________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮]
[૩૯ શોભા, દેવ, ગુરુ, ધર્મની પ્રભાવના-ભક્તિ એ પ્રશસ્ત રાગ છે, તે પરમાર્થે હેય છે; પણ હું કોણ છું, કેવડો છું તેનું જેને જ્ઞાન નથી તે શુભનો નિષેધ કરીને જાણે ક્યાં? જેને સ્વરૂપની દૃષ્ટિ થાય તેને રાગની દિશા બદલાયા વિના ન રહે, કારણ કે સાધનદશા છે ત્યાં લગી રાગ થઈ જાય. પવિત્ર જિનશાસનની શોભા, જિનપ્રતિમાની ભક્તિ અને દેવ, ગુરુ, ધર્મનું બહુમાન થાય તેવી ભાવના થવી જોઈએ જો મનની વૃત્તિ તૂટીને વીતરાગદશામાં સ્થિર થઈ ગયો હોય તો તેને કોઈ કહેતું નથી કે તું વિવેક લાવ.
વળી જેને સાચી દૃષ્ટિ છે તે નિત્ય શાસ્ત્ર વાંચન, મનન, શ્રવણ અથવા જ્ઞાનધ્યાન અને સપુરુષની ભક્તિમાં, જિનઆજ્ઞામાં વર્તતો હોય જ, તેને જ્યાં જ્યાં જે જે પરમાર્થ ઘટે તેની સમજણ અને વિવેક હોય જ.
અંતરંગ અભિપ્રાયમાં એમ સમજે કે હું પૂર્ણ શુદ્ધ વીતરાગ છું, રાગનો અંશમાત્ર મારામાં નથી. આ પરમાર્થષ્ટિમાં સ્થિર થવા ટાણે તો શુભ વિકલ્પનો પણ નિષેધ હોય, પણ સ્થિરતાનો પુરુષાર્થ (રાગ ટાળવાનો પુરુષાર્થ) કરતાં મંદ કષાય (શુભભાવ) થઈ જાય છે. અશુભમાં જ ઊભેલાઓ શુભનો નકાર કરે તો તે આત્માર્થ નથી.
ગૃહસ્થપ્રસંગમાં, ઘરબાર, છોકરાનાં લગ્ન વગેરે પ્રસંગોમાં કાળજી રાખવાની વૃત્તિ રાખે છે, સંસારનું રૂડું દેખાડવાની ઇચ્છા છે અને પવિત્ર વીતરાગમાર્ગની શોભા, જિનશાસનની ઉન્નતિ અર્થે તન, મન, ધન, ખર્ચવામાં સંકોચ કરે તેને સત્નો અનાદર છે. કદી તું એમ કહે કે આત્મા શુદ્ધ છે, અકષાયી છે તો તેને જ્ઞાની કહે છે કે તારે માટે તે નથી, કારણ કે પવિત્ર જ્ઞાયક રહે તો ઠીક છે, પણ
જ્યાં જ્યાં ધર્મપ્રભાવના-ભક્તિનાં નિમિત્તોની જરૂર જણાય ત્યાં લોભ-કષાય ઘટાડવો જ જોઈએ તેને બદલે કોઈ લોભ વધારે અને કહે કે શું કરીએ? અમે સંસારી વ્યવહારમાં બેઠા છીએ, અમારે ઘર-વ્યવહારમાં તો ધન ખર્ચવું જોઈએ. આમ ધર્મપ્રભાવના પ્રત્યે દુર્લક્ષ કરનારને આત્માની રુચિ નથી.
આત્મજ્ઞાનદશા પામ્યો હોય તે પણ જ્યારે નિર્વિકલ્પ-સ્થિર ઉપયોગમાં ન ટકી શકે ત્યારે શાસ્ત્રઅભ્યાસ, સ્વાધ્યાય, દેવ, ગુરુ, ધર્મની ભક્તિનું પરમાર્થને લક્ષ આલંબન લે છે. ધર્મની પ્રભાવના નિમિત્તે યથાશક્તિ બધું કરે છે; પોતાને અકષાય (પૂર્ણ પવિત્ર) સ્વભાવમાં જવું છે તેથી કષાય ઘટાડવાનાં નિમિત્તો પુરુષાર્થ વડે મેળવશે, ધર્મસાધનામાં ધન ખર્ચીને અથવા પોતાનો વીતરાગી (દેવ, ગુરુ, ધર્મ) પ્રત્યેનો પ્રેમ વધારીને પણ ધર્મની પ્રભાવના કરશે. આત્માર્થી પોતાનો પુરુષાર્થ (શક્તિ) ગોપવે નહિ, શુભથી ડરે નહિ. વર્તમાન ઘણા લોકો નિશ્ચયાભાસમાં વર્તે છે, અશુભમાં વર્તે છે, તે કદી ધર્મની વાતો ભલે કરતા હોય પણ તેને સંસારનું પોસાણ છે, મોક્ષસ્વભાવનું પોસાણ નથી, કારણ કે તેઓ પુણ્યની રુચિ રાખીને એવું માને છે કે અમે પુણ્યને સંસારનું ફળ માનીએ છીએ. પુણ્યથી ધર્મ નથી, પણ ભાઈ રે! ઊભો રહે, વિચાર કર કે હું ક્યાં ઊભો છું? કોના તરફ વલણ છે? કોની રુચિ છે? તેનો વિવેક (સમજણ અથવા ભેદજ્ઞાન) હોવો જોઈએ. ધર્મી જીવને જ્ઞાનનો ઉપદેશ છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com