________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા આત્મજ્ઞાનપ્રાપ્તિની સાચી જિજ્ઞાસા-ઉત્કૃષ્ટ રુચિ વડે આ બધું આત્મજ્ઞાનના લક્ષ, સ્વાનુભવની પ્રાપ્તિ અર્થે છે એમ નિત્ય લક્ષમાં રહેવું જોઈએ.
જીવ આત્મજ્ઞાન વિના પરવસ્તુમાં હિતબુદ્ધિ માની બેઠો છે તેથી સૌ સાધન બંધનરૂપ થયાં છે.
લોકો આત્માના વ્યવહારનયને ભૂલીને એકાંત વ્યવહારાભાસને પકડી બેઠા છે, બાહ્ય ક્રિયાને ચારિત્ર માને છે. લૌકિકનીતિ હોય પણ એના વડે અમે ધર્મી છીએ એમ મંદકષાયમાં સંતોષ માની બેઠા છે. પણ આમા પૂર્ણ પવિત્ર વીતરાગ છે, તેની પવિત્ર શાંતિ આત્મામાં જ છે. તેનો સ્વભાવ શું? તેની ઓળખ નથી તેથી આત્મામાં બેહદ સુખ છે તેનું વેદન કયાંથી થાય? લોકો પોતાની કલ્પનામાં અટકે છે. જ્ઞાનીને અટકવું થતું નથી.
આત્મા અસંયોગી, નિર્મળ છે. તેમાં પરના નિમિત્તનો અંતરંગ સંયોગ, ઉદયકર્મ-રાગ, દ્વષ, ક્રોધ, માન, માયા, લોભ, મમતા આદિની જે શુભ-અશુભ વિકારી ભાવની વૃત્તિ ઊઠે છે તેનો જ્ઞાનભાવે નાશ કરવો તેને જ્ઞાનની ક્રિયારૂપ વ્યવહાર કહ્યો છે. દેહાદિ જડની ક્રિયામાં વ્યવહાર નથી. ઘણાને બાહ્ય ત્યાગનું માહાભ્ય દેખાય છે, પણ અઘાતિ કર્મના ઉદયે બાહ્ય વસ્તુનો સંયોગ-વિયોગ થાય છે. તે બાહ્ય વસ્તુને હું લઉં, મૂકું, ત્યાગ કરું એ માન્યતા મિથ્યા છે, કોઈપણ જીવે નિશ્ચયે ખરેખર જડ પદાર્થો કદી ગ્રહ્યા નથી તો પછી તેનો ત્યાગ થઈ જ કયાંથી શકે? ગ્રહ્યા હોય તો છોડી શકાય. અઘાતિ કર્મના ઉદયના નિમિત્તથી પદાર્થોનો સંગ થવાનો હતો નહિ એટલે કે તેની અંતરાય હતી તેથી સંયોગ થયો નહિ એટલે વિયોગ વર્તે છે. ખરી રીતે બાહ્ય સંયોગ થવાનું નિમિત્ત ન હતું એટલે તેને એવો વિકલ્પ આવ્યો કે હું ત્યાગ કરું છું એ ઉદયભાવ છે. બાકી જ્ઞાની એમ ન માને કે તું જડ વસ્તુનો ત્યાગ કર; પણ રાગ, દ્વેષનો ત્યાગ કરવાનું કથન આવે. હું અકષાયી છું તો અકષાયી થાઉં એવા પુરુષાર્થ વડે ત્યાગ-વૈરાગ્યાદિ નિમિત્ત બને. સદ્ગુણો ખીલે એટલે સહેજે વિપરીત નિમિત્તો-રાગનાં કારણો ખસી જાય; ઉપદેશમાં નિમિત્તનાં વાકયો આવે તેનો આશય-ગૂઢાર્થ સમજવો જોઈએ. આત્મજ્ઞાન એટલે સમ્યગ્બોધબીજ, તેને વાવવા અર્થે ક્ષેત્રવિશુદ્ધિ જોઈએ. અંતરંગમાં પોતાના મોહભાવનો, અર્થાત્ ભૂલનો ત્યાગ તથા અંતર વૈરાગ્ય કરવાનો છે તેને બાહ્યદેષ્ટિ જીવો સમજતા નથી તેથી મંદકષાયમાં ધર્મ માને છે. અજ્ઞાનરૂપી પાડો શુભ પરિણામરૂપી તારાં દ્રવ્ય-ચારિત્રરૂપ ઘાસ અનંતવાર ગળી ગયો છે તેથી ભવ ઘટ્યો નહિ, ઊલટું માન વધ્યું અને સંસાર વધ્યો. બહારથી પાંચ મહાવ્રત આદિ ક્રિયાના શુભ પરિણામ કરે અથવા ઘણાં શાસ્ત્રો વાંચે સાંભળે એટલે માને કે અહો હો ! અમે ઘણું કર્યું, અમે ઘણો ત્યાગ વૈરાગ્ય તથા સમભાવ રાખ્યો છે; પણ તે બધા અજ્ઞાનપૂર્વક થતા ઉદયભાવને ધર્મ માન્યો તેથી પોતાના અધિકારી આત્માનો અનાદર કર્યો છે. અજ્ઞાનપૂર્વક ત્યાગ, વૈરાગ્ય, વ્રત, તપ વગેરે બાળચાલ છે. પુણ્યથી ધર્મ થશે, શુભ જોગથી સંવર થશે એમ શુભ પરિણામમાં સંતોષાઈ જાય અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com