________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૪૫ જાતનાં સત્સાધનો તથા વીતરાગમાર્ગની વિધિ પણ જે જાણતા નથી એવા અસદ્ગુનો, જીવને ઠામ-ઠામ જોગ બને છે. સ્વચ્છંદી જીવોને સાચી પરીક્ષા ન હોવાથી જ્યાં ત્યાં આંધળી અર્પણતા, શ્રદ્ધા કરે છે. તેઓ કાયકલેશ, વ્રત, તપ વડે પોતાની માન્યતાનું ( શ્રદ્ધાનું ) પ્રયોજન સાધે છે.
અજ્ઞાનભાવે પરદ્રવ્યમાં ધર્મ મનાયો છે. જડની આરાધનાથી જડ ફળે છે. મનના શુભ પરિણામોથી પણ પાર અતીન્દ્રિય આત્મધર્મ છે તેની ગંધ પણ નથી. કુગુરુઓ તેવાને ઠસાવી દે છે કે પરંપરાએ પણ આનાથી ધર્મ થશે. અમે પણ આ જ કરીએ છીએ. જે કુળધર્મ, રૂઢિધર્મ હોય તેને દઢ કરાવે છે. આચાર્ય કહે છે કે :- જે જે જીવો, જે કુળમાં પોતે જન્મ્યા હોય તે કુળમાં જે ગુનો તેમને વારંવાર પરિચય રહેતો હોય તેનો આગ્રહ રાખે કે તે અમારા બાપ-દાદાના ગુરુ છે, અમારી ફરજ છે કે તેમની આજ્ઞા માનવી જોઈએ, તે તે જીવો કુળાદિમાં મૂર્ણિત થયા છે. રાગ-દ્વેષ રહિત વીતરાગ સર્વજ્ઞ ભગવાનનાં હિતવચનો શું છે, આત્મા કેવો છે, તેના પરિણમન-અંતરવેદનની કાંઈ ખબર ન મળે તે આંધળો આંધળાને દોરે તેવું બને છે.
લોકોને સાચી વાત સાંભળતાં દુઃખ થાય એવો કાળ વર્તે છે. મનનાં શુભ પરિણામથી પણ ધર્મ ન થાય-એ વાત સાંભળતાં અને સમજતાં પરસેવો વળે છે, મૂંઝવણ થાય છે, ઉપદેશક ગુરુ પણ એવા મળ્યા કે લોકોને સોંઘુ બતાવી દીધું. એને ઠીક (સારું) કહીને મનાવનારા પણ ઘણા મળી આવે છે.
ક્રોડ સોના મહોરનું રોજ રોજ દાન કરે પણ તેનાથી એક સામાયિકનું ફળ અનંતગણું છે. પણ તે કઈ સામાયિક? આત્મા શુદ્ધ, અવિકારી, વીતરાગી છેઃ પુણ્ય, પાપ, વિકલ્પ રહિત, અરાગી છે એવી શ્રદ્ધા, જ્ઞાન અને તે અભેદસ્વરૂપમાં સ્થિરતા વર્તે છે તે જ ખરી સામાયિક છે. તે સામાયિકનું ફળ અનંત મણ સોનાના દાનના ફળ સાથે પણ સરખાવી ન શકાય, કારણ કે બનેની જાત જુદી છે. જેને કાંઈ યથાર્થ અભ્યાસ નથી અને પોતાનો આગ્રહ છોડવો નથી તેવા જીવોને સાચી સામાયિક ક્યાંથી હોય?
અહીં એમ કહેવું છે કે :- પોતાના ખોટા મતાગ્રહથી, ખોટા ઉપદેશના પોષણથી આગ્રહને વશ થયેલા જીવથી સાચા ધર્મની સન્મુખ થવાતું નથી. શુભભાવને સંવર માને છે અને તેથી નિર્જરા ધર્મ માને છે, વળી અંતરંગમાં (મનમાં) પૂર્વાગ્રહ ખસતો નથી, તે આત્મધર્મ પામી શકતો નથી; કારણ કે તેણે સાચા ગુરુનો આશ્રય કર્યો નથી અને શુષ્કજ્ઞાની અથવા ક્રિયાજડા નામધારી ધર્મી મળ્યા છે, તેનો સંગ-પ્રસંગ રહ્યા કરે છે. પોતે જે માન્યું છે તેનાથી બીજાં આવે તેની ન્યાયથી તુલના કરવી નથી અને સાચાનો નિષેધ કર્યા કરે છે તેવાને કદી સાચા ધર્માત્માનો યોગ મળશે તોપણ અશાતના કરશે.
વળી પોતાનો સ્વછંદ પોષવા માટે અધ્યાત્મ ગ્રંથો વાંચ્યા હોય એવા સ્વચ્છેદી શુષ્કજ્ઞાનીઓએ એક પક્ષે નક્કી કરી લીધું હોય છે કે પોતાને વિષે જ્ઞાનીપણું છે, વળી તેમણે એમ પણ માની લીધું હોય છે કે બંધ અને મોક્ષ કલ્પના છે, અને અનંતકાળ શુભ કરણી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com