________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭]
[ ૩૫
વળી કહ્યું છે કે સ્વચ્છંદ અથવા દર્શનમોહનો ત્યાગ એટલે હું કંઈ જાણું છું, મેં જાણ્યું તે સાચું છેએ પ્રકારના મિથ્યા આગ્રહનો ત્યાગ જોઈએ. એક પત્રમાં શ્રીમદે લખ્યું છે કેઃ “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. ”
સ્વચ્છંદ=દર્શનમોહ, પ્રતિબંધ=ચારિત્રમોહ;
એ ઔપાધિક કર્મભાવ મારા જ્ઞાયકસ્વભાવમાં નથી, હું બધાં ૫૨દ્રવ્યો (દેહાદિ તથા રાગક્રોધાદિ) થી જાદો છું, પવિત્ર છું, અનંત ઐશ્વર્ય-સામર્થ્યથી પૂર્ણ છું એમ અભ્યાસ દ્વારા અંતર્વિચાર–મનન વડે અધિકપણે અભિપ્રાયમાં જેને દૃઢ થયું અને સાથે એમ પણ આવ્યું કે આ પુદ્ગલકર્મનિમિત્તના દોષ-મળ મારા નથી (મારા સ્વભાવમાં નથી) તે વર્તમાનમાં અશુદ્ધ અવસ્થા દેખાય છે તેને (બધા દોષને ) ટાળવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ.
ક્રિયાજડવાદી વિષે આગળ કહ્યું છે કે શરીરને રોકી રાખવું, રોટલા ન ખાવા, જોગની ક્રિયાનું અભિમાન કરવું, તેનાથી તો મંદ કષાય (પુણ્યપરિણામ ) પણ નથી, ક્રોધ, માનાદિ કષાય તથા દેહાદિની મમતાને ઘટાડયા વિના શુભપરિણામ પણ નથી.
જો ૫૨માર્થતત્ત્વના લક્ષસહિત મંદ કષાય, અંતરત્યાગ-વૈરાગ્ય હોય તો તે નિમિત્તરૂપે સાધન કહ્યાં છે, પણ મનના શુભ વિકલ્પથી (પુણ્યપરિણામથી ) ધર્મ નથી. અકષાયને લક્ષે મંદકષાયનું વલણ (પુરુષાર્થ) કરે એટલે કે મનના શુભ પરિણામ અને કષાયની મંદતા કરે અને તેને ધર્મ ન માને તો તે સાધન કહેવાય.
સર્વજ્ઞ વીતરાગ ભગવાનના અનેકાન્ત સ્વરૂપના ન્યાયની વિધિ સમજે કેઃ આત્મા જ્ઞાનમાત્ર, અવિનાશી, પવિત્ર છે, અબંધ છે, અક્રિય છે, શુભાશુભ વિકલ્પરતિ અવિકારી છે. સર્વજ્ઞ ભગવંતે જેવો આત્મા કહ્યો છે તેવો પ્રમાણ કરીને, પૂર્વાપર વિરોધરહિત પોતાનું યથાર્થપણું માને તો સત્તમાગમવડે આત્મતત્ત્વની પ્રાપ્તિ સુલભ છે; પણ સ્વચ્છંદે અજ્ઞાનવડે દુર્લભ છે.
શુષ્કજ્ઞાનથી પણ કલ્યાણ નથી એમ કહ્યું છે. પુણ્યાદિક્રિયાથી અને દેહાદિ વડે વ્રત, તપ, ચારિત્રથી તથા બુદ્ધિબળથી પણ સમ્યાન પ્રાપ્ત થતું નથી; પણ સર્વજ્ઞપ્રમાણ ન્યાયથીસમજણની વિધિથી પ્રાસની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોના જાણપણાવડે, મનની ધારણાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી હોત તો અનંતવાર આચારાંગ આદિ અગિયાર અંગ કે જેમાં સંખ્યાતા કરોડો શ્લોક હોય છે તેનું જ્ઞાન કર્યું છતાં પ્રાપ્તિ કેમ ન થઈ ? વળી જૈનધર્મની વ્યવહા૨થી શ્રદ્ધા કરી, ચારિત્ર પણ પાળ્યું, મનની ધારણારૂપે વ્યવહારદર્શન, જ્ઞાન, ચારિત્રનો સ્વીકાર પણ કર્યો, વ્યવહા૨થી જિનઆજ્ઞાને માની છતાં હજી ભવભ્રમણ દેખાય છે, ભવનો અંત દેખાતો નથી. આત્મજ્ઞાન સિવાય બધુંય કર્યું પણ એ કર્મભાવથી અંશમાત્ર સદ્ધર્મ પ્રગટયો નહિ. આત્મામાં અતીન્દ્રિય આનંદ શાંતિ છે. તેનું વેદન થયું નથી તેથી હજી સત્ સમજાયું નથી. આત્મામાં જ અસંયોગી, અતીન્દ્રિય આનંદ છે. મન, ઇન્દ્રિયથી ભિન્ન સહજ આનંદ-ચૈતન્ય સ્વભાવની શાંતિ છે તેનો અનુભવ પ્રગટ થવો જોઈએ. તે જાતની વિધિ, પુરુષાર્થની સ્થિરતા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com