________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨ ]
કેમ રહે છે? તે પાપની રુચિ છોડી પવિત્ર ભગવાન આત્માની ઉત્કૃષ્ટ રુચિ કરો; મલિનતા ટાળવાનો પ્રયત્ન કરો. જે છે તે પોતાથી સમજાય છે. દરેક આત્મા સ્વતંત્ર છે.
પ્રશ્ન :- સંસારમાં રહીને આત્મજ્ઞાન કેમ થાય ?
ઉત્તર ઃદેહાદિ સંયોગ તે સંસાર નથી, માટે તેના ઉપ૨નું લક્ષ છોડીને ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું લક્ષ કરે તો ગૃહસ્થાવસ્થામાં પણ આત્મજ્ઞાન થઈ શકે છે. ગૃહસ્થવેશમાં વર્તમાનમાં પણ ભગવત્સ્વરૂપ જ્ઞાની આત્માઓ છે જેમના અંતઃકરણ અતિ પવિત્ર છે. સાચું સમજવાની જિજ્ઞાસા વધે તો આત્મબોધ પરિણામ પામ્યા વિના રહે નહીં. આત્માના એક સેકન્ડના આનંદ સાથે ત્રણ કાળના ઇન્દ્રલોકના સુખ સ૨ખાવો તો પણ આત્મજ્ઞાન તુલ્ય નહીં આવે, એ અપૂર્વ વસ્તુતત્ત્વ પામવાની વિધિ વર્તમાનમાં પણ છે.
[ તા. ૨૩-૯-૩૯ ]
૭ મી ગાથા વિષે કાલે કહેવાયું. હું શાયક આત્મા શુદ્ધ, અવિનાશી, ૨ાગરહિત છું, નિર્મળ, અબંધ છું–એવી શ્રદ્ધા, અનુભવ અને લક્ષ વિના મનના શુભ પરિણામવડે મંદકષાય કરે, એકલા ત્યાગ-વૈરાગ્યમાં જ કૃતકૃત્યપણું માનીને સંતોષાઈ જાય એ પણ ભવસાગરમાં બૂડે. અજ્ઞાનપૂર્વક ત્યાગ-વૈરાગ્ય હોવાથી, ૫૨જીવને ન મારવા તે દયા તથા પોતે માનેલાં એવાં પાંચ મહાવ્રત આદિ શુભપરિણામ એ જ કૃતાર્થપણું હોય તેમ માને છે, પણ એ ભાવ તો રાગભાવ છે, મનનાં શુભ પરિણામ છે એ કર્મભાવથી આત્માને ગુણ થશે એમ માનવું તે વીતરાગમાર્ગની આસાતના છે. જેને ખોટા માર્ગની પકડ કરવી નથી તેણે સત્ની જિજ્ઞાસા વધારવી. સત્તમાગમનો યોગ થયા વિના આત્મજ્ઞાન નહિ થાય.
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
આત્મા તદ્ન અરાગી શાયક છે, તેની પૂર્ણ પવિત્રતાની યથાર્થ શ્રદ્ધા જોઈએ. ત્રિકાળ આત્મદ્રવ્ય અસંયોગી છે, પુણ્ય, પાપ રાગરહિત છે એવા ભાન વિના, લક્ષ વિના ત્યાગવૈરાગ્યમાં અજ્ઞાનભાવનો અને ઊંધી દૃષ્ટિનો સાથ છે, તેથી હું ત્યાગી છું, હું ચારિત્રવાળો છું, એ આદિ પ્રકારે મન મનાવવાનાં ભાવ થાય છે અને બાહ્ય ત્યાગથી રહિત કોઈ ધર્મ બુદ્ધિવાળા ગૃહસ્થ હોય તેનો તિરસ્કા૨ ક૨વાનો ભાવ કરે છે. તેનું કા૨ણ અજ્ઞાનભાવ છે, પર્યાયદેષ્ટિ છે. અમે પાંચ મહાવ્રત પાળીએ છીએ તેથી અમારે ચારિત્ર છે, પણ આ ગૃહસ્થ માત્ર જ્ઞાનની વાતો કરે છે. જ્ઞાની હોય તો તેને ત્યાગ, વ્રત, ચારિત્ર વગેરે કેમ નથી ? અમારામાં છે–એમ જડ કર્મના ઉદયથી પોતાને ઓળખાવે છે. વળી આગ્રહ પણ એવો રાખે કે અમે બાળબ્રહ્મચારી છીએ, કોઈ પરણીને પછી બ્રહ્મચર્ય પાળે, ત્યાગ કરે તો તેનું વ્રત અમારા જેવું હોઈ શકે નહિ. વળી કેટલાક બીજાનું સુંદર મુખ તથા સુંદર વાણી ન હોય અથવા નીરોગી શરીર ન દેખે તો તેને પોતાનાથી હલકા માને છે, એ પર્યાયદેષ્ટિ જીવો અજ્ઞાની જાણવા. વળી જેને તેઓ બ્રહ્મચર્ય માને છે તે મન, વાણી, દેહનું હોય છે. બ્રહ્મ એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા-તે કેવો છે તેનું યથાર્થ ભાન હોતું નથી તો પછી સાચું ચારિત્ર
Please inform us of any errors on rajesh@Atma Dharma.com