________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
આત્માને ઓળખો, ૫૨માર્થના લક્ષે વિષય-કષાય ઘટાડો, શાયકસ્વભાવની મોટાઈ જાણો અને ધર્મની રુચિ વધારવાના નિમિત્તે દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, પ્રભાવના કરો. તીવ્રકષાય ઘટાડી મંદકષાયનો પુરુષાર્થ ક૨વા શુભનો ઉપદેશ પણ આપે. આત્માર્થીને જ્યાં જે નિમિત્ત દેખાય તેનો ૫૨માર્થ સમજી લે છે. દ્રવ્યસ્વભાવથી શુદ્ધ, અબંધ, નિરપેક્ષ છે તેમ જ માને, અનેકાંત ન્યાયર્દષ્ટિને યથાસ્થાને સમજે, પુરુષાર્થને ઉથાપે નહિ. પુરુષાર્થ હેતુ વ્યવહા૨નો ઉપદેશ પણ ૫૨માર્થને લક્ષે પ્રેમથી સાંભળે, નિત્ય સ્વાધ્યાય, બાર ભાવના, વાંચન, મનન, તથા સસ્વરૂપની ભાવના વડે રાગ, દ્વેષ, પ્રમાદ ટાળવાનો ઉપદેશ ગ્રહણ કરે; હું અકષાયી છું, અસંયોગી છું, ૫૨ધર્મથી ભિન્ન, અખંડ જ્ઞાનમાત્ર છું; એમાં સ્થિર રહેવા માટે વર્તમાન અવસ્થામાં રાગાદિ કષાય ઘટાડવાનો પુરુષાર્થ ઠેઠ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં લગી રહે છે.
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
ચાર જ્ઞાનના સ્વામી ગણધદેવ તથા જ્ઞાની ધર્માત્માઓ પણ વીતરાગદેવનો ઉપદેશ સાંભળે છે. ઉપદેશમાં નિમિત્તની ભાષા આવે કે રાગદ્વેષ, પ્રમાદનો નાશ કરો, અલ્પ પણ પ્રમાદ કરો નહિ. અભિપ્રાયમાં જાણે છે કે ૫૨માર્થે મારા સ્વભાવમાં રાગ-દ્વેષ-પ્રમાદ નથી પણ હજી વર્તમાન અધૂરી અવસ્થા છે તેથી ૫૨લક્ષે મલિનતા થઈ જાય છે, એમ નિશ્ચય અને વ્યવહાર બેઉ ન્યાય ધર્માત્મા જ્યાં જેમ ઘટે ત્યાં તેમ સમજે છે. ૫૨માર્થને લક્ષે એકને મુખ્ય અને બીજાને ગૌણ એમ યથાસ્થાને વિવેક વિના પુરુષાર્થ કોણ કરે ? બધી સમજણ પોતાને જ કરવી પડશે.
ગો૨ ૫૨ણાવી દે પણ સંસાર ચલાવી ન દે, તેમ શ્રીગુરુ સાચા પરમાર્થની દશા બતાવે પણ કોઈ જીવ અજીવને પરિણમાવી ન શકે. કારણ કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે. મર્મ કહ્યો નથી. ગુરુગમનો મહિમા પોતાની સમજણમાં ઉતા૨વો જોઈએ. ૫૨ભાવનો ત્યાગ, સંસાર પરિગ્રહથી તથા દેહાદિ વિષયોથી વૈરાગ્ય એ ત્યાગ-વૈરાગ્યનો પુરુષાર્થ ૫રમાર્થ લક્ષે થવો જોઈએ. વીતરાગર્દષ્ટિની દૃઢતા માટે અંતરંગ જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ જોઈએ. તેમાં પાત્રતા અને સત્સમાગમનું બળ જોઈએ.
શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન હોય તેને કોઈ સ્વચ્છંદવડે સમજવા માગે તો સમજી શકે નહિ. જે મતાર્થી હોય, માનાર્થી હોય તે પોતાના આગ્રહને પોષે, ઊંધી ખતવણી કરે અને સાચા ૫૨માર્થનો તથા પુરુષાર્થનો નિષેધ કરે.
મતાર્થી એટલે ધર્મના નામે પક્ષપાતમાં રોકાયેલો માને કે આ જ ધર્મ સાચો છે, અમારો કુળપરંપરાનો ધર્મ છે તે મારાથી કેમ છોડાય ? એ પ્રકા૨ના મતાર્થી મતાગ્રહ જુએ છે, આત્મા જોતા નથી.
વળી માનાર્થીને માન ગોઠે છે (રુચે છે), પોતાની હીણપ અને બીજાની મોટપ તે દેખી શકતો નથી, વળી ઘણા જીવો શાસ્ત્રના શબ્દો ધારી રાખે છે, પણ જ્ઞાનીનાં વચનોનો આશય અને ૫૨માર્થ નથી જાણતા; માત્ર પોતાના સંપ્રદાયનો આગ્રહ રાખે છે. વળી કોઈને દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, જિનશાસનની સેવા આદિ શુભ પ્રસંગમાં નિમિત્ત
Please inform us of any errors on rajesh@Atma Dharma.com