________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એક વાત પૂછી કે : તને મીંડા વાળતાં આવડે છે? જવાબ આપ્યો કે એ શું તેની મને સમજ પડતી નથી. તેથી શેઠે કહ્યું કે- તને દશ હજાર રૂપિઆ સોંપીએ, તું તેનો વેપારમાં પથારો કરે પરંતુ તેનો પાછો સંકેલો કરતાં (મીંડા વાળતાં) તને ન આવડે તો મારે તારું પ્રયોજન નથી.
એમ જો સદ્ગુરુની સેવા કરવી હોય તો તારી સ્વચ્છંદતાથી પોતાની મેળે જે જે માન્યતા (કલ્પના) કરી હોય તેની ઉપર મીંડા મૂકી દે. લોકો કઈ કઈ કલ્પનામાં ધર્મ માની બેઠા છે. સેવામાં ધર્મ માન્યો હોય, પુણ્યદાનમાં ધર્મ માન્યો હોય, ભક્તિથી ધર્મ માન્યો હોય, પૂર્વાગ્રહમાં પડ્યો હોય, પોતાનો પક્ષ નક્કી કર્યો હોય, તો તે બધીય માન્યતાના પથારાનો પક્ષ તજી દે એટલે કે સંકેલો કરી લે તો જ પુરુષની ઓળખાણ અને સેવા થઈ શકે તેમ છે.
અહીં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જગતમાં શા માટે રખડે છે, વળી બધાને મોક્ષસુખની ઇચ્છા છે છતાં કેમ રખડે છે, તે આશંકાનો જવાબ કહે છે - મત-દર્શન વગેરેની અનેક વિચિત્ર માન્યતા, પોતાનો આગ્રહ, મત, પક્ષ વગેરે છોડીને પુરુષોના શરણને એટલે પ્રમાણરૂપ સાચી આજ્ઞાને આરાધે તો પોતાના પરમ પવિત્ર જ્ઞાતા ભગવાનને એટલે પોતાના આત્માને
તે પામે.
પામે તે પરમાર્થને” જડદ્રવ્ય અને ચૈતન્યદ્રવ્ય એ બે પદાર્થ શું, તેનાં દ્રવ્ય, ગુણ, પર્યાય એ શું, એમ સ્વદ્રવ્ય, પરદ્રવ્યની જુદાઈ વગેરેનું યથાર્થ જ્ઞાન સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાથી સાચી રીતે સમજાય છે. પદાર્થનો બોધ થવાથી સાચી સમજણ થાય છે કે- જડથી જુદો અને કલુષિતતારૂપ અશુદ્ધતાથી જુદો, પવિત્ર, અવિનાશી, બંધ રહિત, સહજ આનંદમય, શુદ્ધ આત્મા છે.
આત્મસ્વભાવનું લક્ષ ન થાય અને પોતાના સ્વચ્છંદ, આગ્રહથી પાછો ન ફરે તો ઘણા કાળ સુધી ઘણાં શાસ્ત્રો વાંચે કે ઘણાં પુણ્ય કરે તોપણ સભ્યશ્રદ્ધા અને અવિરોધ ન્યાયમાર્ગની સમજણ ન થાય; પણ પાત્રતા મેળવીને પુરુષને ઓળખે, તેમની આજ્ઞાને ઉપાસે તો કલ્યાણ થાય.
મુમુક્ષુને સપુરુષના ન્યાય-યુક્તિ, વાણી સમજાતાં સપુરુષનું જે બહુમાન થાય છે તેમાં સ્વતત્ત્વનું બહુમાન આવે છે; પુરુષનાં વચનના આશયમાં એકાગ્ર થયા થકા મુમુક્ષુ પોતાના સ્વરૂપનો વિચાર કરે છે અને જેમ છે તેમ નિજ સ્વરૂપનો બોધ પ્રગટ કરે છે.
અનંતકાળ ગયો છતાં જીવ ધર્મ કેમ પામ્યો નહિ, તેના કારણો દર્શાવે છે :- ઘણાને મન, વચન, કાયાથી અને પુણ્યાદિથી ધર્મ થાય એવી માન્યતા વર્તે છે. તેનું કારણ એ છે કે- અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનનાં સાધનોને જાણતા નથી, આત્મા નિર્વિકાર, નિર્વિકલ્પ, પુણ્યપાપરહિત સિદ્ધ સમાન છે તેનો લક્ષ, અનુભવ અને પ્રતીત નથી અને તેની * શંકા તથા આશંકાનો અર્થ : શંકા - તમારી વાતમાં મને શંકા થાય છે એમ કહે તેને કોઈ
પરાણે સમજાવી શકે નહિ. આશંકા - તમારી વાત સાચી છે, પણ મને સમજાતી નથી માટે સમજાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com