________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરી, ક્રિયા પાળી, પણ તેનાથી ધર્મ નથી, માટે આપણે આત્મજ્ઞાન જે ખરો મોક્ષમાર્ગ છે તેમાં રાચવું, એમ માત્ર શબ્દોની ધારણાથી સ્વચ્છેદમાં રાચે છે.
જે અભિપ્રાય માટે અનંતવાર વ્રત, તપ, ક્રિયા કર્યા અને નવ પૂર્વનું અથાગ જ્ઞાન કર્યું છતાં આત્માનો જે અતીન્દ્રિય અનંત પુરુષાર્થ છે, તેની જે જાત છે એની પ્રગટ દશા થયા વિના માત્ર શાસ્ત્રના વાંચનથી કે કુગુરુના કહેલા અભિપ્રાયથી પોતાનો આત્માનો અભિપ્રાય પલટી ગયો છે એમ ઘણા લોકો માને છે, તેના ઉપર વજન ન દેવું જોઈએ. શ્રીમદે કહ્યું છે કેઃ- જીવ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને પદાર્થનો બોધ પામ્યો છે, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્મપદાર્થનો બોધ-સ્વધર્મ પામ્યો નથી. માટે જ્ઞાનીની આજ્ઞા વડે આત્મા જેમ છે તેમ જણાય છે તો જ્યાં જેમ યોગ્ય છે તેમ પુરુષાર્થ થયા વિના રહે નહિ. જે વસ્તુની કિંમત જણાય, ગરજ જણાય તે વસ્તુની પ્રાપ્તિ ગમે તે ભોગે કરે છે, મોહને વશે ગમે તે ભોગે ઇષ્ટ વસ્તુ માટે-બળતા ઘરમાં પણ પોતાના બાળકને બચાવવા અગ્નિમાં ઝુકાવે છે, તો આત્મા અનંતકાળમાં અનંત પ્રકારના ઉદ્યમથી પ્રાપ્ત થયો નથી, એવું પરમ આત્મતત્ત્વ જેમ છે તેમ બેસે, રુચિ થાય, ઓળખાણ થાય તો જગતની બધી સગવડતાનો રાગ, મમતા ત્યજીને તેના અભ્યાસની પ્રવૃત્તિ કેમ ન થાય?
અનંત સામર્થ્ય વડે જે પદ પ્રગટે છે તે મફતમાં ધારણામાં પ્રાપ્ત થઈ જતું હોય તો બધાય ધર્મ પામી ગયા હોય. પોતાને જ્ઞાની ગણાવાનું જગતમાં માન રહ્યું છે, તેમાં જ મીઠાશ છે, તેનો પક્ષ રહ્યો છે; પણ માત્ર ચતુરાઈની વાતોથી ધર્મ નહિ થાય.
કોઈ નિમિત્ત ઉપર વજન આપતો હોય કે આવું નિમિત્ત હોય તો જ ધર્મ થાય, તે પણ પૂર્વાગ્રહની કલ્પનાથી સાચું નિમિત્ત જે સત્પરુષ છે તેમની ઓળખાણ વિના, સાચી જિજ્ઞાસા વિના બાહ્યદેષ્ટિ હોવાથી સાચાનો નિષેધ કરશે અને ખોટાનો આદર કરશે. “કોઈ ઉપાદાનનું નામ લઈ, એ, જે તજે નિમિત્ત-' એ એમ સૂચવે છે કે કથનમાત્ર વાતોથી શાસ્ત્રજ્ઞાનની ધારણાથી જ્ઞાનીપણું માનતો હોય તે પણ આત્મજ્ઞાનને પામી શકે નહિ.
હજી પ્રથમ ભૂમિકાની ખબર નથી અને એકાંત પકડી બેસે કે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે અને વર્તમાનમાં કુગુરુ ઘણા હોય છે; માટે અંદરથી જ્ઞાન પ્રગટશે એમ પોતાનું માહાભ્ય વધારીને અધ્યાત્મગ્રંથો વાંચે અને જેમ તેમ નિર્ધાર કરી લે કે પુણ્યથી બંધ છે, પાપથી પણ બંધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – આત્મા પરમાર્થે અબંધ છે માટે આપણે બંધ નથી. બંધ-મોક્ષ તો કલ્પના છે. જીવને અનાદિથી જે ભ્રમ થયો હતો તે ભ્રમ હવે આત્મામાં નથી, એમ આપણે ચોક્કસ માન્યું છે, વળી રાગ, દ્વેષ, પુષ્ય, પાપ જીવના નથી માટે હું શુદ્ધ જ છું, પણ ભાઈ રે! તારી વર્તમાન અવસ્થા વિષે તું તને જો.
વળી કોઈ કારણ વિશેષથી શાસ્ત્રમાં દાન, દયાનું વિશેષપણું કહ્યું છે; તથા દેવ, ગુરુ, ધર્મની ભક્તિ આદિ પુણ્યનાં પરિણામ કહ્યાં છે, તેનું પ્રયોજન, અંતર-આશય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com