________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સપુરુષને ચરણે જાય તો તેના બધા દોષ ટળવાનો અપૂર્વ પ્રસંગ આવે. વળી પોતાને સમજ્યા વિના સ્વચ્છેદે જિનઆજ્ઞાના નામે પૂર્વે વ્રત, ચારિત્ર, બ્રહ્મચર્ય આદિ અનંતવાર પાળ્યા પણ સમ્યગ્દર્શન ન થયું. શુભ-અશુભ રાગ, મનના સંબંધનો વિકલ્પ તોડીને વીતરાગસમાધિ (ભાવચારિત્ર) નો અંશ પણ પ્રગટ ન કર્યો. મોક્ષમાર્ગમાં તો સ્વસ્વરૂપની યથાર્થ ઓળખાણ અને પરધર્મથી સ્વધર્મની જુદાઈ જાણીને આત્મામાં જિનદીક્ષા-જિનદશા પ્રત્યક્ષ પ્રગટવી જોઈએ. અંતરમાં ઊંડાણમાં સંસારની મીઠાશ, તૃષ્ણા અને પુણ્યાદિ સગવડતાની (બાહ્યપદાર્થની) રુચિ વર્તે છે એ દોષને જાણે, પછી દોષ ટાળવાનો ઉપાય માત્ર આત્મજ્ઞાન છે એમ સમજી પ્રથમ આત્મજ્ઞાનનો અભ્યાસ જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્ર પાત્રતા મેળવવા વિષે ઘણા પ્રકારે કહ્યું છે તેમાં એક પ્રકારે કહ્યું છે કે પરમાર્થની રુચિપૂર્વક –
(૧) સંસાર પ્રત્યે ઉદાસીનતા, (૨) વિષયભોગ પ્રત્યે અનાસક્તિ, (૩) દેહાદિની મમતાનો ઘણો ઘટાડો, (૪) માનાદિ કષાયનો ઘટાડો-આ બધું જોઈએ. વળી બીજી રીતે કહ્યું છે કે – (૧) વિશાળબુદ્ધિ-પક્ષપાતરહિત, અનેકાન્ત ન્યાયદૃષ્ટિ,
(૨) મધ્યસ્થતા=ઉદાસીનતા, મમતાનો અભાવ.-આ બે દર્શનમોહ (મિથ્યાત્વ) ના નાશનો ઉપાય છે,
(૩) સરલતા=નિર્માનપણું, પોતાના દોષ દેખી તે ટાળવા, (૪) જિતેન્દ્રિયપણું. આ બે ગુણ ચારિત્રમોહ ટાળવાનો ઉપાય છે.
ત્રીજા પ્રકારે (૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકમ્પા (૫) પોતાની સત્ સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા, સચિ. શાસ્ત્રમાં પણ પાંચ કારણો કહ્યાં છે તે નીચે મુજબ છેઃ
(૧) ક્ષયોપશમ એટલે પોતાનું હિત-અહિત સમજવાયોગ્ય જ્ઞાનનો ઉઘાડ (૨) કષાયની મંદતા અથવા વિશુદ્ધિ (૩) દેશના એટલે સત્પુરુષનો ઉપદેશ, તત્ત્વબોધ, સત્પદનો ઉપદેશ (૪) પ્રાયોગ્યલબ્ધિ-મતિની નિર્મળતા અથવા પક્ષપાતરહિત સરલ બુદ્ધિ થવા માટે પાત્રતા વધતાં કર્મની સ્થિતિ અનુરાગનું મંદ થવું (ઘટવું ), (૫) કરણલબ્ધિ એટલે ચારિત્ર ગુણના પરિણામની વિશુદ્ધિ. પાત્રતા પામવા માટે યથાર્થ સત્પુરુષનો તત્ત્વઉપદેશ ભાવથી શ્રવણ કરવો જોઈએ, વિચારીને મનન કરવું જોઈએ, જેટલા ગુણો પ્રગટાવ્યા તેને અધિક કરી ટકાવી રાખવા જોઈએ. બધા દોષ (ચારિત્રના દોષ) એકદમ ટળતા નથી પણ અભિપ્રાયમાં શીધ્ર બધા દોષ ટાળવાનું લક્ષ (હું અકષાય છું, શુદ્ધ છું એ ) હોવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com