________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૪૩ સેવે સદ્દગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ;
પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. ૯ પ્રથમ પદ આવ્યું હતું કે :
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” જે પદ કહ્યું તે પદ તને સમજાયું નથી તેનું કારણ સ્વચ્છેદ અને પ્રતિબંધ છે. તેમને ટાળવાની વિધિ પોતાની મેળે ન સમજી શકે, માટે જે યથાર્થ તત્ત્વને સમજ્યા છે એવા સદ્ગુરુ પાસે પોતાનો વિવેક સમજવા માટે, પોતાના મત, આગ્રહ, માનાદિનો પક્ષ છોડી દઈને સરળ ભાવે સદ્ગુરુનાં ચરણને સેવવાં. પોતાની પવિત્રતાએ ઇષ્ટ નિમિત્ત આવે છે. પોતાના સ્વચ્છંદ, પ્રતિબંધનો ત્યાગ કર્યો એટલે પોતાને સાચો માર્ગ અને જ્ઞાની પુરુષની ઓળખાણ થવાની જ છે. નિર્માની થઈ સદ્ગુરુનાં ચરણને સેવે.
“હાડકાંની સેવા નહિ પણ આજ્ઞાની આરાધના” સગુનાં લક્ષણો જાણીને તેમની ચરણોપાસના કરવી એટલે વિનય સહિત સર્બોધ ગ્રહણ કરવો અને સાચી અર્પણતા કરવી.
કોઈ કહે કે અમે ઘણા સાધુને જોયા છે, અમે દશ વર્ષ સુધી સમાગમ કર્યો છે, ધર્મકથા શ્રવણ કરી છે, તેને કહીએ છીએ કે તેમાં દાળિયા શું પાકયા? જેમ કાટ લાગેલી લોઢાની ડાબલીમાં પારસમણિ (રત્ન) લાખ વર્ષ પડયો રહે તોપણ શું કામનો માર્ગની વિધિ, ન્યાય સમજ્યા વિના આંધળી દોડ શું કામની? નિજ પક્ષ છોડીને સાચી ઓળખાણ વડે જિન આજ્ઞાનું સેવન કરે તો જ આત્માર્થ પામે. આત્માનો જેમ જે રીતે ધર્મ છે, વસ્તુસ્વભાવ છે, તેમ સમજે, શ્રદ્ધા અને તે રૂપે આચરે (વર્તે) તો સહજ આનંદસ્વરૂપનું વેદના થાય.
સમ્યક શ્રદ્ધાને વિપરીત અભિપ્રાય રહિતપણે સમજે, આચરે, સ્વસમ્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે, આચરે; અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે અને આચરે; જેને તે યથાર્થ સમજાયું નથી તે યથાર્થ સમજવાની સાચી જિજ્ઞાસા રાખે, પ્રયત્ન કરે તો તે આત્માર્થી છે.
ત્યાગી દઈ નિજ પક્ષ” એટલે પોતાના પક્ષનો પૂર્વાગ્રહ, ઊંધી માન્યતાઓનો સર્વથા ત્યાગ કરવા કહ્યું છે. પોતાની દૃષ્ટિમાં જે નિર્ણય થયો તેમાં સર્વસ્વ કલ્પીને તેમાં પોતાની માન્યતાને, સ્વચ્છંદને પોષણ આપે અને કહે કે અમને આત્માનું તેજબિંબ દેખાય છે, દેવ દેખાય છે, અથવા કહે કે મને પૂર્વ જન્મના સંસ્કાર છે વગેરે અનેક કલ્પના દ્વારા પોતાની દૃષ્ટિએ ઊંધી માન્યતા કરી છે, તે પોતાનો સ્વછંદ, માન્યતા, આગ્રહ છોડીને સન્દુરુષને ગોતે અને એમની પ્રત્યે અર્પણતા કરે, તો તે પરમાર્થને પામે. પરીક્ષાશક્તિ ન હોય તો વિનયથી પાત્રતા કેળવ પણ આંધળી દોડથી તારું કાંઈ નહિ વળે.
શેઠનું દષ્ટાંત :- એક લક્ષાધિપતિ ગૃહસ્થ પાસે એક ગરીબ માણસ નોકરી માટે ગયો. પોતામાં ઘણી બેંશિયારી છે, એમ તે માનતો હતો. શેઠે તેને કેટલાક પ્રશ્નો પૂછયા; તેમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com