________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭] કયાંથી હોય? ચક્રવર્તી રાજા કે જે તીર્થકર થવાના હોય તે ગૃહસ્થવેશમાં હોય ત્યારે હજારો સ્ત્રીઓનો યોગ છતાં બ્રહ્મચારી જ્ઞાની હોય, કેમકે તેમને અંતરંગમાં પવિત્ર વિતરાગદશાનો વિવેક વર્તે છે. કોઈએ પ્રથમ ત્યાગ કર્યો ને બીજાએ પછી ત્યાગ કર્યો તેથી પ્રથમવાળો માને કે હું બાળબ્રહ્મચારી છું, એ ગર્વ મિથ્યા છે. ચક્રવર્તી રાજાઓ છન્ને હજાર સ્ત્રીઓનો ત્યાગ કરી બે ઘડીમાં કેવળજ્ઞાન પામીને ભગવાન થયા છે. ઊંડા ઊતરી ન્યાયની તુલના કરે તો વિરોધ લાગે નહિ. જેને વસ્તુની પરીક્ષા નથી તેને પરિણામ ઓળખવાનો ભાવ નથી. બાહ્યદૃષ્ટિ જીવોના ત્યાગ-વૈરાગ્ય અજ્ઞાનરૂપ જ હોય છે, તેઓ પોતાની દૃષ્ટિએ બીજાને જુએ છે. પોતે બાહ્ય ક્રિયા કરતો હોય, પોતામાં ત્યાગ-વૈરાગ્ય દેખતો હોય તે બીજામાં ન દેખે તો તેની નિંદા કરે છે, પણ જ્ઞાનીનો માર્ગ ન્યાયી છે, કેમકે ગઈકાલનો મહાપાપી કસાઈ હોય પણ તે પાપનો ત્યાગ કરી વર્તમાનમાં ધર્મી થઈ શકે છે, પણ મિથ્યાષ્ટિ પરજીવની દયા પાળનારા રખડે છે.
તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ સરલતાથી અનેક ન્યાય સમજવા પડશે. જો ગુણ-દોષનો વિવેક નથી તો મુમુક્ષુપણું પણ નથી. સાચું સમજવાનો કામી હોય તે વિવેકી અને મધ્યસ્થ હોય છે. આવા આત્માર્થી હોય તેના આચાર-વિચાર વિપરીત ન હોય. સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી, એવો કટાક્ષ કરવાની ભાષા અને ભાવ કોઈ પ્રત્યે ન હોય, દરેક જીવ શક્તિરૂપે પરમાત્મા છે. તે ક્ષણમાં જ્ઞાની બને છે. સમંતભદ્રાચાર્ય મહારાજ કહે છે કે નીચ કુળમાં જન્મેલો જીવ કદી આત્માનું ભાન પામે તો તેને દેવો પણ પૂજ્ય કહે, કારણ કે ધર્માત્માને પાંચમું ગુણસ્થાન વર્તે છે. ગણધરો પણ તેને દેવથી ઉત્તમ કહે છે, કારણ કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ કરતાં પણ તેના ગુણની ભૂમિકા અનંતગુણી ઉત્તમ છે. બાહ્યદૃષ્ટિએ તફાવત એટલો કે તે દેવોને પુણ્યનો યોગ છે અને આ ધર્મામા કદાચ લાકડાના ભારા વેચીને નિર્વાહ કરતો હોય, છતાં જ્ઞાનીની દૃષ્ટિએ દેવથી આ પાંચમાં ગુણસ્થાનવાળો અધિક છે. બાહ્યદૃષ્ટિ જીવો પર્યાય દેખે છે અને કહે છે કે, આને વેપાર, સ્ત્રી, ધન, વગેરે પરિગ્રહ છે, પણ અમે ત્યાગ કર્યો છે, અમે ચારિત્રવાન છીએ, એ માટે અમારો આદર કરો-એ પ્રકારે માનાર્થી અને માર્થી બાહ્યદેષ્ટિ વિષે કહ્યું. એવા જીવોને જૈનદીક્ષા કે જેને દુષ્કર સંયમ કહેવાય છે તેના કડક ચારિત્રની વિધિ, ક્રિયાકાંડ, ત્યાગ, વૈરાગ્ય હોય છતાં તે બધું માન વધારવા માટે તેમણે કર્યું છે. જો આત્મજ્ઞાન અર્થે હોય તો વિનય, નિર્માનતા, વિવેક, પાત્રતા તથા સાચી જિજ્ઞાસા હોય. જેને મૂળમાર્ગની ખબર નથી, અંતરંગમાં મનની સૂક્ષ્મ ક્રિયા, રાગ, દ્વેષ શું થાય છે, તેની ખબર હોતી નથી, સ્વભાવ-પરભાવનો વિવેક નથી, તે પોતે શું કરી રહ્યો છે, શું માની રહ્યો છે, તેની ખબર હોતી નથી. સાચું સમજવાનું લક્ષ આત્મા પ્રત્યે કરે નહિ, બીજા લોકોની ચેષ્ટા જોયા કરે, અંદરમાં કર્તુત્વભાવ, રાગાદિ, માનાદિ, સ્વચ્છંદનું વલણ રહેતું હોય છે, વળી સ્વચ્છંદ અને મતાગ્રહનું પોષણ મેળવતો હોય છે, તેથી પોતાને વિષે રહેલા દોષ પોતે જાણી શકે નહિ, પણ પાત્રતાની રુચિ વધારે અને સત્સમાગમ શોધે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com