________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭] આત્માનાં ધર્મને નામે ઊંધી માન્યતાને પોષણ આપે છે. કોઈ દ્વેષ વડે ચામડી ઊતરડીને ખારા છાંટે છતાં શુભભાવરૂપ સમભાવ રાખે, ઘણા પ્રકારના પરિષહ સહન કરે તે ઘણું પુણ્ય બાંધીને કદી દેવલોકમાં જાય તેથી શું? ત્યાંથી તે નરક-નિગોદાદિ ચાર ગતિમાં રખડે છે. મોહકર્મના ઉદયની અસર લઈને ક્ષમા ધારણ કરી અને માન્યું કે મેં ઘણી ક્ષમા રાખી છે. પણ સહજ સ્વભાવની બેહદ ક્ષમાને હદવાળી માનવી તે તો અજ્ઞાનભાવ છે. આત્મા પરનો કર્તા-ભોક્તા નથી એવો અખંડ સ્વભાવ જાણ્યા વિના તેનો સમભાવ, ત્યાગ વૈરાગ્ય સાચો ન હતો. બેહદ સ્વભાવને ઓળખ્યા વિના માત્ર એટલી મર્યાદાવાળો આત્મા માન્યો, ઉદયકર્મનો ભોક્તા બન્યો અને ઉદયના નિમિત્તમાં ધર્મ માન્યો. હું દયાવાળો છું એમ માન્યું ત્યાં પોતાને રાગરૂપ માન્યો એટલે પોતાના અરાગી સ્વરૂપને પરભાવરૂપ માન્યું. વળી પૂર્વે પાદોપગમન સંથારો કરી બધા જીવોની દયા પાળવારૂપ શુભભાવ કર્યો છતાં ધર્મ ન થયો, હાલ્યા-ચાલ્યા વિના મરણ પર્યત સ્થિર રહ્યો છતાં સ્વદયા ન થઈ, સંવર ન થયો. લોકો પરદયાની વાત કરે છે તે નિમિત્તથી કથન છે. જેને પોતાના અકષાય ભાવની રુચિ છે, તેને સહેજે શુભ ભાવનો વિવેક હોય છે. સામા જીવનો પુણ્યનો ઉદય હોય તથા તેનું આયુષ્ય હોય તો ગમે તે મનુષ્યને તેમાં નિમિત્ત થવાનો વિકલ્પ આવે જ. કોઈના આયુષ્યને કોઈ વધારી-ઘટાડી શકે નહીં, લોક-વ્યવહારમાં પરનું કર્તાપણું માને ભલે પણ છે નહીં.
જેમ મલિન દર્પણમાં મુખ ન દેખાય, તેમ જે જનોનાં ચિત્ત મેલવાળાં છે તેના અંતરમાં આત્માની પવિત્રતા કેમ દેખાય? ન જ દેખાય. દરેક જીવનો આત્મા પવિત્ર છે, છતાં આત્માના ઉપદેશનો ભાવ સમજાતો નથી તેનું કારણ એ છે કે જેમ મલિન અરીસામાં પ્રતિબિંબ પડતું નથી એમ અંતરત્યાગ, વૈરાગ્ય અને સની જિજ્ઞાસા વિના સબોધ-ઉપદેષ્ટાએ કહેલ ભાવવચનની છાપ પડતી નથી. સાચો ન્યાય અંતર્ગત તેને પરિણમે નહિ. લોકોને બહારથી બીજું કંઈ કરવાનું કહો તો ગમે છે કારણ કે તેનો અનાદિ કાળથી પરિચય છે, અને બાહ્ય ક્રિયાને જ કર્તવ્ય માને છે.
અત્રે કહેવાય છે કે દેહાદિનું કે બહારનું કોઈ કર્તવ્ય જીવથી કદી થતું નથી, એટલે આ વાત ઝીણી પડે છે. આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ શું અને કેમ હશે? એ સાંભળવું સારું લાગે પણ સમજવું અઘરું પડે છે કારણ કે સંસારનો પ્રેમ ઘણો છે, તત્ત્વની રુચિ નથી, પોતાની સ્વાધીનતાથી બેહદ આનંદ-સુખના સ્વાદથી ભરેલો નિજગુણ, તેનો અપૂર્વ મહિમા જાણ્યો નથી. એકલાપણું ગોઠયું નથી તેથી તત્ત્વ સમજવું અઘરું પડે છે. આત્મા જ્ઞાતા-દષ્ટા અખંડ જ્ઞાનરસથી ભરેલો અસંગ છે. તેમાં શુભાશુભ નિમિત્ત તથા ઉપાધિનો અંશ માત્ર નથી પણ અજ્ઞાનભાવે પરને પોતાનું માન્યું છે. તત્ત્વની રુચિ વિના નિવૃત્તિ, વિચાર, મનન કેમ થાય?
પ્રશ્ન :- મલિન અંતઃકરણ (ચિત્ત) કેમ રહ્યું હશે? ઉત્તર :- પુરુષાર્થ ન કર્યો તે કારણે. સંસારમાં ઘર, ધંધા, રૂપિયા વગેરેની રુચિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com