________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નથી માટે આપણે સમભાવ રાખવો એવું કહેનારા દુબુદ્ધિઓ સાચા નિમિત્તની અવગણના કરે છે. ધર્મપ્રભાવનામાં ઉદાસીન રહેવું છે અને ઘરમાં, સંસારમાં નભાવી રાખવાની કાળજી કરવી છે એ વિપરીત દષ્ટિવાળો છે, એને આત્માનો આદર નથી, પ્રેમ નથી કોઈ કહે કે દેવ, ગુરુ, ધર્મ તો વીતરાગ છે, માટે ધર્મના બહાને રાગ ન કરાય. તે વાત પરમાર્ગે સાચી છે. ઘરબારથી અને શુભ વિકલ્પથી પણ એકાંત ઠરી જા; સિદ્ધ ભગવાનને શાસન કેમ ચાલશે તેનો વિકલ્પ નથી એવો થઈ જા, તો એ દૃષ્ટિ અને વર્તન મોક્ષનું કારણ છે, પણ પ્રથમ ભૂમિકા તૈયાર કર.
સિદ્ધભગવાન અને વિતરાગદશાની વાતો, વાતો કરવા માટે નથી, પણ ઠરવા માટે છે. તત્ત્વદેષ્ટિના યથાર્થ અભિપ્રાયના ભાનસહિત જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તે તે ન્યાયને યથાર્થ સમજે અને આચરે, મુમુક્ષુ જીવોને ધર્મ પ્રભાવના આદિ શુભ પ્રસંગોમાં બહુમાન, વિનય, ભક્તિ આવ્યા વિના ન રહે, જ્યાં પુરુષાર્થનું પ્રયોજન છે, જ્ઞાનીની એટલે વીતરાગ ભગવાનની આજ્ઞાનું આરાધન છે ત્યાં નમ્રતા અને વિવેક હોય જ.
જેણે મતાગ્રહથી અભિપ્રાય બાંધ્યો છે તે પોતાને અનુકૂળ યુક્તિ મળે એવી વાત આવે ત્યાં ઘોડો થઈ જાય છે.
જેને સાધકસ્વભાવ ઉઘડયો છે તે જીવ યથાસ્થાને યથાર્થ ન્યાય વિચારીને સમજે છે; અને એવું સમજવાની જેને કામના છે, જે અવિરોધ ન્યાય સમજવાનો કામી છે અને જે યથાર્થ છે તે આચરવાનો કામી છે તે આત્માર્થી કહેવાય.
શ્રીમદે કહ્યું છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ અત્યાર સુધી પદાર્થનો બોધ પામ્યો છે પણ તે ઉપર લક્ષ ન કરતાં જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્માનું લક્ષ કરે તો આત્મધર્મ સહેજે પમાય છે.
હું કાંઈક જાણું છું, મારામાં તુલનાત્મક શક્તિ છે, એવી ડંફાસ વડે કેટલાક જીવો અનંતજ્ઞાની મહાપુરુષો થઈ ગયા તેમના અતીન્દ્રિય ન્યાયની તુલના કરતા નથી. કયાં સ્વચ્છેદ પોષાય છે તે પ્રત્યે દુર્લક્ષ કરે છે; એને અપૂર્વ લોકોત્તરમાર્ગ કેમ સમજાય? એ માટે સત્પરુષની ઉપાસના, વિનય, સત્સમાગમ કરવા જણાવ્યું છે.
જ્યાં જ્યાં સમજવું ઘટે ત્યાં ત્યાં યથાર્થ સમજે અને જે જે આચરવું ઘટે તે આચરે એટલે કે ધર્માત્મા જ્ઞાનીના માર્ગે જેને વર્તવાની કામના છે અને સત્પરુષો જે સમજે છે, આચરે છે તે જ મારે સમજવું છે, આચરવું છે તેવી સાચી જિજ્ઞાસા જેને છે તે આત્માર્થી છે. ૮ ' હવે દેવ, ગુરુ, ઘર્મની ભક્તિ અને સાચા સદ્દગુરુને સેવવા વિષે કહે છે. કારણ કે જીવ અનંતવાર બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં અટકયો છે. આત્માનું ભાન થયું નથી, તેનું કારણ યથાર્થ વિવેકનો અને તુલનાત્મક શક્તિનો અભાવ છે. આદરણીય શું અને ત્યાગવા યોગ્ય શું તે યથાર્થ સમજવાનો ઉપાય કોણ બતાવે તે હવેની ગાથામાં કહે છેઃ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com