________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮] થવામાં બાધા દેખાય છે તેનું કારણ પોતાને દેહાધ્યાસ છે; ધન તથા શરીરની મમતા છે.
કોઈએ બુદ્ધિબળ વડે શાસ્ત્રોનું જાણપણું ધારી, કથનમાત્ર તત્ત્વ વિચારવામાં ચર્ચા કરવામાં જ જ્ઞાનીપણું માન્યું છે તે પણ પરમાર્થ અને વ્યવહાર રહિત છે, પુરુષાર્થ રહિત છે, કારણ કે એકાંત માન્યતાના આગ્રહમાં રોકાય છે. કોઈ એમ માને કે આત્મા શુદ્ધ જ છે, જ્ઞાતા, સાક્ષીમાત્ર જ છે, અક્રિય છે, માટે હું આમ કરીશ તો કર્તાપણું આવી જશે, મમતાપણાનો દોષ આવશે; કોઈની સેવા, દાન, પુણ્યમાં નિમિત્ત થઈ જઈશ તો રાગ-દ્વેષ થશે, આમ બોલું તો આમ દોષ આવશે, દેવ, ગુરુ ધર્મની ભક્તિમાં નિમિત્તાધીનપણું આવશે એ આદિ કલ્પનામાં રોકાય તો તે પુરુષાર્થ છોડી સ્વચ્છંદતામાં વર્તે છે. અકર્તાની ભાષાને સાંભળવામાં તત્ત્વને ભૂલીને વેદિયાવેડામાં તથા વાદવિવાદમાં અટકે છે અને સાચા પરમાર્થને પોષક જે ઈષ્ટ નિમિત્તો-સત્ દેવ, ગુરુ, ધર્મ, તેની રુચિ, આદર, બહુમાન, ભક્તિનો ઉપક્ષક થઈ બીજાં ન્હાના બતાવે છે, તેનું કારણ નિશ્ચયાભાસ દૃષ્ટિ છે, દેહાદિ સંસારની મમતા છે. શાસ્ત્ર વાંચીને એકાંત નિશ્ચયના શબ્દો મનમાં ધારી રાખ્યા હોય છે તે સંબંધી રાગમાં રોકાય અને પુરુષાર્થરહિત થઈ સ્વચ્છંદમાં વર્તે અને કહે કે મંદકષાય (શુભ પરિણામ) તો ઉદય કર્મની અવસ્થા છે, આત્માની નથી, આત્મા અકર્તા-અભોક્તા છે. પણ એ પવિત્ર પરમાર્થદશા તો પ્રગટાવ! હું અખંડ જ્ઞાયક સાક્ષી છું એ પરમાર્થ અને તે જાતનું બળ તો આવ્યું નથી, તેથી માત્ર વાતો કરે છે અને કષાય ઘટાડવાના ઈષ્ટ નિમિત્ત (દેવ, ગુરુ, ધર્મ) નો અનાદર કરવારૂપ સ્વચ્છંદમાં વર્તે છે, જીવ પોતે ભૂલ કરે છે તે ટાળવા માટે શ્રીમદ્ રાજચંદ્ર સત્સમાગમ સલ્લાસ્ત્રનો અભ્યાસ, દેવ, ગુરુ, ધર્મની ભક્તિ તથા સરુના સમાગમની ખાસ ભલામણ કરી છે. હું કાંઈ જાણું છું એ આદિ સ્વચ્છેદ-પ્રતિબંધવાન જીવ શરૂઆતનાં સાધન પણ ન ગ્રહી શકે અને બીજી કલ્પનામાં પ્રવર્તે; પણ આત્માર્થ પામે નહિ.
ગાથા ૬-૭ નો અર્થ ઘણો વિશાળ છે. તેમાં ઘણો આશય સમાય છે, શુષ્કજ્ઞાનીને કહ્યું કે હજી કષાય-મમતાનો ઘટાડો નથી, હેઠેથી ઉપડયો નથી ત્યાં જો એમ માનીશ કે હું જ્ઞાની છું તો પછી આગળ વધવાની તક પણ નથી. અનંતકાળથી સ્વચ્છંદમાં જ રખડવું થયું છે. જેમ છે તેમ મધ્યસ્થપણે ઊભો રહી, સર્વજ્ઞ વીતરાગની આજ્ઞા સમજવાનો યથાર્થ ઉપાય સત્સમાગમ અને પાત્રતા વડ અભ્યાસ કરે તો સમજાય તેમ છે.
અનંત કાળથી આત્માના નામે સ્વછંદ અને મતાગ્રહથી બધુંય બહારનું કર્યું છે, એટલે શ્રીમદે નિષ્કારણ કરુણાથી આત્માર્થી જીવોના હિત માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર રચ્યું છે.
જેનો આત્મા સાધકસ્વભાવે છે તે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં તે તે કાર્ય વિવેક સહિત કરે છે. કોઈ જીવ પોતાને ધર્મી માનતો હોય તે દીકરાની કે સ્ત્રી, કુટુંબની કોઈ નિંદા કરે તો તેની સામે કજ્યિાં કરવા તૈયાર થાય પરંતુ જે વખતે ધર્માત્માની નિંદા થાય, દેવ, ગુરુ, ધર્મની હીલના થાય ત્યારે કહે કે આપણે મધ્યસ્થ રહેવું જોઈએ, ધર્માત્માને તો સમભાવ હોય, શાસન તો નભવાનું જ છે, તો તે ઊંધો વીતરાગી છે. પરમાં કર્યું થતું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com