________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬]
[ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અનેરી છે. સત્સમાગમ, ગુગમ અને યથાર્થ સમજણનો વિવેક પૂર્વાગ્રહ (મતાર્થ,માનાર્થ) છોડ્યા વિના નહિ સાંપડે, આત્માને સમજવાની સાચી રુચિ થયે સત્સાધન, સત્સમાગમ તથા સદ્ગુરુ અવશ્ય મળે જ. અને તેથી યથાર્થ વિવેકમય સ્વભાવ જાગૃત રહે. ૭. હવે આત્માર્થીનાં ખાસ લક્ષણ કહે છે :
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એ. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે તે યથાસ્થાને સમજવું એટલે જ્યાં તત્ત્વદેષ્ટિ સંબંધી વાત (ન્યાય) હોય ત્યાં શુદ્ધદ્રવ્યની વાત સમજે. જે જે અપેક્ષા (દષ્ટિ) થી જે જે ન્યાયનું પ્રયોજન હોય ત્યાં તેમ જ સમજે અને જ્યાં પુરુષાર્થવડે રાગ-દ્વેષ ઘટાડવાનું કથન હોય ત્યાં પરમાર્થહેતુરૂપ વ્યવહાર યથાયોગ્ય સમજે, એકાંતદષ્ટિ પકડી ન રાખે.
પ્રશ્ન :- પરમાર્થે આત્મા અકષાયી કહ્યો છે, છતાં તમો રાગદ્વેષ આદિ બાહ્ય-આત્યંતર પરિગ્રહ ત્યાગ કરવાનું કેમ કહો છો? જ્ઞાનમાત્ર આત્મામાં બીજું કાંઈ (ઉપાધિ માત્ર) નથી, પૂર્વે અનંતવાર કષાયની મંદતા, ત્યાગ, વૈરાગ્ય, ચારિત્ર વગેરે કર્યું છતાં તે શુભ પરિણામથી આત્મજ્ઞાન ન થયું એમ તમે આગળ કહ્યું હતું ને?
ઉત્તર :- પુખ્યવડે કે જોગની ક્રિયાવડે અકષાયી આત્માને લાભ ન થાય. શુદ્ધભાવ વિના ધર્મ નથી; એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે.
કોઈ એકાંત નિશ્ચયકથન પકડીને પરમાર્થભૂત પુરુષાર્થરહિત થાય, મારે રાગ-દ્વેષ સર્વથા નથી એમ માને અને સ્વચ્છંદમાં વર્તે તો હજી મંદકષાય, અંતર ત્યાગ-વૈરાગ્ય થયા વિના જશે કયાં? નરક, નિગોદ આદિ અશુભ ગતિમાં જશે. જ્ઞાનીનો ઉપદેશ અશુભ પરિણામમાં ( પાપમાં ) જવાનો ન હોય.
(જીવ એકાંત પકડે છે તેનું દૃષ્ટાન્તઃ- કોઈએ કહ્યું કે પડીશ તો મરીશ. આ સાંભળનારે કજીયો માંડ્યો કે મરવાનું કેમ કહ્યું? ખરી રીતે તો કહેનારે તેને પડતો બચાવવા કહ્યું છે, છતાં તે અધૂરું સમજે અને એકાંત પકડે તેને શું થાય !)
શાસ્ત્રમાં મોક્ષમાર્ગનું કથન હોય ત્યાં એમ જ આવે છે કે પુણ્યપરિણામ સર્વથા હોય (ત્યાગવા યોગ્ય) છે, પાંચ મહાવ્રત આદિ સર્વ શુભ પરિણામ તે આસ્રવ છે. કર્મભાવ છે માટે છોડવા યોગ્ય છે. પણ હજી જે જીવ પરમાર્થતત્ત્વને પામ્યો નથી, રાગ, દ્વેષ, અજ્ઞાનભાવમાં ટકયો છે અને મંદ કષાયનો પુરુષાર્થ છોડીને સ્વચ્છેદે અનાચારમાં વર્તે છે તેને મુમુક્ષુપણું પણ સંભવે નહિ. વળી ધર્માત્મા સાધકને હજી ચારિત્રની અધૂરાશ છે, અભિપ્રાયમાં રાગાદિ અસ્થિરતા સર્વથા હેય (ત્યાગવા યોગ્ય) માને છે, પણ વચ્ચે શુભપરિણામ અને શુભ નિમિત્ત આવે જ, આ શુભનો નિષેધ કરી અશુભમાં વર્તનાર કંઈ સમજ્યો નથી. જે મુમુક્ષુ-મોક્ષમાર્ગી છે તે સાધકસ્વભાવનો પરમાર્થભૂત વ્યવહાર એટલે નિશ્ચયસ્વરૂપને લક્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com