________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંસારનો પ્રેમ છે ત્યાં લગી સાચા પરમાર્થને અનુકૂળ નિમિત્તનો અનાદર (અનુત્સાહ) રાખે તો તે મહા અજ્ઞાનતા છે. કોઈ એકાંતદેષ્ટિ પકડીને દેહાદિના ક્રિયાકાંડમાં અટકયા છે, કોઈ સાચા નિમિત્તને નિષેધવામાં–નિંદા કરવામાં, કોઈ મનની ધારણામાં, કર્મભાવમાં અટકયા છે, લોકોને ભૂલાવાનાં સ્થાન જ્યાંત્યાં ઘણા છે. અનાદિથી ઊંધી દૃષ્ટિ, જ્ઞાનની (સસ્વરૂપની) વિરાધના અને સાચી પરીક્ષાનો અભાવ હોવાથી ધર્મઘેલા જીવોને ઠામઠામ ઊંધું સમજાવનારાનો યોગ સાંપડે છે.
પોતાની સગવડતા રાખવી છે. પોતાની નિંદા થાય એ ગોઠતું નથી, તો પછી સુપાત્ર મુનિ કે કોઈ સાધર્મીભાઈની સેવા કેમ ગોઠતી નથી, તથા વીતરાગધર્મની પ્રભાવનાની નિંદા થતી કેમ ગોઠે છે? ધર્મની રુચિ હોય ત્યાં સંસારનો કે દેહાદિનો અશુભ રાગ છોડવા માટે શુભ પરિણામ કરવાની ના પાડી નથી, કારણ કે સન્ની રુચિ હોય તેને પ્રશસ્ત રાગ થયા વિના રહેશે નહીં; છતાં તે રાગનો રાગ નથી. પરમાર્થમોક્ષમાર્ગમાં શુભભાવનો (-પુણ્ય પરિણામનો ) નિષેધ છે; પણ કયારે? કે આત્મજ્ઞાન સહિત પુરુષાર્થ વડે અંતરંગ અભિપ્રાયમાંથી શુભ-અશુભ બેઉ વિકારી ભાવોનો નિષેધરૂપ અબંધભાવ ઊભો રાખે તો. વળી ધર્માત્માને અધૂરું ચારિત્ર છે ત્યાં લગી નિશ્ચયસ્વરૂપના લક્ષે ધર્મની પ્રભાવનાના ભાવો થાય છે, પણ શુભ પરિણામથી તથા દેહની ક્રિયાથી તે ધર્મ માનતો નથી; અકષાયના લક્ષે તીવ્રકષાય ટાળવાનો પુરુષાર્થ તે અકષાયમાં જવા માટે નિમિત્ત છે તેમ જાણે છે, વળી કોઈ નિશ્ચયસ્વરૂપના અનુભવ વિના માત્ર દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, દેહાદિની ક્રિયા વગેરે વ્યવહારધર્મને જ ઉપાદેય માને, જોગની ક્રિયાથી સાધન માને અને પુણ્યપરિણામમાં રોકાઈ જાય તો સાચો પુરુષાર્થ નથી. નિશ્ચયના લક્ષ વિના મંદ કષાય તે વાસ્તવિક મંદ કષાય (એટલે પ્રશસ્ત રાગ) નથી, છતાં જેને સ્વાનુભવદશા પ્રાપ્ત થઈ નથી તેને આ શુભભાવ છોડી અશુભમાં જવું એમ કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. દેવ, ગુરુ, ધર્મ એ ત્રણે વીતરાગસ્વરૂપમાં છે. તેનો પરમાર્થ ગ્રહીને સ્વતન્ત સંબંધી રુચિ વધારે. સાચું સમજવાનો પુરુષાર્થ થતાં શુભ પરિણામના વિકલ્પ અને શુભ નિમિત્ત પણ સાથે આવે જ. જે તેનો નિષેધ કરે અને સંસારના અશુભ રાગાદિમાં વર્તે તેને પાત્રતા જોઈતી નથી. અશુભ આચારનો આદર કરીને જશે કયાં? તેને પવિત્ર ધર્મની રુચિ જ નથી. પણ દેહાદિ સંસાર રાખવાની રુચિ છે. રૂ. ૨૫OOO નું મકાન કરવું હોય તો બરાબર વ્યવસ્થા રાખવાના ભાવ કરે, વખતની કાળજી રાખે, જાતે દેખરેખ પણ રાખે, મજુર વગેરે શું કરે છે, કાંકરી સારી છે કે નહિ, ચૂનો ચીકણો નહિ હોય તો આ હજીરો (મકાન) વહેલો પડી જશે, એના પાયા મજબૂત અને ઊંડા કરવા વગેરે કાળજી (રુચિ) રાખે, પણ મારા સસ્વરૂપની શ્રદ્ધાના પાયાનું શું? પવિત્ર દેવ, ગુરુ, ધર્મની ભક્તિ કે પ્રભાવનામાં ભક્તિ વડે આદર કર્યો નથી તો મરીને કયાં ઉતારા કરશે? સત્ દેવ, સત્ ગુરુ, સત્ ધર્મની ભક્તિ-પ્રભાવનાનાં નિમિત્તો મેળવવા પ્રત્યે અરુચિ રાખનારા આરંભ-સમારંભનાં બહાના બતાવે છે. પણ પોતાને ઘેર લગ્ન આદિ પ્રસંગમાં તે રુચિ રાખે છે-તેનો અર્થ એ છે કે તેમને ભૂંડા રાગની રુચિ છે. ઇષ્ટ નિમિત્તોની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com