદ્ગથી જુદા ન પડે
શ્રીમદે ધર્માત્માનાં લક્ષણો આગળ વર્ણવ્યાં છે. વળી કોઈ આત્માર્થી જીવ દેઢ આત્માર્થ પામ્યો નથી, તે જો જરા સ્વચ્છેદે એકલો પડે તો કુતર્કીઓ તેને ભ્રમમાં પાડી દે છે. માટે આત્માર્થીએ નિરંતર સત્સમાગમ, સદ્ગુરુનું સેવન કરવું.
શાસ્ત્રમાં ખગ પક્ષીનું અને બાળ પક્ષીનું દષ્ટાંત છે કે – એકલું બાળ પક્ષીને ઊડતું દેખીને ખગ પક્ષી તેની ઊડવાની પાંખ તોડી નાખે છે; તેમ આત્માર્થીને આત્મવિકાસ કરતો જોઈને કુતર્થીઓ તેના સાધકભાવને તોડી નાખે છે માટે શાસ્ત્રમાં ઠામ ઠામ સદ્ગુનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com