________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮]
[ ૩૭ રાગ ટાળવાનો પુરુષાર્થ કરે જ છે અને જ્યાં જેમ ઘટે તેમ જ સાચું સમજે છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે કદાચ કથનમાં વિરોધ જેવું દેખાય તો તેનો પરમાર્થ આશય નયની અપેક્ષાથી સમજી લે, કયાંય મૂંઝાય નહિ.
વળી શાસ્ત્રમાં શુભપરિણામથી બંધ થાય છે એમ કહ્યું છે, માટે મારે શુભ પરિણામ (મંદકષાય) નથી કરવા, દેવ-ગુરુ-ધર્મની ભક્તિરૂપ વ્યવહાર વિકલ્પથી પુણ્યબંધ છે, એમ એકાંત પક્ષને પકડીને કહે કે મારે તો આત્માનું ધ્યાન કરવું છે, હું વિકલ્પ કરું, શાસ્ત્ર વાંચું અથવા પ્રભાવના આદિ કાર્યમાં જોડાઉં તો મારા જ્ઞાન-ધ્યાનમાં ખલેલ પડે, પણ સાચી દૃષ્ટિનું લક્ષ તારામાં નથી, અંતરસ્થિરતા વિના જોગની સ્થિરતાથી તું શું કરવાનો છો? તે સંબંધમાં જયસેન આચાર્ય પ્રવચનસારની ટીકામાં કહે છે કે તું ગૃહસ્થ હો, કદી મુનિ હો, પણ જો તને તારા દેહ માટે સગવડતાની સાવદ્યવૃત્તિ આવતી હોય, તને રોગથી સુધાથી પીડા તથા આકુળતા થતી હોય, કોઈ મારી સેવા કરે એ આદિ ભાવ હોય તો દેહ ઉપર તને વ્હાલપ વર્તે છે અને બીજા મુનિની સેવા, વૈયાવૃત્ય, ભક્તિમાં તને ઉત્સાહુ નથી તો તું પાપી છો, ધર્માત્મા નથી. કદી તું વીતરાગી થઈ ઠરી ગયો હો તો કંઈ વ્યવહારનો પ્રશ્ન રહેતો નથી. પણ જે રાગમાં અટકયો છે, છતાં વિવેકહીન થઈને દેવ-ગુરુ-ધર્મ તથા મુનિ વગેરે પરપદાર્થ છે, પુણ્યથી બંધ થાય છે માટે તે હેય છે, એમ માને છે અને શુભ નિમિત્તને ટાળી અશુભમાં પ્રવર્તે છે તે મિથ્યાષ્ટિ છે, કારણ કે તેને વીતરાગી ધર્મનું બહુમાન નથી. જ્યાં લગી પોતાની સગવડતા ટકી રહે એવા વિષય-કષાયના સંસારભાવ ઊભા છે ત્યાં લગી જિનશાસન ટકી રહો, દેવ, ગુરુ, ધર્મ, સસ્વરૂપ જયવંત વર્તો એવો અપૂર્વભાવ તથા ઈષ્ટ નિમિત્તની ભક્તિનો ઉત્સાહ રહેવો જોઈએ. સ્ત્રી, ઘર, કુટુંબ આદિ વ્યાપારમાં રાગબુદ્ધિ છે તે પાપબુદ્ધિ છે. તેમાંથી નિવૃત્તિ લઈને સાચા દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, સુપાત્રે દાન, વીતરાગી શાસનની પ્રભાવના, જિનપૂજા, ભક્તિ અને વૈયાવૃત્યને યોગ્ય સાધર્મી આત્માની સેવા કરવાનો ભાવ જેને નથી તે અધર્મી છે. દેહાદિ, સ્ત્રી, પુત્રાદિ વગેરેમાં પ્રેમ છે પણ પરમાર્થનિમિત્તમાં પ્રેમઆદર નથી તેને ધર્મની રુચિ નથી, પાપની રુચિને પોષણ આપે છે, પવિત્ર ભાવનાને પોષણ આપનારા સાચા દેવ, ગુરુ, ધર્મ વિષે આદર નથી. તે જીવ ધર્મસ્નેહ, પ્રશસ્ત રાગનો નિરોધ પાપમાં ટકીને કરનારો છે. સધર્મની ઉન્નતિ ઇચ્છતો નથી તેથી તે પાપી જીવ છે. જે મુમુક્ષુ છે તેને યથાયોગ્ય વિવેક હોય, પરમાર્થ અને પરમાર્થભૂત વ્યવહાર તથા નિમિત્તભૂત વ્યવહાર તેને જેમ છે તેમ જાણે. હિત-અહિત હોય-ઉપાદેય બરાબર સમજે અને ભક્તિ, વિનય, સત્સમાગમ, વૈરાગ્ય વગેરે જ્યાં જેમ ઘટે તેમ વિવેક કરે. વીતરાગી પવિત્ર તત્ત્વની દૃષ્ટિ હોય ત્યાં ભૂંડા રાગની (સંસારની) દિશારાગની રુચિ ન બદલાય તે કેમ બને? જ્યાં લગી નિગ્રંથ મુનિપણું અને જ્ઞાનની સ્થિરદશા નથી ત્યાં લગી આત્મધર્મની ઉન્નતિમાં ઈષ્ટ નિમિત્તની ભક્તિ, પ્રભાવના વગેરે શુભ પ્રસંગ મેળવવાનો પ્રેમ આવ્યા વિના ન રહે. જો પરમાર્થને પામ્યો હો તો આત્માની પવિત્ર વીતરાગ દશામાં ઠરી જા, પણ જ્યાં લગી અપ્રશસ્ત રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com